Dakshin Gujarat

આખો પરિવાર બહાર જમવા જતો ત્યારે પરિણીતાને લઈ ન જતા, તેને આ કામ કરવાનું કહેતા- ભરૂચનો કિસ્સો

કામરેજ: (kamrej) કામરેજના ખોલેશ્વર ગામે માહ્યાવંશી ફળિયામાં પોતાના માતા-પિતાનાં (Mother Father) ઘરે બે સંતાનો (Children) સાથે રહેતી પરિણિતાએ સાસરિયાઓ (In-Laws) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. સાસરિયા પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપીને દહેજની (Dowry) માંગણી કરતાં સુરત જિલ્લા મહિલા પોલીસ મથકમાં (Women’s Police Station) પતિ, સાસુ, સસરા અને બે નણંદ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • ભરૂચની પરિણીતાને સાસરિયાંએ ત્રાસ આપી દહેજની માંગ કરતાં પોલીસ ફરિયાદ
  • પરિણિતા પોતાના માતા-પિતાનાં ઘરે બે સંતાનો સાથે રહે છે
  • આખો પરિવાર જ્યારે બહાર જમવા જતો ત્યારે પરિણિતાને ઘરે મુકીને જતા
  • પતિ-પત્ની મનાલી ફરવા ગયા હતાં તે સમયે સાસરિયાઓએ ઝઘડો કર્યો હતો

કામરેજના ખોલેશ્વર ગામે માહ્યાવંશી ફળિયામાં બિનીતા ગીરીશભાઈ પરમાર માતા-પિતાનાં ઘરે સંતાનો સાથે રહે છે. ગત તા.28-4-2008ના રોજ ભરૂચ ખાતે ઝાડેશ્વર રોડ પર આવેલી સંકેત સોસાયટીમાં મકાન નં.15માં રહેતા મનુભાઈ પરમારના પુત્ર દેવાંગ સાથે તેનાં લગ્ન થયાં હતાં. લગ્ન બાદ ભરૂચ ખાતે પતિ-પત્ની તેમજ સાસુ ચંપાબેન, સસરા મનુભાઈ સાથે રહેતાં હતાં. લગ્નજીવન દરમિયાન બે બાળકો છે. લગ્ન બાદ પતિ-પત્ની મનાલી ખાતે ફરવા માટે ગયાં હતાં, ત્યારે નાની બાબતે ઝઘડો કરતાં હતાં. સાસુ ઘરના કામ બાબતે ઝઘડો કરતાં અને ગર્ભ રહેતાં પતિ તેમજ સાસુ અને સસરા તારે નદી ઓળંગીને તારા પિયર જવાનું નહીં તેમ કહેતાં હતાં. બે બાળકોનાં જન્મ બાદ વર્ષ-2014માં પરિણીતા અલગ રહેવા માટે જતી રહી હતી.

પરિણીતાને સાસરીમાંથી કોઈ સામાન ન આપતાં પતિને સામાન બાબતે જણાવતાં તારા બાપ પાસેથી રૂપિયા લઈ આવ તેમ કહેતાં પરિણીતા પિયરમાંથી દસ હજાર રૂપિયા મંગાવીને સામાન લાવી હતી. પતિ વારંવાર મારતાં હોવાથી પરિણીતા બંને સંતાનને લઈને પિયરમાં જતી રહેતાં બે વાર સમાધાન કરીને લઈ આવ્યા હતા. પરિણીતાની બે નણંદ કિન્નરીબેન સોલંકી (રહે.,ગોરવા, જિ.વડોદરા) અને ભાવિકા નીતિન પરમાર (રહે.,દત્તકૃપા સોસાયટી, તરસાડી, કોસંબા, તા.માંગરોળ) રહેવા માટે આવતી ત્યારે બહાર-જમવા માટે આખો પરિવાર જતો ત્યારે પરિણીતાને લઈ ન જઈ પતિને છૂટાછેડા આપી દેવાનું જણાવતી હતી. આમ, તમામ સાસરિયા પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ આપીને દહેજની માંગણી કરતાં સુરત જિલ્લા મહિલા પોલીસમથકમાં પતિ, સાસુ, સસરા અને બે નણંદ સામે ફરિયાદ નોંધાવી હતી.

Most Popular

To Top