નીરજ ચોપરા (Niraj chopda) ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympic) 2020 માં ગોલ્ડ મેડલ (Gold medal) જીતવાની સાથે સ્ટાર બની ગયો છે અને તેની...
સુરત: સમગ્ર ગુજરાત (Gujarat) રાજ્યમાં રેસિડેન્ટ ડોક્ટરો (Resident doctor) દ્વારા ચાલતી હડતાળ (Strike)ને સોમવારે છઠ્ઠો દિવસ હતો. ત્યારે સુરતમાં રેસિડેન્ટ ડોક્ટરોએ પોતાના...
કોરોના (Corona) મહામારીનું સંકટ સમગ્ર વિશ્વમાં ચાલુ છે. ઘણા દેશોમાં તેના ચેપના કેસો ઘટ્યા છે અને ઘણી જગ્યાએ વધી રહ્યા છે. ભારત (India)માં પણ...
કરીના કપૂર ખાન (Kareena kapoor khan)ની પ્રથમ ગર્ભાવસ્થા (Pregnancy)ની જેમ, તેની બીજી ગર્ભાવસ્થાને લઈને પણ વિવાદ (Controversy) શરૂ થયો છે. જ્યારે પહેલા દીકરા...
સુરત: સરથાણા જકાતનાકા પાસે આવેલી તક્ષશિલા આગ દુર્ઘટના (taksashila fire incident)ને બે વર્ષ ઉપરાંતનો સમય થઇ ગયો છે. છતાં પણ હજુ મનપા...
સુરત: શહેરના સચિન (Sachin) જીઆઈડીસી (GIDC) વિસ્તારમાં બરફની ફેક્ટરી (Ice factory) પાસે રહેતા નરાધમે (Rapist) પડોશમાં રહેતી બાળકી (Girl)ની સાથે તેના 6...
સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરના ઈતિહાસ (History of city)ને ઉજાગર રાખવા માટે શહેરની ઐતિહાસિક ધરોહરો (Heritage)ને ફરીથી ડેવલપ કરવામાં આવી રહી...
સુરત: ડિંડોલીમાં માથાભારે તત્ત્વો (Criminal) એટલા બેફામ બન્યાં છે. હવે પોલીસ પર પણ હુમલો (Attack on police) કરાઈ રહ્યો છે. આ હુમલો...
બીયુ પરમિશન અને ફાયર એનઓસી વગર બેરોકટોક ચાલતી ઈસ્તપતાલો, એન્ટી કરપ્શન હ્યુમન રાઈટસ કમિશન-એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ-પોલીસ-પ્રેસ જેવા પાટિયા કે સ્ટિકર કાર પર...
1935માં સમાજવાદી વિચારધારાનો ઉદય થયો ત્યારે કોંગ્રેસમાં નેતાઓ જેવા કે જયપ્રકાશ નારાયણ, રામ મનોહર લોહિયા, જવાહરલાલ નહેરૂ જેવાઓ હતા. આઝાદી બાદ જયપ્રકાશ-રામ...
એક સોળ વર્ષનો કોલેજીયન છોકરો.ઘરમાં ગરીબી.પૈસાની અછતને કારણે માતા પિતાના રોજના ઝઘડા.દાદીની માંદગી.પિતાને માથે કરજ.ચિંતાથી છૂટવા માટે દારૂની આદત.યુવાન ઘરની પરિસ્થિતિથી સાવ...
જે થવાનું હોય તે થાય, આખ્ખર શ્રાવણના પવિત્ર માસમાં આવી તો ગયા! કોઈએ ધક્કો માર્યો હોય ને, શ્રાવણમાં પડ્યા હોય એવું અમુકને...
જો આપણે ગુજરાતના ગામેગામ થાંભલા રોપી દઈએ, દરેક તાલુકા કક્ષાએ મોટી ગ્રીડ સ્થાપી દઈએ, લોખંડના વીજ પ્રવાહ વહન કરનારા વાયરો લગાવી દઈએ,...
ગયા વર્ષના શરૂઆતથી જ વિશ્વભરના દેશોમાં કોરોનાવાયરસનો રોગચાળો ફેલાવા માંડ્યો તેના પછી કેટલાક બહુ પ્રચલિત બનેલા શબ્દોમાંનો એક શબ્દ લૉકડાઉન છે. રોગચાળાને...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરે અંગત અદાવત રાખી પોતાના વિસ્તારમાં જ રહેતાં એક વેપારી યુવક ઉપર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો...
આણંદ : સંતરામપુર તાલુકાના ભમરી ગામે બીડી પીવા રોકાયેલા યુવકને દુકાનદારે ગળુ દબાવી માથુ પછાડી હત્યા કરી નાંખી હતી. યુવકે અગાઉ દુકાનદારનો...
પાદરા: પાદરા વડુ પંથકમાં શ્રાવણના પ્રથમ દિવસે હર હર મહાદેવના નાદથી શિવમંદિરો ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસ ની શરૂઆત થતા જ લોકો...
ડભોઇ: ડભોઇ તાલુકા ના કરનાળી ગામે નર્મદા નદી ત્રિવેણી સંગમ ખાતે બે યુવકો ડૂબી જતાં સ્થાનિક તરવૈયા ઓ ની મદદ થી તેઓની...
વડોદરા: શહેરમાં દિવસે દિવસે ગુનાખોરી રેશિયો ચિંતાજનક ઉંચો જઇ રહ્યો છે. એકતરફ શહેરમાં નિંદ્રાધીન પોલીસના કારણે સતત ચોરીના બનાવો બની રહ્યા છે....
