સૂરત : સુરત શહેરની ઓનલાઈન શિક્ષણ આપતી બી.એ.પી.એસ. સ્વામિનારાયણ વિદ્યામંદિર ખાતે પાંચ દિવસીય વર્ચ્યુઅલ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યામંદિર...
ચંદીગઢ: મહાન ભારતીય સ્પ્રિન્ટર મિલ્ખા સિંહને કોરોના થયો છે અને તેઓ હાલમાં હોમ આઇસોલેશનમાં છે. મિલ્ખા સિંહે કહ્યું હતું કે બુધવારે સાંજે...
વ્યારાનાં નવીન ખટિકે સુરતના પ્રતિક ચુડાસમાને સાપુતારામાં મળી બિલ્ડર નિશિષના હાથ- ટાંટિયા તોડવા રૂ. ૮૦ હજારની સોપારી આપી હતી ! નવીને સુરતના...
અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અદાણી જૂથના શેરોની કિંમતોમાં સતત તેજી જોવા મળી રહી છે. જેનો લાભ જૂથના અધ્યક્ષ ગૌતમ અદાણીને મળી રહ્યો...
સુરત: રાજય સરકારે આયુષ મંત્રાલયની ગાઇડલાઇન મુજબ અલગ અલગ હોસ્પિટલ્સમાં શરૂ કરેલી હોમિયોપેથિક અને આયુવેર્દિક સેવાઓ યુનિ.ના હેલ્થ સેન્ટર ઉપર પણ શરુ...
કોરોના સંકટ (corona pandemic)ની વચ્ચે, કાળી ફૂગ(black fungus)નો ગંભીર રોગ એક નવી સમસ્યા તરીકે ઉભરી રહ્યો છે અને લોકોની ચિંતામાં વધારો કરી...
ગુજરાતમાં આજે લોકડાઉન ( lockdown) માં આંશિક રાહત મળતા વેપારીવર્ગમાં ખુશી છવાઈ ગઈ છે. લાંબા સમયના બ્રેક બાદ વેપારીઓ પોતાના દુકાનોના શટર...
પારડી : પારડી નગરપાલિકાની સામાન્ય સભા ( genral meeting) માં કોંગ્રેસના ( congres) વિરોધ વચ્ચે વિવિ સમિતિના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે....
અંકલેશ્વર: ભરૂચ જિલ્લાના 2000 અને રાજ્યના 1 લાખથી વધુ આરોગ્યકર્મી ( health workers) ઓ તેઓની પડતર 10 જેટલી માંગણીઓને લઈ ગુજરાત જનતા...
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI ) એ તેની વધારાની રકમમાંથી 99,122 કરોડ રૂપિયા કેન્દ્ર સરકારને આપવાનો નિર્ણય લીધો છે. આ રકમ જુલાઈ...
નડિયાદ: કઠલાલ તાલુકાના સરાલી ગામની સીમમાં રહેતા કાકા-ભત્રીજા વચ્ચે ખેતરમાંથી લાકડા વીણવા જેવી સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલા...
અંકલેશ્વર: અંકલેશ્વર પાનોલી સહિતના ઉદ્યોગો સરકારી કોવિડ હોસ્પિટલ ( covid hospital) તેમજ સરકારી તંત્રને વેન્ટિલેટર ( ventileter) સહિતની સુવિધાઓ પૂરી પાડી રહ્યા...
શહેરા: શહેરા ના વાંટાવછોડા સહિતના અનેક ગામોમાં વાવાઝોડા સાથે આવેલા વરસાદના કારણે ઉનાળા પાક સહિત ઇંટોના ભઠ્ઠાઓને પણ નુકશાન થયેલ હતુ. તાલુકા...
આણંદ : આણંદ જિલ્લાના ભાદરણ ગામનો વતની અને અમેરીકા સ્થાયી થયેલો યુવક બુધવારની રાત્રે સ્ટોર બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન...
કાલોલ: કાલોલ ખાતે વિવિધ વિસ્તારોમાં વીજ પોલ તેમજ વૃક્ષો પડી જવાને કારણે એમજીવીસીએલ એટલે કે જીઈબી નો સ્ટાફ ખડે પગે કામ કરી...
ગોધરા: પંચમહાલ જીલ્લાની એલસીબી શાખાએ ગોધરા શહેરના કેપ્સૂલ ફેકટરી કાંટા પાસે મકાનમાથી સિમેન્ટની ભરેલી થેલીઓ સાથે બે ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી...
જો કોઈ પણ ચીજની ડિલિવરી લીધા સિવાય તેનો વેપાર કરવામાં આવે તો તેને સટ્ટો કહેવાય. બિટકોઈન અને ડોગકોઈન જેવી ક્રિપ્ટોકરન્સી કોમોડિટી કહેવાય...
