મિત્રો, ઘણી વખત વાલી-વિદ્યાર્થીઓ એવા ભ્રમમાં હોય છે કે આઘાત લાગી જાય. હર્ષ ધો. 12માં હ્યુમેનીટીઝમાં અભ્યાસ કરે છે. લોજીક, અર્થશાસ્ત્ર જયોગ્રોફી, પોલિટિકલ સાયન્સ, ભાષા જેવા વિષયો ભણે છે. એપ્ટીટયુડ અપાવી. ટેસ્ટના રિપોર્ટની શરૂઆતમાં જાણવા મળ્યું કે એના વાલી, ખાસ કરીને માતા એને ડિસ્ટ્રિકટ કલેકટર બનાવવા માંગે છે માટે હ્યુમેનીટીઝમાં પ્રવેશ લેવડાવ્યો. કેમ કે એના વિષયો કલેકટરની પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થાય છે. એપ્ટીટયુડ રીપોર્ટમાં Computer Programing, મેડિકલ, ડીઝાઈનીંગ, મલ્ટી મીડિયા, એનિમેશન જેવા ફીલ્ડનો નિર્દેશ થાય છે. હર્ષને પણ ઈન્ટીરિયર ડિઝાઈનીંગના ક્ષેત્રે જવાની અભિલાષા છે. સાથે જ હર્ષ અંતર્મુખી પર્સનાલીટી ધરાવતી વ્યક્તિ છે. હવે શું? ઈન્ટીરિયર ડીઝાઈનીંગના કોર્ષમાં જવા માટેની લઘુતમ લાયકાતો પ્રમાણે ધો-12 કોઇ પણ સ્ટ્રીમમાં પણ મેથેમેટીકસના વિષયમાં પણ જ્ઞાન હોવું જરૂરી છે કેમ કે ડીઝાઈનીંગ એ સાઈઝ-શેપનો વિષય છે. વિવિધ યુનિવર્સિટી એની પ્રવેશપરીક્ષા તો એની રીતે લે છે જેમાં ગણિતનું જ્ઞાન ચકાસવામાં આવે છે. હવે રહી વાત ડિસ્ટ્રિકટ કલેકટર બનવાની તો હર્ષ પાસે કે એના વાલીઓ પાસે પૂરતા માર્ગદર્શનનો અભાવ જણાયો.
સરકારી હોદ્દો પ્રાપ્ત કરવા માટે કઇ ડિગ્રીઓ જોઈએ, કેવી પ્રક્રિયા હોય? એ વિષે ખૂબ જ ગેરસમજણ પ્રર્વતે છે કેમ કે જો આવી ગેરસમજણ સાથે વિદ્યાર્થી કારકિર્દીનાં પંથે આગળ વધે અને જો કદાચ જરૂરી પ્રક્રિયામાંથી પાસ ન થવાય તો તમારી ક્ષમતા પ્રમાણેની નોકરી, વ્યવસાય કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ઘણી વખત નાસીપાસ પણ થઇ જવાય. સૌ પ્રથમ તો દરેકે -દરેક શાળાએ, કોલેજોએ સરકારી અધિકારીઓને બોલાવી UPSC/GPSC એટલે શું? કેવી રીતે પરીક્ષાઓ લેવામાં આવે, કેટલા તબક્કામાં અને પસંદગી થયા પછીની પોસ્ટીંગ તથા પ્રમોશન કાર્યો, જવાબદારી વગેરે વિષે વિગતવાર માહિતીના કાર્યક્રમો અવાર-નવાર રાખવા જોઇએ.
જેથી વાલી, વિદ્યાર્થી ગેરમાન્યતામાંથી બહાર આવે. હવે જોઈએ ડિસ્ટ્રિકટ કલેકટર બનવા માટે ઉમેદવારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) દ્વારા રાષ્ટ્રીય સ્તરે લેવામાં આવતી CSE (સિવિલ સર્વિસ એકઝામિનેશન) પરીક્ષા પાસ કરવી જોઇએ. પ્રથમ બે તબક્કામાં પ્રીલીમીનરી પરીક્ષા જે obiective type હોય. (2) Main exam વર્ણનાત્મક લેવામાં આવે છે. જો ઉમેદવાર પ્રથમ ટેસ્ટના મેરીટમાં આવે તો જ એ બીજી પરીક્ષા માટે લાયકાત મેળવે છે. બીજી પરીક્ષામાં ગયા અંકમાં જોયું તે પ્રમાણે સાત પેપર હોય છે. જો ઉમેદવાર આમાં પણ ઉત્તમ દેખાવ કરે તો એને ત્રીજો તબક્કો અંતિમમાં પર્સનલ ઈન્ટરવ્યૂમાં બોલાવવામાં આવે છે અને છેલ્લે મેરીટ પ્રમાણે પસંદગી અપાય છે.
