1915માં એટલે કે પોતે દક્ષિણ આફ્રિકાથી ભારત આવવાના થોડા જ મહિનામાં મોહનદાસ કે. ગાંધી દિલ્હીમાં હતા અને ત્યાં તેમણે સેંટ સ્ટીફન્સ કોલેજના વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. જુદી જુદી ધાર્મિક પશ્ચાદભૂમાંથી આવતા શ્રોતાગણને સંબોધતા ગાંધીએ પૂણેમાં થોડા જ સપ્તાહ પહેલા અવસાન પામેલા પોતાના ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલે વિશે વાત કરતા કહ્યું હતું કે ગોપાલકૃષ્ણ ગોખલે હિંદુ હતા પણ જુદા જ પ્રકારના. એક વાર એક હિંદુ સન્યાસી તેમની પાસે આવ્યા અને હિંદુરાજકીય હિતને એવી રીતે આગળ વધારવાની વાત કરી જેથી મુસ્લિમ હિત દબાઇ જાય. તેમણે પોતાની દરખાસ્તો ખાસ ધાર્મિક કારણો સાથે રજૂ કરી. ગોખલેએ જવાબ આપ્યો કે તમે જે રીતે કહો છો તે રીતે હિંદુએ હોવું જોઇએ તો વિદેશોમાં જાણ કરી દો કે હું હિંદુ નથી.
વીસમી સદીના પહેલા દાયકાઓમાં કેટલાક હિંદુ રાજકારણીઓ અને સંતો કહેતા કે અમારા સમાજની સંખ્યાકીય બહુમતી અમને રાજકારણ અને ભારતના શાસનમાં વર્ચસ્વ જમાવવાનો હક્ક આપે છે, ગાંધીજી આ માન્યતાનો ભારપૂર્વક ઇન્કાર કરતા. પોતાના ગુરુ ગોખલેની જેમ તેઓ પણ ભારતને એક હિંદુ રાષ્ટ્ર ગણાવવાની લાલચથી દૂર રહેતા અને ગોખલેની જેમ ગાંધી પણ ભારતના બે સૌથી મોટા ધાર્મિક કોમ હિંદુ અને મુસલમાનો વચ્ચે સેતુ બાંધાવની પ્રવૃત્તિ કોઇની પણ દરકાર રાખ્યા વગર કરતા. આ ખુલ્લા મનના અને એમા માનવીય અભિગમે પોતાની કોમના ઝનૂનીઓને ઉશ્કેર્યા અને તેમણે ગાંધીનો તેમની જાહેર કારકિર્દીમાં વિરોધ કર્યો અને તેમની આજથી 74 વર્ષ પહેલા આ અઠવાડિયે હત્યા કરવામાં પણ સફળ થયા.
તાજેતરમાં એક પુસ્તક ‘ગાંધીસ એસેન્સન’માં ધીરેન્દ્ર કે. ઝા કે વિરોધી દાવાઓ છતાં ગાંધીના હત્યારા નથુરામ ગોડસે 1940ના દાયકાથી 1948ની તા. 30મી જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ગાઢ રીતે સંકળાયેલો રહ્યો હતો. એવા પ્રતિતીકારક પુરાવાઓ મળે છે. સંઘ માનતો હતો અને માને છે કે હિંદુઓ દેશના રાજકીય અને સાંસ્કૃતિક જીવન પર અગ્રતા અને ચડિયાતો ક્રમનો હક્ક ધરાવે છે અને માને છે અને વર્તે છે કે હિંદુ એ ખ્રિસ્તીઓ અને મુસલમાનો કરતા વધુ તાત્વિક રીતે ભારતીય છે, આ હિંદુ સર્વોપરિવાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને તેની સાથે સંકળાયેલા સંગઠ્ઠનોને ગાંધીને વિરુધ્ધમાં ગોઠવે છે. સંઘ માને છે કે હિંદુઓનો ભારત પર વિશિષ્ટ દાવો છે. તેનાથી વિપરિત ગાંધી માનતા કે તમામ ધર્મના લોકોનો દેશ પર અને તે જેનું પ્રતિનિધિત્વ કરે છે તેના પર સરખો દાવો છે.1945માં ભારતના ‘રચનાત્મક કાર્યક્રમ’ઓ વિશે કોંગ્રેસ પ્રગટ થયેલી પુસ્તિકામાં કોમી એકતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પછી અશ્પૃશ્યતા નાબુદી, ખાદીને પ્રોત્સાહન, સ્ત્રી ઉદ્ધાર અને આર્થિક સમાનતાને પ્રાધાન્ય આપવાનું લખ્યું છે.
