Sports

અંક જયોતિષીમાં શુભાંકને અનુસરતા ભારતીય ક્રિકેટર્સ

ધોની ૭, કોહલી ૧૮, રોહિત શર્મા ૪૫, રવિચંદ્રન અશ્વિન ૯૯ નંબરની જર્સી જ કેમ પહેરે છે?
ક્રિકેટમાં દરેક ખેલાડી પોતાની જર્સી પાછળ એક નંબર લખાવડાવે છે. આ નંબર કાંઇ અમથા નથી હોતા. તેની પાછળ કોઇ કનેકશન હોય છે. આમ તો નંબર ટીમ મેનેજમેન્ટ તરફથી મળે છે, પણ ખેલાડીઓ પોતાની રીતે નંબર પસંદ કરે છે. કેટલાક નંબર નથી પણ લખાવતા. ધોની ૭ નંબરની વિરાટ કોહલી ૧૮ નંબરની ને રોહિત શર્મા ૪૫ નંબરની જર્સી પહેરે છે. આ જ નંબરની તેઓ કેમ પહેરે છે?
વિરાટ કોહલી-૧૮
વિરાટ કોહલી જયોતિષના કારણે નહીં, પણ પિતાની સ્મૃતિ સાથે રાખવા આ નંબરની જર્સી પહેરે છે અને તે થાય છે પિતા તેનો આધાર બની રહેશે. વિરાટ કોહલી ૧૮ નંબરની જર્સી પહેરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમે છે કારણ કે તેના પિતાનું અવસાન ૧૮ ડિસેમ્બર ૨૦૦૬ ના રોજ થયેલું. ૧૮ એટલે ૧+૮=૯. કોહલી આ નંબરનો લકી ચાર્મ માને છે.

મહેન્દ્રસિંહ ધોની-૭
ધોનીની આ નંબરની જર્સી ખૂબ ફેમસ થઇ ગઇ છે. ધોની આ નંબરને લકી માને છે. તેનો જન્મદિવસ જુલાઇની એટલે કે વર્ષના ૭ મા મહિનાની ૭ મી તારીખે આવે છે અને એટલે તે ‘૭’ નો સાથ છોડતો નથી.
રોહિત શર્મા-૪૫
રોહિત શર્મા હમણાં આઈપીએલમાં અપેક્ષા પ્રમાણે નથી રમી શકયો પણ ૪૫ નંબર તેની સાથે છે. તેનું કારણ એ કે તે જયારે અંડર-૧૯ ટીમની સાથે વર્લ્ડ કપ રમવા જઇ રહ્યો હતો ત્યારે મા એ આ નંબર પસંદ કરી આપેલો. ધાર્મિક મિજાજની મા એ આપેલો આ નંબર રોહિત માટે ખાસ બની ગયો છે.

આર અશ્વિન-૯૯
ભારતીય ટીમમાં સ્પિનર તરીકે અત્યંત પ્રભાવક આર અશ્વિન ૯૯ નંબરની જર્સી પહેરે છે એટલે કે ૯+૯=૧૮ અને ૧+૮=૯. આ નંબર અશ્વિનને ગમે છે. સ્કૂલમાં પણ તેનો રોલ નંબર ૯ જ હતો. બસ, તેના મગજમાં ‘૯’ નંબર નસીબવંતો બની ગયો છે એટલે તેણે તેના ટવિટર હેન્ડલનું નામ પણ @aswinravi99 રાખ્યું છે.
રવીન્દ્ર જાડેજા-૮
રવીન્દ્ર જાડેજાની જર્સીનો નંબર ૮ છે, તેની જન્મ તારીખ ૬-૧૨-૧૯૮૮ છે. આ તારીખને જોડશો તો કુલ યોગ ૪૪ બને છે. ૪+૪=૮. બસ, આ કારણે જાડેજા ૮ નંબરની જર્સી પહેરે છે ને જય માતાજી બોલે છે.

Most Popular

To Top