પ.બંગાળ: પશ્ચિમ બંગાળના (West Bengal) સંદેશખાલીમાં (Shandeshkhali) EDની ટીમ અગાવ દરોડા પાડવા માટે ગઇ હતી. તે દરમિયાન ટીમ ઉપર કરટલાંક માથાભારે લોકો હુમલો કર્યો હતો. આ હુમલાખોરો કેટલાંક ઠેકાણાઓ ઉપર આજે સીબીઆઇની (CBI) ટીમે દરોડા પાડ્યા હતા. તેમજ મોટા જથ્થામાં દારૂ-ગોળો ઝડપી પાડ્યો હતો.
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં ED અધિકારીઓ પર હુમલાના સંદર્ભમાં CBI ઘણી જગ્યાએ દરોડા પાડી રહી છે. સીબીઆઈએ આ દરોડામાં મોટી માત્રામાં દારૂગોળો અને હથિયારો જપ્ત કર્યા છે. આ પહેલા સીબીઆઈએ સંદેશખાલી કેસમાં એફઆઈઆર નોંધી હતી. ઈમેલ દ્વારા ફરિયાદના આધારે સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી. આ FIRમાં પાંચ લોકોના નામ છે જ્યારે બાકીના અજાણ્યા લોકો છે.
પશ્ચિમ બંગાળમાં રાશન વિતરણમાં આશરે રૂ. 10 હજાર કરોડના ભ્રષ્ટાચારના કેસમાં જ્યારે EDની ટીમ 5 જાન્યુઆરીએ શાહજહાં શેખના નિવાસસ્થાને દરોડા પાડવા માટે પહોંચી ત્યારે શાહજહાંના સાગરિતોએ ત્યાં ED અધિકારીઓ પર હુમલો કર્યો હતો. તેમજ 200 થી વધુ સ્થાનિક લોકોએ અધિકારીઓ અને તેમની સાથે આવેલા અર્ધલશ્કરી દળોના વાહનોને ઘેરી લીધા હતા.
ટોળાએ અધિકારીઓના વાહનોની પણ તોડફોડ કરી હતી. આ હુમલામાં EDના ત્રણ અધિકારી રાજકુમાર રામ, સોમનાથ દત્ત અને અંકુર ગુપ્તા ઘાયલ થયા હતા. ત્યાર બાદ આ કેસમાં એક પછી એક ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતા. તેમજ શાહજહાં શેખ ઘણા દિવસો સુધી ફરાર હતો. શાહજહાં પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલિકની નજીક માનવામાં આવે છે.
સાદેક્ષાલી ક્યારે લાઇમલાઇટમાં આવી?
ED ટીમ પર હુમલા બાદ સંદેશખાલી ત્યારે ચર્ચામાં આવી જ્યારે ત્યાંની મહિલાઓએ શાહજહાં શેખ પર જમીન હડપ કરવાનો અને તેના સાગરિતો પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. ડાબેરી અને ભાજપ પક્ષોએ આ મામલે મમતા સરકાર સામે જોરદાર વિરોધ કર્યો હતો.
સંદેશખાલીમાં કલમ 144 લગાવીને વિપક્ષના નેતાઓને ત્યાં જતા અટકાવવામાં આવ્યા હતા, જોકે ભાજપના નેતાઓએ આ મુદ્દો બંગાળથી લઈને દિલ્હી સુધી ઉઠાવ્યો હતો અને મમતા સરકાર પર સંદેશખાલીના તમામ આરોપીઓની ધરપકડ કરવા દબાણ કર્યું હતું. જો કે બંગાળ પોલીસે શાહજહાંના સાગરિતોની ધરપકડ કરી હતી.
પરંતુ પોલીસ શાહજહાં શેખ પર હાથ મૂકતા ડરતી હતી. જ્યારે કોલકાતા હાઈકોર્ટે શાહજહાંની ધરપકડ કરવાનો આદેશ આપ્યો ત્યારે પોલીસે કાર્યવાહી કરી અને ફેબ્રુઆરીના અંતમાં તેની ધરપકડ કરી.