નવી દિલ્હી : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને સંઘપ્રદેશોને વિનંતી કરી છે કે તેઓ કાળી ફૂગ અથવા મ્યુકોર્માઇકોસિસ ( myucormicosis) ને...
વડોદરા,: રેલવે સ્ટેશનના 6-7 યાર્ડમાં ઉભી રહેલી ખાલી મેમુ ટ્રેનમાં વહેલી સવારે રહસ્મય સંજોગોમાં ભીષણ આગ ફાટી નિકળતા ત્રણ ડબ્બા સળગીને ખાખ...
નવા જુના ટુ વ્હીલર ફોર વ્હીલર, થ્રી વ્હીલર અને સાયકલોના ડુંગર મોટાને મોટા દરેક પોલીસ ચોકીમાં થતા જ જાય છે. પોલીસ કાર્યવાહી...
કોરોનટાઇન શબ્દ સાંભળીએ છીએ. તેજ કોરોનાનું સૂતક. કોરોના સંબંથી મારા ત્રીજા ચર્ચાપત્રથી મારે ગામડાં સંબંધે વાત કરવી છે. શહેરોની સમૃધ્ધિ અને બેઠાડું...
વડોદરા : સમાન વેતન અને સ્ટાઇપેન્ડ વધારા સહિતની માંગણી સાથે વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી ગયા...
કોરોના રોગની મહામારીની બીજી લહેરમાં કોરોના રોગની સંક્રમિતોની સંખ્યા ખુબ જ તીવ્ર ગતિએ વધી ગયેલ છે. એટલે હોસ્પીટલમાં દાખલ થતાં દર્દીઓની સાથે-સાથે...
ચર્ચાના ચોકમાં ઉભા રહીને મારા આઠ આઠ સંબંધી મિત્રો ઇશ્વરોને જેઓ બુધ્ધ મહાવીરને ઇશ્વર માને છે. તેમને તેઓ નામનાં જ ઇશ્વર નથી...
જે શહેરમાં તાપી નદી વહે છે એ સુરત શહેર એક ઐતિહાસિક શહેર છે. કહેવાય છે કે સમગ્ર એશિયામાં સૌથી વધુ ઝડપથી સુરત...
નસવાડી : નસવાડી મેઇન બજારમાં ટ્રાફિકની સમસ્યાને કારણે લોકો હેરાન પરેશાન ત્યારે બીજી બાજુ નસવાડીથી બરોડા ચાલતી પ્રાઇવેટ લકઝરીમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા...
આ વર્ષે જાન્યુઆરીથી ગૌતમ અદાણીની સંપત્તિમાં 32.7 અબજનો વધારો થયો છે. અદાણી એશિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં બીજા સ્થાને છે. તેણે ચીનના...
રશિયાના એક ફિલોસોફરને પોતાના વિચારો, જ્ઞાન અને ચિંતનનું ખૂબ જ અભિમાન હતું.તેમના મનમાં હંમેશા અન્યને વાદવિવાદમાં હરાવીને જીતવાની લાલસા રહેતી અને તેઓ...
બોડેલી: ગુજરાતના દરિયા કિનારે ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની અસર મધ્ય ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં પણ જોવા મળી હતી. તાઉ તે વાવાઝોડાને પગલે જિલ્લામાં...
સમજતા પહેલાં ત્રણ દેશી નિયમો :-૧. જે રીતે માણસ ગરમ થાય ત્યારે હલકાઈ કરે અને ઉંચે ઉડવા લાગે, અને ઠંડો ઠરેલ હોય...
અંકલેશ્વર, ભરૂચ: અંકલેશ્વરના જીતાલી વિસ્તારમાં છઠ પૂજાના દિવસથી ગુમ થયેલા આઠ વર્ષના બાળકનો વિક્ષત હાલતમાં મૃતદેહ પાડોશીના મકાનમાં લોખંડની પેટીમાંથી મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી સીઆરપીએફમાં કોન્સ્ટેબલ હોવાનું તેમજ ઓનલાઈન સટ્ટામાં હારી જતાં પૈસા માટે બાળકનું અપહરણ કર્યાનું કબૂલ્યું છે.
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં ગ્રીન સિટી ટાઉનશિપમાં રહેતા ભીષમ રાજભરનો આઠ વર્ષીય બાળક શુભ ગત 6ઠ્ઠી નવેમ્બરના રોજ બપોરના સમયે ઘરની બહાર રમતો હતો, ત્યારબાદથી ગુમ થયો હતો. બાળકના પિતા સહિત પરિવારજનોએ વ્યાપક શોધખોળ કરી, છતાં તેનો પત્તો નહીં લાગતાં અંતે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ કરી હતી.
