Latest News

More Posts

( પ્રતિનિધિ )વડોદરા,તા.7

વડોદરા શહેરના આજવા રોડ ઉપર ભાગ્ય લક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી દરમિયાન એક શ્રમજીવી નવ ફૂટ ઊંચેથી નીચે પટકાતા તેનું મોત થયું હતું. જ્યારે, નજીકમાં રમી રહેલા સ્થાનિક બાળકને ઈજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલા રામદેવનગર પાસેના ભાગ્યલક્ષ્મીનગરમાં એક મકાન તોડવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન આ જગ્યા પર મજૂર તરીકે કામ કરતા 28 વર્ષીય બહાદુર ગલીયાભાઈ કટારા લગભગ નવ ફૂટ ઊંચેથી નીચે પટકાયો હતો અને તેની ઉપર સ્લેબનો ભાગ પડતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘટનામાં નજીક રમી રહેલા એક બાળકને પણ ઈજા પહોંચી હતી, તેથી બાળક અને બહાદુરભાઇને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ શ્રમજીવીનું કરુણ મોત થયું હતું. જ્યારે બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. હાલ કોન્ટ્રાક્ટર સોમાભાઈ રાઠવા ગામડે ગયા હોવાનું મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું. જ્યારે, મૃતકને પરિવારમાં તેમની પત્ની અને એક દીકરો છે. મૃતકના પરિવારજનોએ દીકરાના ભવિષ્યની ચિંતા કરી વળતરની માંગ કરવામાં આવી હતી. બીજી તરફ આવી કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના સાધનો અપાયા નહીં હોવાના કારણે અકસ્માત સર્જાયો હોવાની ચર્ચાએ વેગ પકડ્યું હતું. બનાવને પગલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

To Top