National

અરુણાચલમાં આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ, બે પાઈલોટનાં મોત

નવી દિલ્હી: અરુણાચલ પ્રદેશમાં ગુરુવારે સવારે 9.15 વાગ્યે એક આર્મીનું હેલિકોપ્ટર (helicopter) કે જેનું નામ ચિત્તો હતું તે ક્રેશ (crash) થઈ ગયું હતું. પ્લેનમાં સવાર બંને પાયલોટોની મોત થઈ ગઈ હતી. આર્મીના અધિકારીઓએ આ ધટના તેમજ પાયલોટના મોત અંગેની પુષ્ટિ કરી હતી. આ હેલિકોપ્ટરે અરુણાચલ પ્રદેશથી ના બોમડિલા પાસેથી પોતાની ઉડાન ભરી હતી.

  • હેલિકોપ્ટરના ઉડાન ભર્યાના થોડાં સમયમાં જ હેલિકોપ્ટરનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો
  • આગ લાગેલી હાલતમાં હેલિકોપ્ટર મળી આવ્યું
  • અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર દુર્ઘટનાની આ પહેલી ઘટના નથી
  • હેલિકોપ્ટરે અરુણાચલ પ્રદેશથી ના બોમડિલા પાસેથી પોતાની ઉડાન ભરી હતી

હેલિકોપ્ટરના ઉડાન ભર્યાના થોડાં સમયમાં જ હેલિકોપ્ટરનો એટીસી સાથે સંપર્ક તૂટી ગયો હતો. બોમડિલાના પશ્ચિમમાં મંડલા પાસે આ હેલિકોપ્ટર ક્રેશ થયેલી હાલતમાં મળી આવ્યું હતું. ધટના અંગેની જાણ થતાં જ પાયલોટોની જાન બચાવવા માટે સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. જેકે તેઓની જાન બચાવી શકાઈ ન હતી અને તેઓની લાશ મળી આવી હતી. હાલ પાયલોટોની લાશોને પીએમ માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે.

આગ લાગેલી હાલતમાં હેલિકોપ્ટર મળી આવ્યું
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે જે ગ્રામીણ ક્ષેત્રમાં હેલિકોપ્ટરને જોવામાં આવ્યુ હતું તે જિલ્લાના અધિકારીઓને ધટના અંગેની જાણ આપવામા આવી હતી કે હેલિકોપ્ટર સાથે તેઓનો સંપર્ક તૂટી ગયો છે. દિરાંગના બંગલાજેપમાં રહેનારા લોકોએ બપોરે લગભગ 12.20 વાગ્યે હેલિકોપ્ટરને જોયું હતું જેમાં આગ લાગી હતી.

અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર દુર્ઘટનાની આ પહેલી ઘટના નથી
જણાવી દઈએ કે અરુણાચલ પ્રદેશમાં હેલિકોપ્ટર દુર્ઘટનાની આ પહેલી ઘટના નથી, ઓક્ટોબર 2022માં તવાંગમાં આવી જ ઘટના બની હતી. ત્યારબાદ આર્મીનું ચિતા હેલિકોપ્ટર અરુણાચલ પ્રદેશના તવાંગ વિસ્તાર પાસે ક્રેશ થયું અને તેમાં સવાર બે પાઈલટમાંથી એકનું મોત થયું હતું.

Most Popular

To Top