પોલીસે તપાસ શરૂ કરતાં જાણવા મળ્યું કે બાળકના પિતાના જણાવ્યા પ્રમાણે કોઈ અજ્ઞાત મોબાઈલ ઉપરથી વોટ્સ એેપ ઉપર તેમના બાળકનું અપહરણ કરાયું છે અને છોડાવવા માટે રૂ.પાંચ લાખની ખંડણીની માંગ કરવામાં આવી હતી. અપહરણની આશંકા સામે આવતા અંકલેશ્વર રૂરલ પોલીસ તેમજ ભરૂચ એલ.સી.બી.પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી હતી. દરમ્યાન જે મોબાઈલ ઉપરથી ખંડણીનો મેસેજ આવ્યો હતો તેને ટ્રેસ કરાતા તેનું લોકેશન ઘરની આસપાસ જ આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
દરમિયાન પડોશમાં રહેતાં શૈલેન્દ્ર રાજપૂત કે જે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે, તેના રૂમમાંથી તીવ્ર ગંધ આવતા પોલીસે પલંગ નીચે મુકેલી લોખંડની પેટીને ખોલતા તેમાંથી હાથ પગ બાંધેલી તેમજ મોં ઉપર સિલ્વર ટેપ બાંધેલી હાલતમાં શુભનો મૃતદેહ અંત્યંત વિક્ષત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ તેમજ વધુ તપાસ અર્થે સુરત ફોરેન્સિક વિભાગ ખાતે મોકલ્યો હતો. પોલીસે લાશ મળ્યા બાદ તુરંત હત્યારા પાડોશી શૈલેન્દ્ર રાજપુતની અટકાયત કરી હતી અને કડક પુછપરછ કરતા આ નિર્મમ હત્યાનો ચોંકાવનારો ભેદ ઉકેલાયો હતો.
સટ્ટાની હાર ભરપાઈ કરવા બેન્કમાંથી લોન લીધી ને તેના હપ્તા ભરવા અપહરણ કર્યું
પોલીસની પુછપરછ દરમ્યાન હત્યારા પાડોશીએ કબુલ્યું હતું કે તે શેરબજાર સહિત ઓનલાઇન સટ્ટામાં હારી જતા આર્થિક નુકશાન થયું હતું અને તેને ભરપાઈ કરવા તેણે બૅંકમાંથી લોન લીધી હતી. લોનના હપ્તા ભરવા રૂપિયાની જરૂર પડતા બાળકનું અપહરણ કરી રૂ. પાંચ લાખની માંગણી કરી હતી.
હાથ-પગ બાંધી પેટીમાં પૂર્યો, મોં પર સેલો ટેપ મારી જેથી બાળક ગુંગળાઈને મોતને ભેટ્યું
બાળકને અપહરણ કરી હાથ પગ બાંધી બુમ ના પાડે તે માટે તેનું મોં સેલ્વર ટેપથી બાંધી દીધું હતું અને લોખંડની પેટીમાં મુકી દીધો હતો. પરંતુ ગુંગળામણને કારણે બાળકનું બીજા દિવસે એટલે કે છઠ પુજાના દિવસે જ મોત નીપજ્યું હતું. બાળક ગુમ થયા બાદ વિવિધ પોલીસ ટુકડી સતત ઘટના સ્થળે તપાસમાં હતી, જેને કારણે હત્યારો લાશને સગેવગે કરી શક્યો નહોતો.
CRPF જવાન દિવાળીની રજા ગાળવા અંકલેશ્વર આવ્યો હતો
હત્યારો શૈલેન્દ્ર રાજપુત સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. હાલ તેની પોસ્ટિંગ મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે છે. દિવાળીની રજા હોવાથી તે અંકલેશ્વર આવ્યો હતો.
હત્યારો મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો
મઘ્ય પ્રદેશના ગવાલીયર ખાતે સી.આર.પી.એફ.માં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો આરોપી શૈલેન્દ્ર રાજપુત પોતે તે દિવસે મૃતકના પિતા સાથે રહી બાળકને શોધવાના ડોળ કરતો સાથે રહ્યો હતો, ગુમ થયાની પોલીસ ફરિયાદ આપવા પોલીસ મથકે પણ સાથે ગયો હતો. જોકે બાદમાં ખંડણીમાટે કરેલા વોટ્સઅપ મેસેજને કારણે મોબાઈલ લોકેશનના આધારે તે ઝડપાઈ ગયો હતો.