National

હવે ટ્રકમાં ડ્રાઈવરની કેબિનમાં હશે એરકન્ડીશન, નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હી: ભારતમાં (India) માલ વાહક તરીકે સૌથી વધારે ટ્રકનો (Truck) ઉપયોગ થાય છે. લોકોને રોજીંદા જીવનની વસ્તુઓ સરળતાથી મળી જાય તેવાં ટ્રક ડ્રાઈવરોનું (Truck Driver) જીવન ઘણી મુશ્કેલીઓથી ભરેલું હોય છે. દરરોજ ટ્રક ચાલકો કલાકો સુધી ખરાબ રસ્તાઓ, ઠંડી, ગરમી, વરસાદ તમામ મુશ્કેલીઓનો સામનો કરીને તેમજ ધણીવાર પોતાના ટ્રકમાં જ રાત વિતાવીને બીજા દિવસે પોતાની સફર શરૂ કરે છે. આવા સમયે તેઓની મુશ્કેલીઓ વધી જાય છે. જેને જોતા દેશમાં ટ્રક ડ્રાઈવરો માટે કેન્દ્રિય રોડ પરિવહન મંત્રલયે મોટો નિર્ણય લીધો છે.

સોમવારે નિતિન ગડકરીએ ભારતીય ડ્રાઈવરો પર આધારિત પુસ્તક “દેશ ચાલક” નામના પુસ્તકના વિમોચનના કાર્યક્રમમાં ઘોષણા કરી હતી કે પરિવહન ક્ષેત્રે ડ્રાઈવરોની ભૂમિકા મહત્વની હોય છે. દુનિયામાં સૌથી વધારે ઝડપથી વધતી અર્થવ્યવસ્થા માટે આ ક્ષેત્ર મહત્વનું છે જેના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ટ્રકોમાં ડ્રાઈવરો માટે તેમના કેબિનમાં એસીની સગવડ પૂરી પાડવામાં આવશે.

ગડકરીએ કહ્યું કે ડ્રાઈવરોના કામકાજ અને માનસિક સ્થિતિને લગતી સમસ્યાઓ માટે ઝડપી નિરાકરણની જરૂર હતી. કેન્દ્રીય મંત્રીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે ટ્રક ચાલકોને આકરી ગરમીમાં કામ કરવું પડે છે જેના કારણે હું લાંબા સમયથી ટ્રક ડ્રાઈવરો માટે એસી કેબિનનો મુદ્દો ઉઠાવી રહ્યો છું. કેટલાક લોકો તેનો વિરોધ કરે છે અને કહે છે કે તેનાથી ખર્ચ વધશે. પરંતુ અહીં આવતા પહેલા મેં ફાઇલ પર સહી કરીને મારી મંજૂરી આપી દીધી છે. એટલે કે હવેથી ટ્રકોમાં ડ્રાઇવરની કેબિનમાં પણ એસી હશે.

ડ્રાઇવરોની કામ કરવાની સ્થિતિમાં સુધારો કરવાની જરૂર છે
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ડ્રાઇવરોની કામ કરવાની સ્થિતિમાં સુધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને કહ્યું કે વધુ ડ્રાઇવિંગ સ્કૂલો સ્થાપીને ડ્રાઇવરોની અછતને દૂર કરવા પગલાં ભરવાની જરૂર છે. ગડકરીએ કહ્યું કે ડ્રાઈવરોની અછતને કારણે ભારતમાં ડ્રાઈવરો 14-16 કલાક સતત કામ કરી રહ્યા છે જ્યારે અન્ય દેશોમાં તેમના કામના કલાકો નિશ્ચિત છે.

તેમણે કહ્યું કે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા તરીકે ઉભરી આવ્યું છે અને આ માટે લોજિસ્ટિક્સ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતની નિકાસ વધારવા માટે લોજિસ્ટિક્સની કિંમતમાં ઘટાડો કરવાની જરૂર છે. ગડકરીએ કહ્યું કે અમારી લોજિસ્ટિક્સ કિંમત બાકીના વિશ્વની સરખામણીમાં 14-16 ટકા છે. ચીનમાં તે 8-10 ટકા છે, યુરોપિયન દેશો અને અમેરિકામાં તે 12 ટકા છે. જો આપણે નિકાસ વધારવી હોય તો લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરવો પડશે

Most Popular

To Top