SURAT

કોરોનાની અસર: સુરતમાં વાહનોના વેચાણમાં ઘટાડો પણ એમ્બ્યુલેન્સના વેચાણમાં 60 ટકાનો વધારો

સુરત: કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેર (corona second wave)ને લીધે સુરત (Surat)માં વાહનોના વેચાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. જોકે કોરોના મહામારી (Epidemic)ને લીધે એમ્બ્યુલેન્સ (Ambulance)ના વેચાણ (Selling)માં 60 ટકાનો વધારો નોંધાયો છે.

કોરોનાની મહામારીમાં 108 એમ્બ્યુલેન્સ તેના પીક સમયે 2-2 કલાક સુધી દર્દીઓને લઇ જવા માટે વેઇટિંગ (waiting) દર્શાવતી હતી. તેને લઇને સામાજિક સંસ્થાઓ પણ હોસ્પિટલોને એમ્બુલન્સ દાનમાં આપતા એકજ વર્ષમાં નવી 29 એમ્બુલન્સ નોંધાવી છે. જ્યારે સેકન્ડ હેન્ડ વાહન એમ્બુલન્સમાં તબ્દીલ થઇને ટ્રાન્સફર થયા હોય તેવા વાહનોની સંખ્યા 51 થઇ છે. એટલે કે કોરોનામાં જે વાહનની સર્વાધિક જરૂરિયાત હતી. તેની નોંધણી વધુ થઇ છે. જ્યારે છેલ્લા એક દાયકામા સૌથી ઓછી સ્કૂલ બસ (School bus),પેસેન્જર બસ અને સ્કૂલવેનની નોંધણી 2020-21માં નોંધાઇ છે. માત્ર એક નવી સ્કૂલ વેનની નોંધણી થઇ છે. જ્યારે 2 પેસેંજર બસ, 5 સ્કૂલ બસ, 7 ટેક્સી અને 222 નવી ઓટો રિક્શા (Auto riksha)ની નોધણી થઇ છે.

સુરત આરટીઓ (Surat RTO)ના સુત્રોના જણાવ્યા મુજબ, વર્ષ 2012થી મોટરકારની સંખ્યામાં વધારો નોંધાતો રહ્યો છે. 2016થી 2020ના માર્ચના અંત સુધી પ્રત્યેક વર્ષે જ્યાં30 હજાર કાર સુરત શહેર અને જિલ્લામાં નવી ઉમેરાતી હતી. તે સંખ્યા ઘટીને 2020-21 દરમિયાન 16107 થઇ છે. સુરતમા પ્રત્યેક વર્ષે 1000 નવી ઓટો રિક્શા ઉમેરાતી હતી. જ્યારે કોરોનાના વર્ષમાં આ સંખ્યા ઘટીને 222 થઇ છે. એવીજ રીતે પ્રત્યેક વર્ષે સૌથી વધુ મોટર સાઇકલ રાજ્યમાં સુરતમાં વેચાતી હતી. એટલે કે પ્રત્યેક વર્ષે 1.25 લાખ મોટરસાઇકલ વેચાતી હતી. કોરોનાના વર્ષમાં તેનું વેચાણ ઘટી 61542 થયુ છે. કોરોનાના વર્ષમાં એક પણ નવી પોલીસવેન, ટેંકર અને પ્રાઇવેટ સર્વિસ વ્હીકલનું રજિસ્ટ્રેશન થયુ નથી. દરેક વાહનોનું વેચાણ ઘટ્યુ છે. સુરતમા પ્રત્યેક વર્ષે જુદા-જુદા 19 પ્રકારના 1.75 લાખ નવા વાહનો ઉમેરાતા હતા. જે સંખ્યા કોરોનાના વર્ષમાં ઘટીને કુલ 81848 નોંધાઇ છે. આરટીઓની આવકમાં વાર્ષિક 48 ટકા સુધીનો ઘટાડો કોરોનાની પ્રથમ અને બીજી લહેરે લીધે નોંધાયો છે.

નાણાંકીય વર્ષ 2020-21માં આ વાહનો વેચાયા

વાહનનો પ્રકાર સંખ્યા

મોટરસાઇકલ 61542
કાર 16107
અન્ય લાઇટ વેહી. 2081
ઓટો રિક્શા 222
એમ્બુલંસ 29
ટ્રક્ટર 472
ટ્રેલર 79
પેસેન્જર બસ 2
સ્કૂલ બસ 5
ટેક્સી 7
પોલીસવાન 0
પ્રા.સર્વિસ વેહી 0
ટેન્કર 0
સ્ટેજ કેરેજ વેહી 7

Most Popular

To Top