Comments

પાકિસ્તાનમાં આખરે લોકશાહી

પાકિસ્તાનના ચોથા સરમુખત્યાર પરવેઝ મુશર્રફે પદ છોડયાને 14 વર્ષ થઇ ગયાં. પાકિસ્તાનમાં આવતા વર્ષે સામાન્ય ચૂંટણી થવાની છે અને ફરી એક વાર લશ્કર સમાચારમાં ચમકે છે. છતાં પાકિસ્તાન અત્યારે તો લશ્કરી શાસનના સામાયિક ચક્રમાંથી બહાર આવ્યું છે કેમ? પાકિસ્તાનનો દાયકાઓનો ઇતિહાસ જોઈએ. પહેલો દાયકો ગૂંચવાડાભર્યો હતો. ઝીણાએ દેશને આઝાદ કરાવ્યો અને ગાંધીજીના મૃત્યુ પછી થોડા સમયમાં જ તેઓ પણ મરી ગયા અને તેમના વારસદારો માટે બંધારણ ઘડવાનું અઘરું હતું. મુસ્લિમ લીગે જુદી જુદી કોમના લોકોને વડા પ્રધાનપદે વારાફરતી પસંદ કરી પોતાના મતભેદો પર ઢાંકપિછોડો કરવાની કોશિશ કર. તેમાં બે બંગાળીઓ, એક ગુજરાતી અને બે પંજાબીઓનો સમાવેશ થાય છે.

આ સમયગાળા દરમ્યાન ખરેખરી સત્તા મલિક ગુલામ મોહમ્મદ નામના એક વરિષ્ઠના હાથમાં રહી હતી. તેઓ પહેલાં એક સરકારી અમલદાર હતા પછી એક વેપારી બન્યા અને મોહમ્મદ એન્ડ મહિન્દર (પછીથી મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર) નામની કંપની સ્થાપી જીપ આયાત કરનાર વેપારી બન્યા. પોતાની આત્મકથા ‘ફ્રેન્ડઝ, નોટ માસ્ટર્સ’માં જનરલ ઐયુબ ખાન કહે છે કે મોહમ્મદે મને સત્તા લઇ લેવા પ્રેર્યો હતો. 48 વર્ષના મોહમદને લકવો થઇ ગયો હતો અને તે મરવા પડયો હતો ત્યારે મને કાકલુદી કરી હતી કે દેશને રાજકારણીઓથી બચાવો!

પાકિસ્તાનનો બીજો દાયકો ‘વિકાસનો દાયકો’ કહેવાયો. ઐયુબ ખાને વિશ્વને પોતાની દેખીતી તેજસ્વિતાથી વિશ્વને એવું આંજી દીધું કે ‘કલેશ ઓફ સિવિલાઇઝેશન’ના કર્તા સેમ્યુઅલ હંટીંગ્ટને તેમને એથેનાના સંસદસભ્ય સાથે સરખાવ્યા હતા. આ દાયકામાં પાકિસ્તાનનો વિકાસ કૂદકે ને ભૂસકે આગળ વધ્યો અને ભારત કરતાં આગળ વધી ગયો અને નેહરુ-ઐયુબે સિંધુના જળની વહેંચણી માટે અને શાંતિ માટે સંધિ કરી. ‘પાયાની લોકશાહી’ કહી શકાય તેવી શાસનવ્યવસ્થા ધરાવતા પાકિસ્તાનમાં ‘સ્વૈરવિહાર’ અર્થતંત્રનાં દ્વાર ખૂલી ગયાં.

અલબત્ત, તમામ સરમુખત્યારોની જેમ ઐયુબની પણ ડાગળી ચસ્કી ગઇ અને પોતાના 35 વર્ષના વિદેશ પ્રધાન ભૂત્તોની ચડામણીથી સાદા વેશમાં સૈનિકોને કાશ્મીરને ‘મુકત’ કરાવવા અંકુશ રેખા પાર મોકલ્યા જે લાહોર નજીક આંતરરાષ્ટ્રીય સરહદ પર આવ્યા અને સોવિયેત દરમ્યાનગીરીથી યુધ્ધવિરામ થયો. ભૂત્તોએ રાજીનામું આપી લોકો સમક્ષ જઇ દગો કરાયો હોવાનો દાવો કર્યો. 1965માં યુદ્ધમાં ઐયુબ નબળો પડતાં યાહ્યા ખાન ચડી બેઠો અને પાકિસ્તાનના વિકાસની ગાડી અટકી ગઇ. ત્રીજા દાયકામાં ભૂત્તોનો ઉદય થયો અને 1979માં ફાંસીની સજા સાથે તેનો અંત આવ્યો. ત્રીજા દાયકામાં પાકિસ્તાનમાં સૌ પ્રથમ વાર યોગ્ય રીતે ચૂંટણી થઇ અને તેમાં પંજાબીઓને ખોટું લાગ્યું ને મુજીબુર રહેમાનની આગેવાની હેઠળ બંગાળીઓને બહુમતી મળી. માત્ર પૂર્વમાં જ નહીં, આખા દેશમાં તેમનો ડંકો વાગી ગયો.

