Vadodara

હોળી-ધૂળેટીના પર્વને લઈ પાલિકાની ફૂડ સેફટી ટીમ એક્શનમાં, વેપારીઓમાં ફફડાટ

વડોદરા: મહાનગર પાલિકાના ફૂડ સેફટી ટીમો દ્વારા હોળી,ધૂળેટીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરના ફતેગંજ,પાણીગેટ , ચોખડી, સહિતના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ધાણી,સેવ,ખજૂર,ચણા,સિંગ,હારડા વગેરેનું ચેકિંગ શરૂ કરી સેમ્પલ લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા છે. મહાનગર પાલિકા દ્વારા વિવિધ તહેવારોને અનુલક્ષીને આ પ્રકારનું ચેકિંગ કરતી હોય છે.આગામી હોળી-ધૂળેટીના તહેવારને લઈ ફુલ સેફ્ટીની ચાર ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યો હતો.4 ટિમો દ્વારા  ફતેગંજ, પાણીગેટ, ચોખંડી, આજવા રોડ વાઘોડિયા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું .જેમાં ધાણી, ચણા, હારડા, ખજૂર સિંગ સહિત ના ચેકિંગ કરી નમૂના લેવામાં આવ્યા હતા. પાલિકાના ફુડ વિભાગ દ્વારા તહેવારોના અનુલક્ષીને કામગીરી કરવામાં આવતી હોય છે.

કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ફુડ સેફટી ઓફિસરોની બે ટીમો સવાર-સાંજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ફરીને આ બધી વસ્તુઓનું ચેકિંગ કરશે.આ કામગીરી હોળી-ધૂળેટીના તહેવારો સુધી ચાલુ રાખવામાં આવશે. પાલિકાના ફૂડ એન્ડ સેફટી વિભાગના અધિકારીઓ જે ચેકીંગ માટે નીકળ્યા છે.જે આ ડ્રાઈવ કરી રહ્યા છે તેના કારણે લોકોના આરોગ્યને કોઈ નુકસાન ના થાય તેમજ વેપારીઓ ખોટી વસ્તુઓ ના વેચે. હાલ પાલિકાની ટિમો દ્વારા ચેકિંગ દરમિયાન જે દુકાનોમાં સ્વચ્છતાનો અભાવ હતો તેને ચોખ્ખા રાખવા માટે પણ સૂચના ફટકારવામાં આવી છે.આ ઉપરાંત અખાદ્ય વસ્તુઓનું પણ નાશ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. મહાનગર પાલિકા દ્વારા વિવિધ તહેવારોને અનુલક્ષીને આ પ્રકારનું ચેકિંગ કરતી હોય છે.ત્યારે હોળી-ધૂળેટીના તહેવારને લઈ ખાદ્ય પદાર્થોમાં વપરાયેલી વસ્તુ બરાબર છે  કે કેમ કોઈ ભેળસેળ તો કરવામાં નથી આવી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.જેના ભાગરૂપે ખાદ્યવસ્તુઓના નમુના લઇ ચકાસણી માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પૃથ્થકરણ મોકલાયા હતા.

Most Popular

To Top