Charchapatra

વિકાસની રાક્ષસી ભૂખ કેટકેટલું ખાઈ જશે!

તળ સુરતના ધંધા રોજગાર..ગાંધીબાગ, લાલા લજપતરાય બાગ,  કસ્તુરબા બાગ, સુરતીઓનું રંગીન યાદગાર નાટ્યગૃહ રંગઉપવન, ગાંધી સ્મૃતિભવન , વિવેકાનંદનું પૂતળું , કિલ્લાની રોનક, ચોકની રામભરોસેવાળી એન્ડ્ર્રુઝ લાઇબ્રેરી, જુનું દેવળ , ક્લોક ટાવરની કદાવરતા , સિનેમા રોડની ઝાકઝમાળ , આટઆટલું ઓહિયા કર્યા પછી પણ , શહેરના કેટલાય ભરચક વિસ્તારોની ફૂટપાથ  ઉપરનાં દબાણો , ચૌટાબજારની જુની જાણીતી હપ્તાખોરી , જુના આર્યસમાજ હોલની  સામે,પારેખ ટેક્નિકલ શાળા પાસેની બારમાસી ગંદકીના ઢગલા, સેન્ટ્રલ ઝોનના માથાફરેલ લારીગલ્લાવાળાનો ત્રાસ, કાયદેસરના અને ગેરકાયદેસરના રીક્ષાના અડ્ડા… છતાંય આવાં નજરે પડતાં દબાણો દૂર કરી નથી શકતા? 

એવા સાવ જ જાણે નમાલા  અને મીલીભગતના માલેતુજારોનો પરમ સાક્ષી બની બેઠેલો બોસ જેવો બોગસ વિકાસ પણ ખરેખર આંધળો હોવાનો ઢોંગ કરી મહિને દહાડે , ચૂંટણીઓ ટાણે ખાસ્સી એવી ઉપલકની રકમ ગજવે ઘાલતો જ રહ્યો છે ત્યારે સમગ્ર સુરત શહેરમાં બિનજરૂરિયાતનાં રંગરોગાન કરતા ,બેફામ ખર્ચાળ અધિકારીઓ – કર્મચારીઓના હપ્તા ઉઘરાવતા એજન્સીવાળાના રોજિંદા નોકર ચાકરોના સીધા જ હાથા બની ગયા હોવાનું ફલિત થઇ રહેલ છે. વીર કવિ નર્મદની હાલની અર્ધ જાગૃત અને કુંભકર્ણ નિદ્રામાં પોઢેલી નગરી ને હવે.. કર્મઠ અને બાહોશ મર્દ  અધિકારીઓ, કર્મચારીઓની તાતી  જરૂરિયાત છે.
સુરત – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top