Sports

બ્રાઝીલના ભૂતપૂર્વ દિગ્ગજ ફૂટબોલર પેલેની હાલત ગંભીર: રિવાલ્ડો-એમ્બાપેએ કરી પ્રાર્થના

બ્રાઝીલ: (Brazil) કતારમાં ચાલી રહેલા ફૂટબોલ વિશ્વ કપ વચ્ચે માઠા સમાચાર આવી રહ્યા છે. આ સમાચાર બ્રાઝીલના ફૂટબોલ પ્રેમીઓ માટે સારા નથી. પૂર્વ દિગ્ગજ ફૂટબોલર (Footballer) પેલેની (Pele) હાલત ખુબ જ નાજુક છે. તેઓ સાઓ પાઉલોની એક હોસ્પિટલમાં (Hospital) દાખલ કરવામાં આવ્યા છે. પેલેને સામાન્ય ઈલાજ માટે દાખલ કરાયા હતા. અને નિંદાન બાદ તેમના શરીરના અંગો ઉપર આપવામાં આવી રહેલી કીમો થેરપીની કોઈ જ અસર કરી રહી ન હતી.આ કારણોથી તબીબોએ તેમને પોલિએક્ટિવ કેરમાં સીફ્ટ કર્યા હતા જેને એન્ડ ઓફ લાઈફ કેર પણ કહેવામાં આવે છે.

પેલેના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે
આલ્બર્ટ આઈન્સ્ટાઈન હોસ્પિટલના ડોક્ટરના જણાવ્યા અનુસાર પેલેના શરીરના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું છે. તેના પર કીમોથેરાપીની કોઈ અસર થઈ રહી નથી. પેલે કેન્સર સામે લડી રહ્યો છે. પેલે હૉસ્પિટલમાં ગયા પછી તે ગંભીર હાલતમાં હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરંતુ તેની પુત્રી કેલી નાસિમેન્ટોએ આ વાતને ફગાવી દીધી હતી. મળતી માહિતી અનુસાર તેમની હાલત નાજુક છે.

વિશ્વભરમાં તેમના ફેન ફોલોઅર્સ માંગી રહ્યા છે દુવા
દિગ્ગજ ફૂટબોલર પેલેની આવી નાજુક હાલતના સમાચારો જેમ જેમ પ્રસરી રહ્યા છે તેમતેમ તેમના ચાહકો અને ફોલોઅર્સમાં દુઃખની લાગણીઓ ફેલાઈ ગઈ છે. પેલેની હાલત જોઈને વિશ્વના ઘણા ફૂટબોલરોએ ટ્વિટ કરવાનું શરૂ કરી દીધું છે. ફ્રાન્સના યુવા સ્ટાર કિલિયન એમ્બાપે રાજા માટે પ્રાર્થના કરવાનું કહ્યું હતું.. તે જ સમયે ભૂતપૂર્વ બ્રાઝિલિયન સ્ટાર રિવાલ્ડોએ લખ્યું – રાજા મજબૂત બને..ફૂટબોલ વર્લ્ડ કપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી પેલે માટે પ્રાર્થના પણ કરવાઆ આવી છે. કતાર વર્લ્ડ કપના આયોજકોએ પણ પેલે માટે પ્રાર્થના કરી હતી. અને દોહાની એક ઈમારત પર લેસર લાઈટ દ્વારા તેની તસવીર બતાવી અને લખ્યું- જલ્દી સ્વસ્થ થઈ જાવ.

પેલેએ ઇન્સ્ટાગ્રામ પર કર્યું હતું પોસ્ટ
પેલેએ શુક્રવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. આ સાથે કતારએ બિલ્ડિંગ પર બતાવેલી તેની તસવીર પણ શેર કરી છે. તેણે લખ્યું, “મિત્રો, હું રૂટીન ચેક-અપ માટે હોસ્પિટલમાં છું. આ પોસ્ટ એટલા માટે કરું છું કે મને સકારાત્મક સંદેશાઓ પ્રાપ્ત થાય અને આ માટે કતારનો અને મને સારા સંદેશા મોકલનારા તમામનો આભાર વ્યક્ત કરું છું..

Most Popular

To Top