National

સરકાર 157 સરકારી નર્સિંગ કોલેજોની સ્થાપના કરશે

નવી દિલ્હી: કેનદ્રીય કેબિનેટે બુધવારે વર્ષ 2014થી દેશમાં સ્થાપિત થયેલી વર્તમાન મેડિકલ કોલેજોમાં 157 નર્સિંગ કોલેજોની સ્થાપનાને મંજૂરી આપી છે જેમાં રૂ. 1570 કરોડનો ખર્ચ આવશે, એમ આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું.

આ પગલાંનો ઉદ્દેશ્ય દેશમાં ગુણવત્તાસભર, પરવડી શકે તેવું અને સમાન નર્સિંગ શિક્ષણ ઉપલબ્ધ કરાવવું અને નર્સિંગ વ્યવસાયિકોને સંખ્યામાં વધારો કરવાનો છે. ખાસ કરીને તે જિલ્લાઓ અને રાજ્યોમાં જ્યાં નર્સિંગ કોલેજ ઓછા છે. આ પગલાંથી દર વર્ષે લગભગ 15,700 નવી નર્સિંગ ગ્રેજ્યુએટ બેઠકો ઉમેરાશે. દરેક નર્સિંગ કોલેજ દર વર્ષે લગબગ 100 બી. એસસી (નર્સિંગ) બેઠકો આપશે, એમ તેમણે કહ્યું હતું.

157 કોલેજો પૈકી 27 ઉત્તર પ્રદેશમાં ખુલશે, રાજસ્થાનમાં 23, મધ્ય પ્રદેશમાં 14 અને તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં 11-11 બેઠકો છે. બિહારમાં 8 નર્સિંગ કોલેજો ખુલશે જ્યારે, જમ્મુ કાશ્મીર અને ઓડિશામાં પ્રત્યેકમાં 7, આસામ, છત્તીસગઢ અને ગુજરાતમ્ં 5-5 નર્સિંગ કોલેજ ખુલશે.

સરકારની બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરા કરવાની યોજના છે
વર્તમાન મેડિકલ કોલેજો સાથે આ નર્સિંગ કોલેજોને સ્થાપિત કરવાથી હાલના માળખાગત સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ, કૌશલ્ય લેબ, ક્લિનિકલ સુવિધાઓ અને ફેકલ્ટીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની મંજૂરી આપશે.
યોજનાના દરેક તબક્કા તેમજ અમલીકરણ માટે વિગતવાર સમયરેખા સાથે બે વર્ષમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સરકારની યોજના છે.

Most Popular

To Top