વડોદરા: ભરબપોરે સરનામા પુછવાના બહાને હાઈવે પર વાહનચાલકોને ધાકધમકી આપીને લુંટફાટ કરતી ચાર ઈસમોની ગેંગને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બે લૂંટના ગુનાના ભેદ ઉકેલી નાખ્યા હતા. ડભોઈથી બાઈક પર વડોદરા આવી રહેલા યોગેન્દ્ર જસવંત વજીર રજપુત ફળીયા માંડવા ફુલવાડી ડભોઈ હાઈવે સ્થિત કપુરાઈ નજીક પહોંચતા જ ચાર ઈસમોએ રોકયા હતા.
લીફટ આપવાના બહાન યુવાનને ઉભા રાખીને ધાકધમકીઆપતા લુંટારૂઓએ ગડદાપાટુનો મા મારીને યોગેન્દ્રનું રીક્ષામાં અપહરણ કર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ફેરવીને યોગેન્દ્રનો મોબાઈલ રોકડ તથા મહત્વના કાગળ સહિત 15,500 ની લુંટ કરીને યોગેન્દ્રને રસ્તા વચ્ચે ઉતારી મુકયો હતો.
વધુ એક બનાવમાં કપુરાઈ નજીક ગીરનાર હોટલ પાસે બન્યોહતો. સુરત નજીક ઉધના ડીંડોલી ની ગોકુલધામ સોસાયટીમાં રહેતા મેહુલ ધનરાજ લુહારને લુંટારુ ટોળકીએ શીકાર બનાવ્યો હતો. પોતાની પત્નીને પીયરમાંથી તેડી જવા આવેલા મેહુલને લુંટારૂઓએ રસ્તો પુછવાના બહાને આંતરીને ધોલધપાટ કરી હતી. અને 3 હજારની કીંમતનો મોબાઈલ લુંટી લીધો હતો.
મકરપુરા પોલીસ મથકે એક જ કલાકમાં બે હાઈવે રોબરીની રીક્ષા તથા લુંટારૂના વર્ણન આધારે ફરીયાદ દાખલ થતા જ સ્ટાફ એકશનમાં આવી ગયો હતો. પીએસઆઈ સી એમ ગઢવીએ તપાસનો દોર સંભાળતા હાઈવે સ્થિત સીસીટીવી કેમેરામાં રીક્ષા કેદ થઈ ગઈ હતી. નંબર આધારે તુરંત પોલીસે માલીકના નામ ઠામ મેળવીને પુછતાછ કરતા રીક્ષાચાલક દિનેશ ઉર્ફે બચુ ભાઈલાલ બજાણીયા, રહેવાસી વુડાના મકાનમાં માંજલપુર, શિવા મફત તડવી, રહેવાસી જાંબુવા, રાજેશ નારાયણ વસાવા, રહેવાસી રાજા આમલેટની લારી, બરોડા ડેરી સર્કલ પાસે અને જયેશ જયંતીભાઈ વસાવા પંચદેવનગર અલવાનાકા માંજલપુર, લુંટના મુદ્ામાલ સહીત ઝડપી પાડયા હતા.