આ પુસ્તિકાના પરિચયમાં ગાંધીએ લખ્યું છે કે કોમી એકતા સિધ્ધ કરવા માટે પહેલું કામ દરેક કોંગ્રેસીએ પોતે હિંદુ,મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી કંઇ પણ હોય હિંદુ કે બિન હિંદુ તરીકે રજૂ થવું જોઇએ અને પોતાના લોકો કરતાં અલગ ધર્મના લોકો સાથે અંગત મૈત્રી કેળવવાની છે. તેને પોતાના ધર્મના પ્રત્યે હોય એટલો જ આદર અન્ય ધર્મ પ્રત્યે હોવો જોઇએ. તેણે પોતાની ઓળખ હિંદુસ્તાનમાં વસતા લાખો લોકો સાથે આત્મસાત કરાવની છે. તેને માટે પ્રત્યેક કોંગ્રેસી એ અન્ય ધર્મીઓ સાથે મૈત્રી કેળવવાની છે. આ શબ્દો ગાંધીના છે. બે વર્ષ પછી ગાંધી બ્રિટિશ ભારતનું ધર્મના ધોરણે વિભાજન અટકાવી નહીં શકયા પણ તેમણે સમાન નાગરિકતાના લાભ મુસલમાનો માણી શકશે એવું સમજાવવામાં પોતાની શકિત ખર્ચી નાંખી. ગાંધીજીના 1947ના કલકત્તાના અને 1948ની જાન્યુઆરીના દિલ્હીના કોમી એકતાના વિરોચિત ઉપવાસી વિશે ઘણું લખાયું છે પણ તા. 15મી નવેમ્બર 1947ના દિને તેમણે કોંગ્રેસ કમિટી સમક્ષ આપેલા પ્રવચન વિશે ઓછું લખાયું છે, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ એટલે હિંદુઓ અને મુસ્લિમો તેણે કયારેય કહ્યું નથી કે તે માત્ર હિંદુઓ માટે કામ કરશે.
કોંગ્રેસ ભારતીયો માટે છે પછી તેઓ ગમે તે ધર્મના હોય. ગાંધીજીની હત્યા આ વિચાર બદલ થઇ હતી. ગાંધીજીની હત્યા પછી શું કરવું તેની સેવાગ્રામમાં ચર્ચામાં એ વાત મહત્વની હતી કે ગોડસે સંઘના સભ્ય હતો એટલે નહીં પણ સંઘના વડા એમ.એચ. ગોલવલકરે વાંધાજનક વિધાન કર્યા હતા. 1948માં વિનોબા ભાવેએ હવે લુપ્ત થયેલ સંસ્થા મહારાષ્ટ્રીયન બ્રાહ્મણના સભ્ય તરીકે સંઘમાં અવિશ્વાસ જાહેર કર્યો હતો અને કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક વ્યાપક રીતે ફેલાયો છે. તે ફાસીવાદી છે. તેના મૂળ ઊંડા છે. તેના સભ્યો અન્યોને વિશ્વાસમાં લેતા નથી. ગાંધીના નેતૃત્વ હેઠળની ચળવળ અને હિંદુત્વના પુરસ્કર્તાઓ વચ્ચે મોટી ખાઇ છે. અમે જેલમાં જતા તો સંઘના લોકો લશ્કરમાં કે પોલીસમાં જતા. હિંદુ-મુસ્લિમ હુલ્લડ થાય ત્યાં તેમની હાજરી હોય જ. બ્રિટીશ સરકારને તેમાં લાભ દેખાતો હોવાથી તેઓ પ્રોત્સાહન આપે જ ને?
કિશોર મશરૂવાલાએ પણ સંઘનો આ રીતે અભ્યાસ કર્યો હતો અને તેમણે કહ્યું હતું કે સંઘની ભૂમિકા વિશે લાંબો સમય મૌન રહ્યા પછી મારી માન્યતા વધુ મજબૂત થઇ છે. મારું વાચન પછીનું તારણ એ છે કે સંઘનું સૂત્ર ‘હિંદુવાદ પ્રત્યે પ્રેમ અને અન્ય કોઇ પણ પ્રત્યે દુર્ભાવના નહીં, છેલ્લું અડધું વિધાન સાચું નથી. મુસ્લિમો પ્રત્યે દુર્ભાવના અને અણગમો મૂળમાં છે. સમકાલીન સર સંઘ ચાલક ગોલવલકરના લખાણોમાં તે વ્યકત થાય છે.મોહન ભાગવત પણ એજ વિચારધારા ધરાવતા લાગે છે. 2022માં પણ લઘુમતીને લલચાવનારી હિંદુત્વની વિચારધારા અને ગાંધીજીની સર્વ સ્વીકારની ફિલસૂફી વચ્ચેની ખાઇ એટલી જ વ્યાપક છે. હવે ભારતીયોએ પસંદગી કરવાની છે, આપણે કેટલા ચાલાક અને બહાદૂર છીએ કે થઇ શકીએ તેના પર ભારતીય પ્રજા સત્તાકનું ભાવિ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.