SURAT

સુરત: પતિ જેલમાં જતાં હિન્દુ યુવતી સાથે મુસ્લિમ પતિના બે મોટા ભાઈઓએ દુષ્કર્મ કર્યું

સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં લવ જેહાદનો એક ભયાનક કિસ્સો સામે આવ્યો છે. આશરે 23 વર્ષની હિન્દુ યુવતીને વિધર્મીએ પ્રેમજાળમાં ફસાવી લગ્ન તો કર્યા પરંતુ બાદમાં અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું તેણીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી તેનું ધર્મ પરિવર્તન કરાવડાવ્યું અને પછી પરિવારે ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું. તેવામાં તેનો પતિ વાજીદ જેલમાં જતા તેના મોટા ભાઈ જાવેદ અને આરીફે મળીને ઘરમાં જ યુવતીને ધાકધમકી આપીને તેની શારીરીક છેડતી શરૂ કરી હતી. અને જ્યારે ઘરમાં કોઇ ન હોય તે વખતે તેઓ અલગ અલગ સમયે યુવતીની મરજી વિરૂધ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી શારીરિક શોષણ કરવા લાગ્યા હતા.

જે બાબતે યુવતીએ તેના સાસુ-સસરા તથા જાવેદની બે પત્ની શબાના અને મુસ્કાનને વાત કરી હતી. તો તેઓએ યુવતીને એવું કહ્યું હતું કે ‘હમારે મેં યે સબ હોતા રહેતા હે’. આ સાંભળી યુવતી ચોંકી ગઈ હતી. તેના બંને જેઠે આશરે એક વર્ષ સુધી યુવતીને ધાકધમકી આપી ઘરના ઉપરના રૂમમાં અલગ અલગ સમયે દુષ્કર્મ આચર્યું હતું. જે ત્રાસ અસહ્ય બનતાં છેવટે યુવતી પોલીસ પાસે પહોંચી અને વિધર્મી પરિવારની સામે ફરિયાદ નોંધાવી હતી.

લીંબાયત વિસ્તારમાં આશરે 23 વર્ષીય યુવતી તેની માતા સાથે એકલી રહેતી હતી. આ યુવતી છેલ્લા 6 વર્ષથી વાજીદ ઉર્ફે ચીયા ઐયુબ મલેકના સંપર્કમાં હતી. વાજીદ મલેકે યુવતીને લલચાવી-ફોસલાવીને લગ્નની લાલચ આપી હતી. અને આવાર-નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ લગ્ન કરીને સંયુક્ત પરિવારમાં રહેવા માટે તેના ઘરે લઇ ગયો હતો. જ્યાં યુવતીને બે માસ સુધી સારી રીતે રાખી હતી.

યુવતી હિંદુ હોવાથી તેને મંદિરમાં જવાની ના પાડી હતી. અને બળજબરી પુર્વક મુસ્લિમ ધર્મ અપનાવવા માટે દબાણ કરીને ઘર્મ પરિવર્તન કરાવ્યું હતું. યુવતીનું હિન્દુ નામ બદલીને મુસ્લિમ ધર્મ અનુસાર તેણીને જોયા કહીને બોલાવતા હતા. યુવતીને મુસ્લીમ ધર્મ મુજબ નમાઝ પઢવા અને કુરાન વાંચવા માટે દબાણ કરી માનસિક ત્રાસ આપવાનુ શરૂ કરાયું હતું. બાદમાં યુવતીને ઘરકામની નાની-નાની બાબતોમાં બધા મહેણા ટોણા મારતા હતા.

વાજીદ સાથે યુવતીએ તેના માતા-પિતાની મરજીની વિરૂધ્ધમાં નિકાહ કર્યા હોવાથી તેના ભાઈ બહેનો તેની સાથે બોલતા નહોતા. જેને લીધે વિધર્મી પરિવાર વધુ ત્રાસ આપતો હતો. યુવતીની બંન્ને જેઠાણીઓ સાથે મળીને તેને ઘરના કામકાજ બાબતે હેરાન પરેશાન કરતા હતા.

આ બાબતે યુવતીએ પતિને કહેતા વાજીદે તેના ઘરના સભ્યનો પક્ષ લઇને ‘તુ મેરે માતા-પિતા, ભાભી કે સામને કુછ ભી બોલેગી યા સામને હોગી તો મેં તેરે કો માયકે ભેજ દુંગા’ તેમ કહી ધાકધમકી આપી માર માર્યો હતો. પતિ અને સાસરીયાઓના ત્રાસથી કંટાળી યુવતી મધ્યપ્રદેશ તેના ભાઈ સાથે રહેવા જતી રહી હતી. પરંતુ થોડા દિવસ પછી તેનો પતિ લેવા આવતા તે પરત લિંબાયત આવી ગઈ હતી.

આ દરમિયાન તેન પતિ જેલમાં જતાં બંને જેઠ દ્વારા તેણીની જિંદગી નરક બનાવી દેવામાં આવી હતી. પતિના બંને ભાઈઓ દ્વારા વારંવાર તેણી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આખરે કંટાળીને યુવતીએ તેના પતિ વાજીદ ઉર્ફે ચીયા ઐયુબ મલેક, સસરા ઐયુબ મલેક, સાસુ ફરીદા ઐયુબ મલેક, જેઠ જાવેદ ઐયુબ મલેક, જેઠ આરીફ ઐયુબ મલેક, બે જેઠાણી શબાના જાવેદ મલેક અને મુસ્કાન જાવેદ મલેક (તમામ રહે.પ્લોટ નં.૩૬, ગલી નં.૦૨, સરદારનગર, રૂસ્તમપાર્ક-બી ની પાસે, લીંબાયત) ની સામે ફરિયાદ નોંધાવી છે.

યે બચ્ચા મેરા નહીં હે, તુ યે બચ્ચા ગીરા દે
વાજીદ પંદર મહિના પછી જેલમાંથી છુટીને ઘરે આવ્યો ત્યારે યુવતીએ તેના બંને જેઠની કરતૂત પતિને કહી હતી. પરંતુ યુવતીની વાત માની ન હતી અને ઉપરથી તેણી પર આક્ષેપો કર્યા હતા. જેલમાંથી જામીન ઉપર છુટીને ઘરે આવ્યાના એકાદ મહિના પછી યુવતીને વાજીદ થકી ગર્ભ રહ્યો હતો. યુવતીએ પતિને વાત કરતા પતિએ ‘યે બચ્ચા મેરા નહિ હે, તુ યે બચ્ચા ગીરા દે, તેમ કહી યુવતીએ માર મારતો હતો.

સાજીદ સામે અગાઉ પણ પોક્સો અને છેડતીની ફરિયાદો
સાજીદ રીઢો ગુનેગાર છે. તેની સામે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં વેપારી ઉપર હુમલો કરીને રિવોલ્વર બતાવી હતી. તેને 15 વર્ષની તરૂણીની છેડતી કરી હતી. અને મારામારી ધમકી આપવા સહિતના અનેક ગુના તેની સામે છે. આ ગુનાઓમાં તે જેલવાસ ભોગવી આવ્યો છે.

Most Popular

To Top