Madhya Gujarat

દાવડા મોટી કેનાલમાં પડેલી નીલ ગાયને રેસ્ક્યુ કરી બચાવી લીધી

નડિયાદ: નડિયાદ તાલુકાના દાવડા સીમમાંથી પસાર થતી મોટી કેનાલમાં નીલગાય ખાબકી હતી. આ બનાવવાની જાણ થતા ગ્રામજનો અને વન વિભાગની ટીમે ગ્રામજનોની મદદથી નહેરના પાણીમાં ફસાયેલ નીલ ગાયને રેસ્ક્યુ કરી બહાર કાઢી બચાવી લીધી હતી. નડિયાદમાં નીલ ગાયોનો ટોળેટોળા જોવા મળી રહ્યા છે. આ નીલ ગાયો ખેતી પાકનું ભારે નુકસાન કરી રહ્યા છે. તેમજ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો નીલગાયની અડફેટે આવવાના બનાવ બની રહ્યા છે.

નડિયાદ તાલુકાના દાવડા સીમમાં નીલગાયોના ટોળા પૈકી એક નીલ ગાય આજે સવારે મોટી નહેરમાં પડતા ફસાઈ ગઈ હતી. દાવડા સીમમાંથી પસાર થતી નહેરના પાણીમાં નીલગાય ફસાઈ હોવાની જાણ થતા ગ્રામજનોના ટોળે ટોળા નેહર પર દોડી ગયા હતા. આ બનાવની વન વિભાગને જાણ કરતા વન સંરક્ષક વિક્રમભાઈ વાળા તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. વન વિભાગની ટીમ અને ગ્રામજનોએ નહેરના પાણીમાં ઉતરી નીલ ગાયને બહાર કાઢવા જહેમ ઉઠાવી હતી. નહેરમાં પાણી હોય દોરડા વડે બાંધી ગ્રામજનોએ નીલ ગાયને રેસ્ક્યુ બહાર કાઢી હતી. આમ વન વિભાગ અને ગ્રામજનોએ નહેરમાં ફસાયેલી નીલ ગાયને બચાવવામાં સફળતા મળી હતી.

Most Popular

To Top