Columns

દિવાળીમાં કરો ચમત્કારી ઉપાય

(૧) દીપાવલી – દિવાળી પર સાંજના સમયે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને ચૂપચાપ ઘરે પાછા ફરવું. પાછા ફરતી વખતે પાછા વળીને જોવું નહીં. દિવાળી બાદ પણ દરેક ‘શનિવારે’ આ પ્રમાણે કરતા રહો. ધનાગમનમાં આવતી બાધાઓ – વિઘ્નો દૂર થશે તેમજ ધનધાન્યની કમી નહીં રહે.
(૨) લક્ષ્મી પૂજનમાં કર્પૂર અને નવ બત્તી (વાટ)ના દીવાનું ઘણું જ મહત્ત્વ છે. દિવાળીની રાત્રે માતા લક્ષ્મી ની આરતી કર્પૂર તેમજ નવ બત્તીના દીવાથી કરવાથી માતા લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે.

(૩) દિવાળી પર બપોરે શુદ્ધ પીળાં વસ્ત્રમાં હળદરની ગાંઠ બાંધી તેને ધૂપ-દીપ દેખાડીને ‘વક્રતુંડાય હું’ મંત્ર ૧૦૮ વાર જપ્યા પછી તેને તિજોરી અથવા ગલ્લામાં રાખવાથી વ્યાપારમાં વૃધ્ધિ થાય છે.
(૪) દિવાળી પર ઘરની સ્ત્રીએ સવાર-સાંજે ઘરના મુખ્ય દ્વાર પર સરસવના તેલનો દીવો પ્રગટાવવો. તેનાથી જીવનમાં સર્વસુખની પ્રાપ્તિ થાય છે.

(૫) દિવાળી પર લક્ષ્મીજીના મંત્ર-જપથી બધી પરેશાનીઓ સમાપ્ત થઇને સુખ તેમજ વૈભવની પ્રાપ્તિ થાય છે. એટલા માટે આ દિવસે ‘સ્ફટિકની માળા’ને ગંગાજળથી શુદ્ધ કર્યા બાદ તે માળાથી ‘શ્રી લક્ષ્મ્યૈ નમ:’ મંત્રના યથાશકિત જપ કરવા. દિવાળી પછી પણ આ જપ ચાલુ રાખવા.આનાથી આર્થિક સ્થિતિ ઉત્તરોત્તર સારી રહે છે.
(૬) દિવાળી જ નહીં, પરંતુ દરરોજ સવારે તેમજ સાંજે કર્પૂર, ગુગળ તેમજ લોબાન પ્રજવલિત કરી મા લક્ષ્મીને ઘરમાં બિરાજવા અને બધા સુખ આપવાની પ્રાર્થના કરતાં કરતાં આખા ઘરમાં ફેરવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. સાથે સાથે ઘરની નકારાત્મક ઊર્જાનો પણ નાશ થાય છે.

(૭) દિવાળી પર લક્ષ્મીપૂજનમાં ચાંદીની વાટકીમાં કર્પૂર પ્રગટાવવાથી બધા પ્રકારનાં આકસ્મિક સંકટોમાંથી મુકિત મળે છે તેમજ ધન – ધાન્ય પણ આપે છે.
(૮) દિવાળી પર સવારે સ્નાનાદિથી પરવારીને શુદ્ધ થઇને પીત્તળના લોટામાં શુદ્ધ જળ લઇને તેમાં થોડીક હળદર મિકસ કરી દો. આ જળને પૂજામાં રાખો. તમારા નિત્ય ક્રમવાળી પૂજા કર્યા બાદ પીળાં ફૂલથી લોટાનું જળ આખા ઘરમાં થોડુંક – થોડુંક છાંટી દો. બાકી વધેલાં જળ (પાણી)ને તુલસી અથવા કેળાના છોડને સિંચિત કરવું. આ પ્રયોગ દિવાળીથી પ્રારંભ કરી દરરોજ કરવો. તેનાથી લક્ષ્મીની કૃપા જળવાઇ રહેશે.

(૯) કાળી ચૌદશ (નરક ચૌદશ)ના દિવસે ઘર તેમજ કાર્ય સ્થળ ધોવડાવવું. અને જો તે સંભવ ના હોય, તો સફાઇ કરાવ્યા બાદ પોતું અવશ્ય કરવું. ખાસ કરીને ‘ઇશાન ખૂણા’ વાળા ભાગમાં અવશ્ય કરાવવું. નહીંતર માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી શકો છો.
(૧૦) દીપાવલીના દિવસથી આરંભ કરી દરરોજ ઘરની સ્ત્રી સવારે એક લોટો શુદ્ધ જળ લઇને મુખ્ય દ્વાર પર આંગણામાં રેડી દેવું. સાદા કપડાંથી પોતું કરવું અને મા લક્ષ્મીને પ્રણામ કરી…. સમસ્ત સુખ-વૈભવ પ્રદાન (આપવાની) તેમજ ઘરમાં કાયમી – સ્થાયી નિવાસ કરવાની પ્રાર્થના કરવી…. તો તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે.

(૧૧) કારતક માસના સુદ પક્ષના પ્રથમ ગુરુવારે સવારે જળ કુંભી લઇ આવો. તેને ગંગાજળથી શુદ્ધ કરી પીળા વસ્ત્રમાં બાંધી પૂજાસ્થાનમાં રાખો. બીજા ગુરુવારે તેને જળમાં પ્રવાહિત કરી દો અથવા પીપળાના વૃક્ષ નીચે રાખી દો તથા પાણીથી જ બીજી જળકુંભી લઇ આવવી. આ પ્રક્રિયા ૭ (સાત) ગુરુવાર સુધી કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સ્થાયી રૂપે ઘરમાં નિવાસ કરે છે.
(૧૨) કારતક માસના સુદ પક્ષના પ્રથમ ગુરુવારે ભગવાન વિષ્ણુ અથવા શ્રીરાધાકૃષ્ણ અથવા શ્રીરામ મંદિરના પ્રાંગણમાં કેળાનાં બે છોડ (એક નર તેમજ એક માદા) રોપવા અને માતા લક્ષ્મી તેમ જ ભગવાન વિષ્ણુ પાસે બધાં પ્રકારની સુખ-સંપત્તિ આપવા માટેની પ્રાર્થના કરવી. એ છોડને દરરોજ પોતે જ પાણીથી સીંચવું અથવા એવી વ્યવસ્થા કરી દેવી જેથી તેઓ મૂરઝાય નહીં. આનાથી વ્યાપાર તેમજ રોજગારમાં તો લાભ થાય જ છે…. ઘરમાં પણ સુખ-શાંતિ રહે છે.

Most Popular

To Top