બંગાળીઓ રાજ કરે તે પશ્ચિમ પાકિસ્તાનને મંજૂર ન હતું અને પછી તો બીજું એક યુદ્ધ થયું અને પાકિસ્તાનનાં બે ફાડચાં થઇ ગયાં. ભૂત્તો પોતાના પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પશ્ચિમ પાકિસ્તાનમાં સાંકડા વિજય સાથે સત્તા પર આવ્યા અને ભૂત્તો ભયંકર હદે ઊંધા પડયા. સમાજવાદ આગળ કરીને તેમણે અનાજ દળવાની ઘંટી જેવા ધંધાનું પણ રાષ્ટ્રીયકરણ કરી નાખ્યું અને ગુજરાતના મોટા ભાગના બુદ્ધિધનને કરાંચીની બહાર ધકેલી દેતાં પાકિસ્તાનના અર્થતંત્રને નુકસાન થયું. તેમને લાગ્યું કે તેમણે લશ્કરને પાળ્યું છે અને તેમણે બાંગ્લાદેશમાં પશ્ચિમ પાકિસ્તાનના 90000 કેદીઓને સ્વીકારવાનો ઇન્કાર કર્યો અને ભારતે આ કેદીઓને છાવણીઓમાં થોડાં વર્ષ રાખ્યાં અને પછી તેમના દેશને સોંપી દીધા. એમ જ સરસેનાપતિ બનાવી દીધા અને ઝિયાને ‘વાંદરો’ કહ્યો.

પછીની ચૂંટણીમાં ભૂત્તોએ ભયંકર ગેરરીતિઓ કરી અને વિરોધ પક્ષોની હિંસાને પગલે જનરલ ઝિયા રૂમમાં લશ્કરે દેશના શાસનમાં માથું માર્યું. ઝિયાના રાજમાં પાકિસ્તાનનો ચોથો દાયકો સૌથી ખરાબ હતો. સોવિયેત સંઘે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. ઇરાનમાં ખોમૈનીના રાજયમાં શિયા ધર્મગુરુ પકડાયા, મક્કા પર ઝનૂનીઓએ કબ્જો જમાવ્યો, મુસ્લિમ વિશ્વમાં કટ્ટરવાદ ફેલાયો અને પાકિસ્તાનને ફાયદો થયો. ઝિયાના સૈનિકોની મદદથી સાઉદી અરબિયા મક્કા મુકત કરાવી શકયું. પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ.એ પશ્તુન,તાજિક અને ઉઝબેક કટ્ટરપંથીઓ નાગરિક દળને સજ્જ કર્યું અને સોવિયેતો ભાગ્યા.

ભેદી વિમાની અકસ્માતમાં જનરલ ઝિયાના મોત પછી બેનઝિર ભૂત્તો સત્તા પર આવતાં લોકશાહીના પુનરાગમનની આશા બંધાઇ પણ ભારતના શાસકોએ કાશ્મીરમાં ઉંધું મારતાં કાશ્મીરમાં ભડકો થયો પણ વિદેશનીતિ હાથ  પર લેતાં આઇ.એસ.આઇ.ને બેનઝીર રોકી શકી નહીં અને લશ્કરે તેને બે વાર ધક્કો મારી પાડી દીધી અને લશ્કરના માનીતા નવાઝ શરીફ સત્તા પર આવ્યા. સત્તા સૈન્ય અને જાસૂસી સંસ્થાના હાથમાં રહી અને ભારત મંત્રણા માટે કરગરતું રહ્યું અને પાંચમો દાયકો પૂરો થયો. છઠ્ઠા દાયકામાં જનરલ મુશર્રફ સત્તા પર આવ્યા અને ઐયુબ ખાનના ચીલે ચાલ્યા પણ તેમની વિદાય પછી સાતમા દાયકામાં લશ્કરની દખલ વગર ચૂંટણી થઇ. લશ્કર હજી તોફાન કરવા ધારે છે પણ તેની ઝાઝી હિંમત નથી થતી. પાકિસ્તાનમાં આખરે સંસદીય લોકશાહી સ્થપાઇ છે અને તે બાંગ્લા દેશ જેવી જ છે અને આપણા જેવી જ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top