વડોદરા: શહેરના તરસાલી વિસ્તારની દેસાઇનગર સોસાયટીમાં પરિવાર સાથે રહેતા એસ.ડી. વાઘેલાનો પુત્ર મેહુલ ધો-11 સાયન્સમાં મકરપુરા ONGC ગેટની સામે આવેલી ફોટોન સ્કૂલમાં...
વડોદરા : ગુજરાતમાં પેટ્રોલ પંપની સામે શનિવારે સેન્ટ્રલ જીએસટી ના અધિકારીઓ એ રાજ્યવ્યાપી દરોડા પાડયા હતા.જેમા વેટ નંબર રદ થયા પછી પણ...
વડોદરા: સુખધામ પ્રોજેકટમાં સેંકડો લોકો અત્યારે દુ:ખધામમાં મિલકત બુક કરાવી હોય તેવી પારાવાર પરેશાની ભોગવી રહયા છે. ચાર માસ પૂર્વે પોલીસ કમિશનર...
ભરૂચ: નબીપુરમાં એક ઠેકાણે ગૌ-વંશ ગેરકાયદે કતલખાના પર મહિલા પીએસઆઈએ રેડ કરતા પહેલા બે વાછરડાને કતલ કરીને મોત નીપજાવી કાઢ્યું હતું.એ જગ્યા...
વડોદરા: દેશ હોય યા પરદેશ વતનની યાદ કોણે ના આવે પરદેશ જાકે પરદેશીયા ભૂલના જાના એ ઉક્તિનુસાર કેનેડાના મેનિટોબા ના વિનીપેક માં...
ઇંગ્લેન્ડ સામે 12મી ઓગસ્ટથી શરૂ થનારી લોર્ડસ ટેસ્ટ માટે ભારતીય ટીમ લંડન રવાના થઇ ગઇ હતી. જ્યારે ઇજાગ્રસ્ત ખેલાડીઓનું સ્થાન લેનારા સૂર્ય...
શિલ્પા શેટ્ટી અને તેની માતા કરોડો રૂપિયાની ઠગાઈના કેસમાં ફસાઈ રહ્યા છે. શિલ્પા શેટ્ટી અને તેની માતા સુનંદા શેટ્ટીએ આયોસિસ સ્લિમિંગ સ્કિન...
કોરોનાકાળમાં મહામારીના વિકરાળ સ્વરૂપને જોઈ ચૂકેલા સુરતમાં હવે સુરત મનપાની ટીમના અથાક પ્રયાસો તેમજ અન્ય કોઇ પણ શહેરો કરતાં વધુ સારી રીતે...
સુરતના રેલવેના પ્રશ્નો માટે સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સાંસદ તેમજ હાલમાં રાજ્યકક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોષ દ્વારા આજે...
ડેડિયાપાડામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગ રૂપે 400 લોકોની મંજૂરી સામે 1600 લોકોની જન મેદની એકત્ર કરવા બદલ ડેડિયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા...
શહેરમાં છેલ્લા પખવાડિયાથી પણ વધારે સમય થયો વરસાદે જાણે વિદાય લીધી છે. ધરતીપુત્રો માટે દુ:ખના સમાચાર છે કે હજી આગામી 10 દિવસ...
નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે જલાલપોર તાલુકાના બોરસી-માછીવાડ ગામે દરિયાઈ માર્ગેથી લવાયેલો 1.53 લાખના વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ મંગાવનાર, મોકલનાર અને પહોચાડનાર સહીત ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, જલાલપોર તાલુકાના બોરસી માછીવાડ ગામે વપલું ફળીયામાં રહેતી યોગીતાબેન ભાવેશભાઈ ટંડેલે નાની દમણ માસ્ટરશેરીમાં રહેતા આશિષભાઈ ઉર્ફે અજય નરસિંહભાઈ ટંડેલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો દરિયાઈ માર્ગે મંગાવ્યો હતો. જેથી આશિષ ઉર્ફે અજયે એક નાની એન્જીનવાળી બોટમાં દારૂનો જથ્થો ભરી તેના ચાર માણસો મારફતે બોટમાં રવાના કર્યો છે. આ દારૂનો જથ્થો લેવા માટે યોગીતાબેનના બે માણસો હલેસાવાળી બલ્લમમાં લેવા ગયા છે. અને તેઓ દારૂનો જથ્થો બોરસી માછીવાડ ગામની સીમમાં પૂર્ણા નદીના કિનારે લઈ આવી ઉતારનાર છે. જે બાતમીના આધારે પોલીસે બોરસી-માછીવાડ ગામની સીમમાં પૂર્ણા નદીના કિનારે વોચ ગોઠવી હતી.
દરમિયાન 1 હલેસાવાળી બલ્લમમાં દારૂનો જથ્થો લઈ આવી તેમાંથી બાઈક સાથે બાંધેલી લોરીમાં કાર્ટિંગ કરતા હતા. ત્યારે પોલીસે છાપો મારી 1,53,804 રૂપિયાની વિદેશી દારૂની 900 નંગ બાટલીઓ સાથે બોરસી માછીવાડ ગામે દીવાદાંડી ગ્રાઉન્ડ ફળીયામાં રહેતા રવિભાઈ નરોત્તમભાઈ ટંડેલ અને પરેશ નરોત્તમભાઈ ટંડેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ મંગાવનાર યોગીતાબેન, દારૂ મોકલનાર આશિષ ઉર્ફે અજય અને દારૂનો જથ્થો પહોંચાડનાર આશિષ ઉર્ફે અજયના 4 માણસોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 25 હજાર રૂપિયાની હલેસાવાળી બલ્લમ, 25 હજાર રૂપિયાની બાઈક, 5 હજાર રૂપિયાની લોખંડની લોરી અને 10 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 2,18,804 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.