નવી દિલ્હી: ભારતમાં કોરોનાની (Corona) દસ્તકના થોડા સમય બાદ રસીકરણની (Vaccination) કામગીરી શરૂ થઈ ગઈ હતી. જે બાદ કોરોનાની રસી લોકો માટે એક વરદાન સ્વરૂપ સાબિત થઈ હતી. પરંતુ તેની ઘણી આડઅસરો (Side effects) પણ જોવા મળી હતી. તો સવાલ ઉઠે છે કે શું કોરોનાની રસીનને કારણે લોકોમાં ખાસ કરીને યુવાનોમાં હાર્ટ અટૈકની (Heart attack) સમસ્યા વધી રહી છે? જો કે હાલ ICMR કોવિડ રસી અને અચાનક હાર્ટ એટેકના કારણે થતા મૃત્યુ વચ્ચેના સંબંધ પરના પ્રારંભિક તારણોની સમીક્ષા કરી રહ્યું છે.
વર્ષ 2020 સુધીમાં ભારતમાં કોરોનાને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ હતી જે બાદ લોકડાઉન લાદવામાં આવ્યુ હતું. આ પછી ઘણા દેશોએ આ રોગની રસી શોધી કાઢી હતી. ત્યાર બાદ ભારતમાં પણ લોકોને રસી આપવાનું શરૂ થઈ ગયુ હતુ. આ સમયગાળા દરમિયાન દેશભરમાં અનેક લોકોના મોત થયા હતા. કેટલાકના મોત કોરોના વાયરસના કારણે થયા છે જ્યારે કેટલાકના મોત હાર્ટ એટેક અને અન્ય બીમારીઓને કારણે થયા છે. આ પછી સવાલો ઉઠવા લાગ્યા છે કે શું કોરોના વાયરસને રોકવા માટે બનાવવામાં આવેલી વેક્સીનને કારણે લોકોમાં હાર્ટ એટેકનો ખતરો વધી ગયો છે?
ICMR પ્રારંભિક તારણોની સમીક્ષા કરી રહ્યું છે
ICMRના ચીફ બહલે જણાવ્યું હતું કે ભારતમાં કોવિડ રસીકરણ અને અચાનક હાર્ટ એટેકથી થતા મૃત્યુ વચ્ચેની કડીનું મૂલ્યાંકન કરવા સંસ્થા ચાર અભ્યાસ કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અભ્યાસનો પ્રારંભિક અહેવાલ જુલાઈ 2023માં પ્રકાશિત કરવામાં આવશે. આ અભ્યાસમાં ICMR ભારતમાં યુવા વસ્તીમાં કોવિડ-19 રસીકરણ અને વધતા હાર્ટ એટેક વચ્ચેની કડીને સમજવાનો પ્રયાસ કરી રહ્યું છે.
મૃત્યુ સાથે રસીની લિંકનું મૂલ્યાંકન કરવા માટે ચાર અભ્યાસ
મળતી માહિતી મુજબ ICMR એ 40 હોસ્પિટલોમાંથી એકત્ર કરાયેલ ડેટા આ અભ્યાસ માટે નમૂનાના કદ તરીકે ક્લિનિકલ નોંધણી વિશે માહિતી લીધી છે. આમાંથી ઘણા દર્દીઓના ડેટા એઈમ્સમાંથી પણ લેવામાં આવ્યા છે. માહિતી અનુસાર 14,000 લોકોના સેમ્પલ સાઈઝમાંથી 600 લોકોના મોત થયા છે.
ICMRના ચીફના જણાવ્યા મુજબ પ્રથમ અભ્યાસ યુવાનોના અચાનક મૃત્યુના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તે અભ્યાસ કરવા માટે કે શું તેઓ કુદરતી કારણોસર મૃત્યુ પામ્યા છે. બીજો અભ્યાસ રસીકરણ, લાંબા સમયગાળા સુધી કોવિડની અસર અને દર્દીની ગંભીરતાની દ્રષ્ટિએ અચાનક હાર્ટ એટેકથી મૃત્યુનું મૂલ્યાંકન કરવા પર કેન્દ્રિત હતું. અચાનક મૃત્યુ પર ત્રીજો અભ્યાસ થઈ રહ્યો છે. આ અભ્યાસમાં નોંધપાત્ર સંખ્યામાં લોકોની ઓળખ કરવામાં આવી રહી છે, જેઓ હાર્ટ એટેક અથવા મગજના સ્ટ્રોકને કારણે અચાનક મૃત્યુ પામ્યા છે. ચોથો અભ્યાસ એવા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમને મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (હૃદયરોગનો હુમલો) થયો હતો પરંતુ તેઓ મૃત્યુ પામ્યા ન હતા.