Charchapatra

મનુષ્ય જીવન શું પ્રાણી કરતા પણ સસ્તુ? સ્થાનીય સત્તાધીશો અને જીવદયા પ્રેમીઓ ને

તાજેતર માં જ સુરત શહેર નાં સમાચારો માં એક સમાચાર રજૂ થયા હતા જેમાં એક દ્વિચક્રી વાહન પર પોતાને ત્યાં કામ કરતી વૃદ્ધ મહિલાને સેવા ભાવે કામનાં કલાક બાદ તેના રહેઠાણ સુધી મૂકવા જતા યુવાન નાં વાહન પાછળ કોઈ રીતે છંછેડ્યા નહીં હોવા છતાં પણ રસ્તામાં રખડતા કૂતરાઓ નું ઝુંડ ભસતું ભસતું પાછળ એવી રીતે પડ્યું કે જેથી સ્વાભાવિક રીતે યુવાન અને સાથી મહિલા સવાર ગભરાઈ ગયા અને યુવાને વાહન રોડ ડિવાઈડર પર થી કુદાવ્યું અને સાથી મહિલા નું મૃત્યુ થયું. તો સવાલ એ થાય જ કે આ ઘટના માટે જવાબદાર કોણ ? તો જવાબ એ જ સાચો લાગે કે એક તો સુરત મહાનગરપાલિકા નાં સત્તાધીશો કે જેઓ રખડતા કૂતરાઓ ની સંખ્યા ને નાથી નથી શક્યા અને તેનાથી પણ વધારે કહેવાતા જીવદયા પ્રેમીઓ કે જેઓ હંમેશા ચોપગા પ્રાણી અને પક્ષી માટે તો કામ કરે છે , પણ તે માનવ જીવન ની સલામતી ને અવગણીને. હંમેશા દલીલ કરવામાં આવે છે કે મનુષ્ય એ પ્રાણીઓ નાં વિસ્તાર માં પ્રવેશ કર્યો છે તો શું મનુષ્ય એ તેમને માટે પોતાનો જાન ગુમાવવાનો ? અને તેઓ માટે વિસ્તાર ખુલ્લો કરવાનો ? દુનિયા પર જન્મ લેનાર મનુષ્ય નો શો ગુનો ? જન્મ લેવો મનુષ્ય નાં પોતાના હાથ માં છે ? હા, પતંગ ની દોરી થી પક્ષીઓ નાં થતાં મૃત્યુ માટે જરૂર પતંગ શોખીનો જવાબદાર ગણાય.
સુરત       – પિયુષ મહેતા        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top