મિત્રો, અહીં કોઇ ડરાવવાની વાત નથી. પરંતુ જેટલા ઉમેદવારોએ પરીક્ષાનાં ફોર્મ ભર્યાં હોય તેમાંથી 25 % ઉમેદવારો જ સીરિયસલી પરીક્ષા આપે છે અને આ 25 % માત્ર 0.2% વિદ્યાર્થી Mains પાસ કરી મેરીટના લિસ્ટમાં આવે છે અને છેલ્લે જે સફળ ઉમેદવારોનું લિસ્ટ બને છે તેમાંથી માત્ર 1 % જ IAS/IPS અધિકારી બને છે. હવે જે સફળ ઉમેદવારો છે શું તેઓ આર્ટસ વિષયવાળા હોય છે? ના, જરૂરી નથી. તેઓ આર્ટસ, કોમર્સ અને સાયન્સમાંથી કોઇ પણ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, પરીક્ષામાં બેસવા માટે વય 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
OBC+ SC/ST કેટેગરી માટે વયમર્યાદામાં છૂટછાટ છે. અહીંથી એટલું જ કહેવાનું કે વિદ્યાર્થી પોતાની ક્ષમતાના અને રસના વિષયો સાથે ગ્રેજ્યુએશન સારી રીતે પૂર્ણ કરે, પછી UPSC/GPSCની તૈયારી કરે અને કારકિર્દીમાં આગળ વધે. ઘણી વખત વિવિધ કારણોસર ત્રણે તબક્કા ત્રણ થી ચાર અટેમ્પટમાં પણ પાર નથી કરાતા. તો તેવે વખતે તમારી બેચલર, અનુસ્નાતક ડિગ્રી તમને નોકરી મેળવવામાં મદદરૂપ થશે કેમ કે ભણ્યા પછી આર્થિક ઉપાર્જન કરવું એ પણ એક ધ્યેય છે. કોઇ પણ સફળ ઉમેદવારને સીધી જ ડિસ્ટ્રિકટ કલેકટરની નિમણૂક નથી અપાતી, ફાઈનલ સિલેકશન પછી નિમણૂક નથી અપાતી, ફાઈનલ સિલેકશન પછી પણ ત્રણ-ચાર વર્ષ પછી તમને જિલ્લા કલેકટરની પોસ્ટ મળે. જે તમારી કાર્યદક્ષતા, ટીમવર્ક પર આધારિત હોય છે. 10-15 વર્ષ માટે જિલ્લા કલેકટરની સેવા બજાવવાની તક મળે છે. મિત્રો આ બધા હોદ્દા માટે સૌ પ્રથમ તો –
રાષ્ટ્રવાદની ભાવના હોવી જોઈએ
આ કંઇ 10-5 AC કેબિનમાં કરવાની નોકરી નથી, 24 x 7 દેશની સેવા કરવાની લગન હોવી જોઇએ.
સખત મહેનત અને પ્રતિબદ્ધતા
આપણે દરેક જણા મહેનત અને સેલ્ફ -કમીટમેન્ટ કરતા હોઇએ છીએ પણ આવા હોદ્દા પર પોતાની સખત મહેનત અને ફાળવેલા કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતા અગત્યની છે. કોરોનાના સમયમાં ડિસ્ટ્રિકટ કલેકટરોની ભૂમિકાનું પૃથક્કરણ કરી જોજો. થોડો ઓછોવત્તો ખ્યાલ આવી જશે.
Out of the box વિચારસરણી
કાર્યમાં શ્રેષ્ઠતા માટે હંમેશાં સામાન્ય વિચારધારાથી અલગ વિચારવું રહ્યું.
• આ હોદ્દા પર બેઠેલ વ્યક્તિના અભિગમમાં નિર્ણાયક્તા અને સ્થિતિસ્થાપકતા હોવી જરૂરી-
જો નિર્ણયશક્તિ મજબૂત ન હોય, સ્થિતિસ્થાપકતા ન હોય તો વારે વારે કરેલા નિર્ણયો ફેરવી તોળવા ફાવે નહીં.
આટલા વર્કલોડમાં પણ વ્યક્તિ પાસે દયાળુ ભાવ હોવો જરૂરી કેમ કે કાર્ય તો મોટાભાગે ગરીબ લોકોનાં કલ્યાણ માટે કરવાનાં હોય છે.
• આ બધી જવાબદારીઓમાં transparency તથા integrity હોવી જરૂરી કેમ કે આ તો micro grass root level થી Macro level સુધીની હારમાળા હોય છે.
તો, મિત્રો, જેમ Rome was not built overnight એમ આપણે પણ આપણાં સંતાનોને આવા હોદ્દા પર સફળતાપૂર્વક પહોંચીને બિરાજમાન કરવા માટે તબક્કાવાર તૈયારી કરવામાં મદદરૂપ થઇએ. વાસ્તવિકતાને પીછાણીએ અને અપનાવીએ.
‘’You can’t cross the sea merely by standing and staring at the water. – Tagore