સુરત: કોરોના (Corona) મહામારીના પગલે શહેરમાં રાત્રિ કર્ફ્યુંનો (Night curfew) સમય વધારી દેવામાં આવ્યો છે. ત્યારે બુટલેગર (Bootlegger) અને અસામાજિક તત્વોને (Antisocial elements) કોઈ ફરક જ ન પડતો હોય તેમ રાત્રિના સમયે ખુલ્લેઆમ દાદાગીરી કરવા નીકળી પડે છે. આવો જ એક કિસ્સો શહેરના ઉધના વિસ્તારમાંથી સામે આવ્યો છે જ્યાં રાત્રિના સમયે ત્રણ ઈસમોએ ચાની લારી (Tea Stall) પાસે ઉભેલા એક ઈસમ પર દેશી તમંચા (gun) સાથે હુમલો (Attack) કર્યો હતો.
બે હુમલાખોરોને પકડીને લોકોએ માર માર્યો હતો, એકની હાલત કટોકટ
સુરત (Surat) શહેરના ઉધના (Udhana) વિસ્તારમાં માથાભારે બુટલેગર રાજુ પર શુક્રવારે રાત્રિના નવ વાગ્યાના અરસામાં એક બાઈક પર આવેલા ત્રણ જણાએ તમંચામાંથી ફાયરિંગ (Firing) કરતાં ચકચાર મચી ગઈ હતી. જો કે, ગોળી રાજુના ખભાના ભાગે વાગી હતી. તેમજ બૂમાબૂમને પગલે ભેગા થઇ ગયેલા લોકોએ ત્રણ પૈકી બેને ઝડપી લીધા હતા અને બંનેને ઢોરમાર મારતાં જેણે ફાયરીંગ કર્યું હતું તેની હાલત કટોકટ હોવાનું જાણવા મળી રહ્યું છે. હરિઇચ્છાનગર પાસે ચાની દુકાન પર ઊભો હતો ત્યારે બાઇક (Bike) પર આવેલા ત્રણ જણાએ દેશી તમંચાથી ફાયરિંગ કર્યું હતું
અંગત અદાવતમાં થયો હતો હુમલો
વિસ્તૃત વિગતો મુજબ પાંડેસરાના નાગસેનનગરમાં રહેતો બુટલેગર રાજુ વાંકોડે ઉધનાના હરિઇચ્છાનગર પાસે શેટ્ટી ટી સેન્ટર નામની ચાની લારી પર ઊભો હતો. ત્યારે એક બાઈક પર ઘસી આવેલા ત્રણ શખ્સે ફાયરિંગ કર્યું હતું. જેમાં ગોળી રાજુને ખભામાં વાગી હતી. ફાયરિંગના અવાજને પગલે આજુબાજુના લોકો ભેગા થઇ ગયા હતા અને હુમલો કરવા આવેલા શખ્સો પાછળ દોડ્યા હતા, જેમાં બે શખ્સ હાથમાં આવી જતાં ઢોરમાર માર્યો હતો. જેમાં જેણે ફાયરિંગ કર્યું હતું તેની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળે છે. રાજુ અને હુમલાખોરને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે. રાજુ વાંકોડે પર અંગત અદાવતમાં હુમલો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાહુલ એપાર્ટમેન્ટ અથવા પ્રવીણ રાઉતનો પણ આ હુમલા પાછળ હાથ હોઈ શકે છે. ઉધના પોલીસ વધુ તપાસ (Investigation) કરી રહી છે.