SURAT

VIDEO: અડાજણમાં ઇનોવા કાર ધડાકાભેર BRTSના ડિવાઈડર સાથે ભટકાઈ, ટોળું ભેગું થઈ ગયું

સુરત: શહેરના અડાજણ-પાલ વિસ્તારમાં એક આધેડે પોતાની લકઝરી કાર BRTSના ડિવાઈડર સાથે ભટકાવી અકસ્માત કરતા લોકો ભેગા થઈ ગયા હતા. ધડાકાભેર અકસ્માત બાદ કાર પલ્ટી મારી જતાં ભારે નુકસાન થયું હતું. જોકે, કાર ડ્રાઈવ કરનાર આધેડનો ચમત્કારિક બચાવ થયો હતો.

  • કાર અને ડિવાઈડરના ભુક્કા બોલી ગયા
  • કાર ડ્રાઈવ કરતા આધેડનો ચમત્કારિક બચાવ

નજરે જોનાર લોકોએ કહ્યું હતું કે ઘટના અડાજણ-પાલ વિસ્તારમાં બની હતી. ઇનોવા કાર (જીજે 05 સીએચ 2053) નો જોરદાર અકસ્માતનો અવાજ સાંભળી એક ક્ષણ માટે તો લાગ્યું ડ્રાઇવર નહીં બચ્યો હોય. અકસ્માત બાદ કાર પલ્ટી મારી ગઈ હતી. કાર બીઆરટીએસ ડિવાઈડર સાથે ભટકાઈ હતી. પૂરઝડપે દોડી રહેલી ઇનોવા કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઇડર સાથે ભટકાઈને પલ્ટી મારી ગઈ હતી. કારમાં સવાર આધેડનો ચમત્કારિક બચાવ થયો હતો. ઇનોવા કાર એકાએક પલ્ટી મારી જતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.

કારનો ચાલક સુધીર ચામનેરીયા હોવાનું જાણવા મળ્યું છે. ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. ઇનોવા કાર એકાએક પલટી મારી જતા ચાલકનો જીવ તાળવે ચોંટી ગયા હતા. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અકસ્માતના પગલે ડિવાઇડરના ભુક્કા બોલી ગયા હતાં. બીઆરટીએસ ગ્રીલની સાથે ઇનોવા કારને પણ નુકશાન થયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પાલમાં ડ્રાઈવિંગ શીખતી મહિલાએ ડિવાઈડર સાથે કાર ભટકાવી
જ્યારે અન્ય ઘટનામાં પાલ ગેલેક્સી સર્કલ નજીકની હતી. એક મહિલા કાર ડ્રાઈવ શીખતી હતી ત્યારે મહિલાએ કારના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બેકાબુ બનેલી કારે ફૂટપાથ પર ઉભેલી 2 બાઇકને અડફેટે લીધી હતી. જોકે સદનશીબે કોઈ જાનહાની નોંધાય ન નહીં, ઘટનાના પગલે લોકોના ટોળા સ્થળ પર ભેગા થઈ ગયા હતા. સમગ્ર મામલો પાલ પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. જ્યાં પોલીસે મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top