Gujarat

‘આ તો ટ્રેલર હતું!’: ગુજરાતના માથે વધુ એક આફત તોળાઈ રહી છે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને ખતરો

અમદાવાદ(Ahmedabad): ગુજરાત(Gujarat)માં વરસાદ(Rain)નાં કારણે તબાહી મચી ગઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર(Saurashtra) અને દક્ષિણ ગુજરાત(South Gujarat)માં ભારે વરસાદનાં કારણે તારાજી સર્જાઇ છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. જો કે આ તો ખાલી ટ્રેલર હતું પિક્ચર તો હજુ બાકી છે. કારણ કે હવામાન વિભાગ દ્વારા વધુ 3 દિવસ વરસાદની આગાહી(Forecast) કરવામાં આવી છે. એટલે હાલ તો વરસાદને લઇ કોઈ રાહતનાં સમાચાર હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા આપવામાં આવ્યા નથી. ગુજરાતમાં હજુ ભારેથી અતિથી અતિ ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અત્યંત ભારે વરસાદ રહેશે.

નવ જિલ્લામાં રેડ એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાત દરિયાઈ કાંઠે આગામી 48 કલાકમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહીના પગલે માછીમારો અને બંદરો માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. નવ જિલ્લામાં હજુ પણ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, દમણ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય અમરેલી, પોરબંદર, દીવ, ભરૂચ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તે સિવાય 14 જિલ્લામાં વરસાદને લઇને યલો એલર્ટ જાહેર કરાયું છે.

રાજ્યમાં ચોમાસાની સ્થિતિ
ગુજરાતમાં સિઝનનો અર્ધોઅર્ધ વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 400 મીમી વરસાદ થયો છે એટલે કે રાજ્યમાં 60 થી 80 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. વરસાદનાં કારણે અત્યાર સુધીમાં 83 લોકોના મોત થયા છે. કચ્છમાં 17 ઈંચ અને 97.76 ટકા વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં હજી સુધી સાત ઈંચ વરસાદ થયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 13 ઈંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 37 ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદને પગલે રાજ્યના 50 ડેમ પર હાઈ એલર્ટ, એલર્ટ અને ચેતવણીના સિગ્નલ આપવામાં આવ્યા છે, 50 પૈકી 27 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યાં 90 ટકા કે તેથી વધુ પાણીનો સંગ્રહ થયો છે. એ જ રીતે 12 ડેમમાં 80થી 90 ટકા પાણી ભરાતાં એલર્ટ અને 70થી 80 ટકા વચ્ચે પાણીનો સંગ્રહ થયો હોય તેવા 11 ડેમ પર વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતમાં 21 ડેમ સંપૂર્ણ છલકાયા છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમમાં અત્યારે 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

Most Popular

To Top