Vadodara

સરકારી જાહેરાત અને કાર્યક્રમનાબેનેરો ફાડી નાખનાર શખ્સ ઝડપાયો

વડોદરા : પાલિકા દ્વારા નક્કી કરેલા કોન્ટ્રાક્ટર દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારની જાહેરતા અને કાર્યક્રમના વિવિધ વિસ્તારમાં લગાવેલા બેનરો પૈકી દાંડિયા અને કોઠી ચાર રસ્તા પાસેના બેનરો એક શખ્સે ફાડી નાખ્યા હતા જેને ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છેકે જાહેરાત પર લગાવેલા નંબરથી ફોન કરતા તમે મારા સ્ટીકર કાઢશો તમારા તમામ બેનરો ફાડી નાખી અને જાનથી મારી નાખીશ તેમવી ધમકી આપી હતી.
પાલિકા દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારીની વિવિધ યોજનાઓ તથા સરકાર દ્વારા કરાતા વિવિધા કાર્યક્રમોના હોર્ડિંગ્સ બોર્ડ લગાવવાનો કોન્ટ્રાક્ટ તેમની કંપની મળ્યો છે.

10 દિવસ પહેલા શહેરન બદામડી બાગ દાડિયા બજાર વિસ્તારમાં બેનર લગાવ્યા હતા. જે બનેર પર પીળા કલરના સ્ટીકરમાં પોતાની જાહેરાત સાથે મોબાઇલ નંબર લખેલા સ્ટીકર લગાવેલા હતા. જેથી તેઓએ સ્ટીકર પર લખેલા મોબાઇલ નંબર ફોન કરી બેનર તમારા સ્ટીકર કેમ લગાવો છો ?તેમ કહેતા હું હસમુખપટેલ બોલું અને તમારા બેનર પર જ મારા સ્ટીકર લગાડીશ તમે જો મારા સ્ટીકર હટાવશો તો હું તમને જાનથી મારી નાખીશ અને તમારા બનેરો પણ ફાડી નાખીશ તમારાથી થાય તે કરી લેજો તેવી વાતચીત કરી હતી.

જેથી તેએઓ તેમના બેનર પર લગાડેલા સ્ટીકર કાઢી નાખ્યા હતા જેતી 26 એપ્રિલે રાત્રે બે વાગ્યાના અરસામાં કોઠી ચાર રસ્તા,દાંડિયાબજાર ઓવર બ્રિજ, કાલાઘોડા સર્કલ તથા અકોટા સોલાર પેનલ સહિતના વિસ્તારમાં ગુજરાત સરકારના કાર્યક્રમ અંગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા તથા ગુજરાત સરકારના મુખ્યમંત્રીના ફોટાવાળા હોર્ડિંગ્સ લગાવેલા હતા. જે હોર્ડિંગ્સ નિયમ મુજબ ચેક કરવા જતા દરમિયાન દાંડિયાબજાર ચાર રસ્તા શનિમંદિર અને કોઠી ચાર રસ્તા તેમની કંપનીના દ્વારા લગાવેલું હોર્ડિંગ્સ ફાટેલા હતા.જેથી બનરો ફાડી શખ્સે પાલિકાને પચાર હજાર નુક્સાન પહોંચાડ્યું હતું.

સીસીટીવી ફૂટેજ ચેક કરાતા હસમુખ પટેલના પરાક્રમનો પર્દાફાશ
રાવપુરા પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી. જેમાં દાંડિયા બજાર અને કોઠી ચાર રસ્તા પાસે લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં હસમુખ પટેલ આવે છે અને પાલિકાના ગુજરાત સરકારના બેનર રીત સરના ફાડીને ત્યાંની ચૂપચાપ નીકળી જતો હોવાની સમગ્ર હરકત ફૂટેજમાં કેદ થઇ ગઇ હતી. જેના આધારે તેને પોલીસે ઝડપી પાડ્યો છે.

Most Popular

To Top