National

કોહિનૂર હીરા માટે ફરી ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ, લાહોર હાઇકોર્ટમાં પિટિશન દાખલ

સામાન્ય રીતે પડોશી દેશ ભારત-પાકિસ્તાન (India-Pakistan) વચ્ચે અવાર-નવાર યુદ્ધ (War) ચાલતું જ રહે છે ત્યારે આ વખતે આ યુદ્ધ ફરી એક વખત કોહિનૂર હીરા (Kohinoor diamond) માટે શરૂ થયું છે, જેમાં પાકિસ્તાન દ્વારા ફરી દાવો કરવામાં આવ્યો છે.

વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત હીરાની ઓળખ પર ફરી યુદ્ધ છેડાયું હતું અને કહેવામાં આવ્યું છે કે, મંગળવારે પાકિસ્તાનના લાહોર હાઇકોર્ટ (Lahor high court)માં બ્રિટનની મહારાણી એલિઝાબેથ II ના આ હીરાની પરત માંગવાની અરજી કરવામાં આવી હતી. અરજદારે કહ્યું કે સરકારે કોહિનૂરને પાછા લાવવા પગલાં ભરવા જોઈએ. જો કે લાહોર હાઇકોર્ટે અરજદારને પોતાનો કેસ 16 જુલાઇના રોજ રજૂ કરવા જણાવ્યું છે. અરજદાર વકીલ જાવેદ ઇકબાલે પોતાની અરજીમાં ભારપૂર્વક જણાવ્યું છે કે તેમને એવી માહિતી મળી છે કે ભારત કોહિનૂરને પાછા લાવવા પ્રયાસો કરી રહ્યું છે. તેમણે હાઈકોર્ટને વિનંતી કરી કે, સરકારે કોહિનૂરને પાકિસ્તાન પાછા લાવવાના પ્રયાસો વધુ તીવ્ર બનાવવું જોઈએ. ઇકબાલે જણાવ્યું હતું કે બ્રિટનના લોકોએ આ હીરો દલીપસિંહ પાસેથી છીનવી લીધો હતો અને તે સાથે લંડન લઈ ગયો હતો.

108 કેરેટનો હતો કોહિનૂર હીરો
ઇકબાલે કહ્યું કે બ્રિટીશ રાણીનો આ હીરા ઉપર કોઈ અધિકાર નથી અને તે પંજાબની સાંસ્કૃતિક ધરોહર તેમજ અહીંના અખંડ વારસાનો જ એક ભાગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત દેશ પણ વિશ્વના સૌથી પ્રખ્યાત હીરામાંનો એક કોહિનૂર હીરો પાછો લાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ હીરો હાલમાં ‘ટાવર ઓફ લંડન’માં પ્રદર્શિત છે. અને એક અંદાજ મુજબ આ હીરો લગભગ 108 કેરેટનો છે. 2010 માં, તત્કાલીન બ્રિટીશ વડા પ્રધાન ડેવિડ કેમેરોને ભારતની મુલાકાત દરમિયાન અહેવાલ આપ્યો હતો કે જો બ્રિટન હીરો પરત આપવાની સંમતિ આપે તો બ્રિટીશ મ્યુઝિયમ સંપૂર્ણ ખાલી થઈ જશે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે હીરાને બ્રિટિશરો દ્વારા બળજબરીથી છીનવી લેવામાં આવ્યો ન હતો અથવા ચોરી કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેને પંજાબના શાસકોએ ઇસ્ટ ઈન્ડિયા કંપનીને ભેટ તરીકે આપી દીધો હતો.

જો કે હાલ આ હીરો લાવવામાં ઘણા કાનૂની અને તકનીકી અવરોધો છે, કારણ કે તે આઝાદી પૂર્વેના સમયગાળાનો છે અને આ રીતે એન્ટિક્વિટીઝ એન્ડ આર્ટ પ્રોપર્ટી એક્ટ, 1972 ના કાર્યક્ષેત્રમાં આવતો નથી.

Most Popular

To Top