SURAT

પોલીસના 13 સહિત 125થી વધુ અશ્વોના સેમ્પલ પરિક્ષણમાં મોકલાયા

સુરત: શહેરમાં અશ્વોમાં (Horses) જોવા મળેલા ગ્લેંડર રોગચાળાની (Glander Epidemic) દહેશત બાદ અત્યાર સુધી કુલ 125 થી વધારે ઘોડાઓના સેમ્પલ (Sample) પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં સુરત પોલીસના 13 ઘોડાઓના સેમ્પલ પણ હિસાર ખાતે મોકલી અપાયા છે. સુરત જિલ્લાના પશુપાલન વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અશ્વોમાં ગ્લેંડર રોગચાળો પગપસેરો કરી રહ્યો છે. અત્યાર સુધી 125 થી વધારે ઘોડાઓના સેમ્પલ લઈને હરિયાણાના હિસાર (Haryana Hisar) ખાતે લેબ પરિક્ષણ (Lab test) માટે મોકલી આપવામાં આવ્યા છે. શહેરમાં છ ઘોડાઓમાં ગ્લેંડર ડિસિઝના લક્ષણો છ ઘોડાઓમાં આવતા શહેરના લાલ દરવાજા વિસ્તાર તથા જિલ્લાના તમામ પશુ ચિકિત્સકો દ્વારા રેન્ડમ સેમ્પલ બે દિવસ લેવામાં આવ્યા હતા.

  • શિવરાત્રિની રજામાં પણ સેમ્પલિંગની કામગીરી ચાલુ રહી
  • પોલીસના 13 સહિત 125થી વધુ અશ્વોના સેમ્પલ પરિક્ષણમાં મોકલાયા
  • ઘોડાઓના સેમ્પલ લઈને હરિયાણાના હિસાર ખાતે પરિક્ષણ માટે મોકલાયા

સૂત્રો મુજબ અંદાજિત ૧૨૫ જેટલા રેન્ડમ સેમ્પલ લીધા બાદ આજ રોજ શિવરાત્રિની જાહેર રજાના દિવસે પણ સેમ્પલ લેવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. સોમવારે પણ સર્વેલન્સ અને સેમ્પલિંગની કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. પશુપાલન વિભાગના તબીબ ડો.અશોક કુંભાણીના જણાવ્યા મુજબ જાહેર રજા હોવા છતાં બે દિવસ દરમિયાન લેવાયેલા સેમ્પલને લેબ પરિક્ષણ માટે પ્રથમ અમદાવાદ અને ત્યાંથી હરિયાણા સ્થિત હિસાર મોકલવામાં આવશે.આજરોજ આ સેમ્પલોલેબ નિરીક્ષણ માટે રવાના કરવામાં આવ્યા હતા.

અશ્વોની સેમ્પલ લેવાની પ્રક્રિયામાં 10થી 12 દિવસનો સમય લાગે છેપશુ-ચિકિત્સક
અત્યારે જેટલા પણ અશ્વો છે તેનાં સેમ્પલ લેવાનાં શરૂ કરવામાં આવ્યાં છે. અમારી ટીમ દ્વારા 20 અશ્વોના સેમ્પલ લેવાયા છે. અશ્વના જે બ્લડ સેમ્પલ લેવામાં આવે છે. ત્યારબાદ તેને અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવતા હોય છે. અમદાવાદ થી આ સેમ્પલ ને હરિયાણા ની કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરેલી લેબમાં તપાસ અર્થે મોકલી દેવામાં આવે છે અને ત્યાંથી આ રિપોર્ટ આપવામાં આવતો હોય છે. આ સમગ્ર પ્રક્રિયાને પૂર્ણ થવામાં 10 થી 12 દિવસનો સમય લાગે છે. અગાઉ જે 6 અશ્વનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. તે પ્રક્રિયા પૂર્ણ થવામાં 15 દિવસનો સમય લાગ્યો હતો.

ડેપ્યુટી પોલીસ કમિશ્નર હેડક્વાર્ટર અને એડમિનિસ્ટ્રેટીવ સરોજકુમારીએ જણાવ્યું હતું કે, ગ્લેંડર રોગચાળામાં પોલીસ વિભાગના ઘોડાઓમાં આ રોગ ન પસરે તે માટે પ્રાથમિક તપાસ કરવામાં આવી છે. ડોક્ટરોએ પ્રાથમિક તપાસમાં ઘોડા સ્વસ્થ હોવાનું કહ્યું હતું. પરંતુ પ્રિકોસનરી 13 જેટલા ઘોડાઓના સેમ્પલ લઈને પરિક્ષણ માટે મોકલી આપ્યા છે.

Most Popular

To Top