Vadodara

શહેરમાં અધિકારીઓ-કર્મીઓની મિલીભગતથી સાફ સફાઈનો અભાવ

વડોદરા : સ્માર્ટ સીટી વડોદરાનું સ્માર્ટ વહીવટી તંત્ર એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન દરવર્ષે સ્વચ્છતા પાછળ આશરે 165 કરોડ ખર્ચે છે.પરંતુ ક્યાંકને ક્યાંક યોગ્ય સંકલનનો અભાવ તો કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વચ્ચેની મિલીભગત તેમજ કેટલાક શિક્ષિત હોવા છતાં અશિક્ષિત બની ગંદકી કરતા હોય છે અને કચરો પણ જ્યાં ત્યાં નાખતા હોય છે.ત્યારે હવે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો હોય કે અધિકારી કે પછી કર્મચારી હોય કોર્પોરેશન તંત્રએ દંડાત્મક કાર્યવાહી હાથ પર લીધી છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં ગંદકી તેમજ જ્યાં ત્યાં કચરાપેટી હોવા છતાં પણ કચરો જાહેરમાં જ ઠાલવી દેવામાં આવતો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં સફાઈ કર્મચારીઓ સફાઈ કરવા નહીં આવતા હોવાની પણ ફરિયાદો ઉઠી છે.સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે પેઢી દર પેઢી ચાલતી જે વાત છે.એમાં નરસિંહ મહેતાથી માંડીને ગાંધીબાપુથી માંડીને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અપીલ કરી છે અને એ અપીલને સહજ રીતે ભારતીય નાગરિકે તમામ સ્તરે સ્વીકારી પણ છે. એક નહીં પણ ત્રણ ચાર ડગલા આગળ વધ્યા છે અને વડોદરા શહેર પણ કોર્પોરેશનની હદમાં આવેલા અલગ અલગ ભૌગોલિક સ્થિતિમાં અલગ અલગ પ્રકારની સમસ્યા છે.

શહેરમાં આજથી 15-20 વર્ષ પહેલાની વાત કરીએ તો ઓપન સ્પોટ જાહેરમાં નખાતા કચરાના ઘણા સ્પોટ હતા. જેમાંથી કેટલાક બંધ પણ થયા છે.એ આ શહેરની જનતાના સાથ સહકાર થકી થયું છે.તેમજ રોજનો નીકળતો શહેરમાંથી કચરો 1200 ટનની આસપાસનો છે. એમાં દરેક સફાઈ સેવક હાલમાં 4000 સફાઈ સેવકો છે.300 ડોર ટુ ડોર ગાડીઓ છે, ક્યાંક નથી આવતી,તો વોર્ડ ઓફિસમાં ટોલ નંબર પર કોર્પોરેટરોને જાગૃતતા સાથે વાત મૂકીએ તો આ સમસ્યાનો હલ ચોક્કસ આવશે એમણે આવનાર સમયમાં જો જાહેરમાં કચરો ફેંકતા દેખાશે તો અવશ્ય દંડની કાર્યવાહી હાથ પર લીધી છે એટલે અનુશાસન અને સ્વચ્છતા આ બંને વિષયને જોડીને આગળ વધીએ તેમ જણાવ્યું હતું.

લોકોને સમજાવીએ તો ગંદકી ઓછી થાય તેમ છે
પહેલાના જમાનામાં નાટક રંગલો રંગલીના માધ્યમથી લોકો સુધી આપણે એમની જ ભાષામાં એમને સમજાવીશું તો કદાચ લોકોને પણ સમજ પડશે. કચરો કયા પ્રકારનો છે સુકો અથવા ભીનો જે બંનેને અલગ રાખીને લોકોને સમજાવીશું તો ગંદકી પણ ઓછી થવાની સંભાવના છે કચરાથી પણ પૈસા તો કમાઈ જ શકીએ છીએ આપણે એનાથી ડીકમ્પોસ્ટ બનાવીશું તો એનાથી લોકોને પણ ફાયદો થવાનો જ છે આપણે એક સંદેશો આપીશું તો કદાચ ગંદકી ઓછી થઈ શકશે.
વ્રુશીકા પટણી,સોશ્યલ વર્કર

8 દિવસથી સફાઈ કર્મચારીઓ આવતા નથી
હાથીખાના ગેંડા ફળિયા ઈમામ વાડા પાસે છેલ્લા આઠ દિવસથી સફાઈ કર્મચારીઓ આવતા નથી.એ લોકો હાજરી પૂરીને જતા રહે છે.300 રૂ.ના કોન્ટ્રાક્ટ પર માણસો રાખી દે છે.કાયમવાળા સુપરવાઇઝર પૈસા લઈને એમની હાજરી પૂરી ઘરે મોકલી દે છે.વોર્ડ 6ના કોર્પોરેટર હેમીષાબેન ઠક્કર,ડો.શીતલ મિસ્ત્રી,જયશ્રીબેન સોલંકી અને હીરાભાઈ કાંજવાણી જે અહીંના કોર્પોરેટર છે.એમને પણ રજુઆત કરી છે અને આ બાબતે ધ્યાન દોર્યું છે.છતાં પણ કોઈ સાફ સફાઈ કરવા આવતું નથી.
– હૈદરભાઈ ,સ્થાનિક

ડે.મેયરના વોર્ડમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા
કોર્પોરેશનના ચૂંટણી વોર્ડ નંબર 14 માં આવેલા દત્ત નગર વિસ્તારમાં કચરા પેટીના ઠેકાણા નથી.કચરો પણ માર્ગ પર ઠાલવામાં આવતા ઉકરડો બની જતા રખડતા ઢોરોનો અડિંગો બન્યો છે.તેમજ ગંદકીને કારણે દૂષિતમય વાતાવરણથી વિસ્તારના લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે.આ અંગે સ્થાનિક કોર્પોરેટરનું ધ્યાન દોરવામાં આવ્યું છતાં જોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.
– સંજયભાઈ, જાગૃત નાગરિક

Most Popular

To Top