ઈશ્વરની રચના

ભગવાન બ્રહ્માજી શાંતિથી ધ્યાન મગ્ન હતા..ત્યાં નારદજી તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા… ‘ભગવન, તમે સૃષ્ટિના રચયિતા છો ….બધું જ તમે સર્જ્યું છે …..પણ માફ કરજો તમારી થોડી ભૂલો થઇ છે.’ બ્રહ્માજી સ્મિત સાથે બોલ્યા, ‘દેવર્ષિ નારદ ,મારી એવી તે કઈ ભૂલો છે જરા જણાવો તો…’ નારદજીએ કહ્યું, ‘ભગવન હમણા જ સૃષ્ટિ પર જઈને આવ્યો ..લોકો અનાજ માટે વલખા મારે છે ..ભૂખ્યા મારે છે …અને બીજી બાજુ અનાજ બગડી જતા અન્ન ફેંકાય છે ..આવું કેમ ????અન્ન માનવજાતના પોષણ માટે કેટલું જરૂરી છે તો પછી તમે અનાજમાં કીડા પડી જાય તેવું શુ કામ કર્યું ….એ અન્નમાં કીડા ન પડે અને તે ન બગડે એવી વ્યવસ્થા કરી હોત તો કોઈએ ભૂખ્યા ન રહેવું પડત.’

બ્રહ્માજીએ કહ્યું, ‘નારદ, માનવનો લોભ તને ખબર નથી …. જો અનાજમાં કીડા ન થતાં હોત તો માનવ તેનો હીરા મોટી સોના ચાંદીની જેમ સંગ્રહ કરત અને ત્યારે તો અત્યારથી વધારે લોકો ભૂખ્યા મરત અને અનાજ માટે લોહિયાળ જંગ થાત.’ નારદજીએ કહ્યું, ‘બીજી વાત તમે કેટલી મહેનત અને લગ્નથી આ માનવનું સર્જન કર્યું છે તેને સુંદર શરીર આપ્યું ….પણ આ કેવી ગોઠવણ કે માણસ નો પ્રાણ જાય એટલે તે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે ….???આવું શું કામ પ્રભુ?’ બ્રહ્માજીએ કહ્યું, ‘નારદ, માનવનો મોહ કેટલો અંધ છે ખબર છે ને…જો મૃત શરીરમાંથી દુર્ગંધ ન આવતી હોત તો માનવ ક્યારેય પોતાના પ્રિયજનોને આખરી વિદાય આપત નહિ અને દુનિયા પ્રાણવિહીન શરીરોથી ઉભરવા લાગત.’

નારદજીએ આગળ કહ્યું, ‘પ્રભુ, તમે બધાનું સર્જન કર્યું તમે પરમ પિતા છો તો તમે માનવને  માત્ર ખુશી અને આનંદ અને સ્મિત આપવાની બદલે જોડે જોડે ..દુઃખ ..શોક અને આંસુ પણ શું કામ આપ્યા છે?’ બ્રહ્માજીએ કહ્યું, ‘સુખ દુઃખ તો હું ક્યાંથી આપી શકું એ તો કર્મ પ્રમાણે મળે છે….હા હોઠો પર સ્મિતની ….સાથે સાથે મેં માનવને આંખોમાં આંસુ આપ્યા છે….જયારે જ્યારે કોઈ સંકટ આવે છે ત્યારે માનવ આંસુ વહાવી પોતાના દુઃખ સંકટ ના ભારને હળવો કરી શકે છે અને ધીમે ધીમે ભૂલવા લાગે છે…….જે એમ ન હોત તો દુઃખ અને નિરાશાના અંધકાર જ હોત  આંનંદ અને સ્મિત સાથે જીવી જ ન શકત.’
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top