Vadodara

ભોલેનાથના ભવ્ય પુજન, અર્ચન સાથે ઠેર ઠેર ઘી અને ઘઉંના કમળ

વડોદરા, તા.22
આજે શ્રાવણ નો છેલ્લો સોમવાર અને આદ્રા નક્ષત્ર સાથે એકાદશી નો અદભુત સંયોગ થવાથી વડોદરા શહેરના શિવાલયોમાં ભક્તોની ભસ્ટ ભીડ ઉમટી હતી અને ભોળાનાથની પૂજા અર્ચના કરીને શિવજીના આશીર્વાદ મેળવ્યા હતા.
શિવ એજ જીવ છે અને જીવ એજ શિવ છે. શિવ વગર મનુષ્ય જીવન અધુરુ છે. ભગવાનશિવ આરોગ્ય ના પ્રધાન દેવ તરીકે પણ ઓળખાય છે. જીવનમાં પડતી મુશ્કેલીઓમાં શિવ જ રક્ષા કરતા દેવ છે જીવન ની આધી વ્યાધી ઉપાધિ અને ગ્રહ પીડાઓ માંથી શિવ જ રક્ષા કરે છે. શ્રાવણ માસ નું વિશેષ મહત્વ છે શ્રાવણ માસ દરમ્યાન શિવ નો વાસ પૃથ્વી પર હોય છે અને એ દરમ્યાન કરેલી શિવ ભક્તિ પૂજન અર્ચન લાભ કારી રહે છે.

આજે વડોદરા શહેરના શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. લાલબાગ ખાતે આવેલ કાશીવિશ્વનાથના મંદીરમાં ભકતો શ્રાવણ માસના અંતિમ સોમવારે શિવજીની આરાધના કરી ભગવાન શિવજી ને દૂધ, પંચામૃત, શેરડીના રસનો અભિષેક કર્યો હતો. મનુષ્ય જીવન અનેક પીડાઓ થી પીડાતું હોય છે કોઈ શારીરિક,કોઈ માનસિક,કોઈ,આર્થિક,કોઈને સંતાન સંબંધી,કોઈ ને પારિવારિક કે ક્લેશ પ્રત્યેક પીડા કોઈક ને કોઈક મનુષ્યોમાં જોવા મળતી હોય છે સાથે નવગ્રહો માં પાપ ગ્રહો ની પીડા વિશેષ હોય છે પ્રત્યેક ગ્રહ ભગવાન શિવ ને આધીન હોય છે અને માટેજ આ બધીજ પીડાઓ માંથી ભગવાન શિવ જ રાહત આપી શકે છે તેથી શહેરના તમામ શિવાલયોમાં આજે શહેરના નગરજનો પૂજા અર્ચના કરવા માટે ઉમટી પડ્યા હતા. ભક્તોએ તેમની આસ્થા શિવ વંદના અને શિવજીનુંપૂજન અર્ચન કર્યું હતું.

Most Popular

To Top