National

એકસાથે 10 ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા ભારતના એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો

નવી દિલ્હીઃ એરલાઇન્સને બોમ્બની ધમકીઓ મળતી રહે છે. આજે તા. 19 ઓક્ટોબર 2024ને શનિવારે ફરી એકવાર 10 અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી, જે બાદ એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાંથી પાંચ ફ્લાઈટ ઈન્ડિગોની છે અને પાંચ ફ્લાઈટ આકાસા એરલાઈન્સની છે. ઈન્ડિગોએ તેની બે ફ્લાઈટને લઈને નિવેદન જાહેર કર્યું છે.

ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે, અમે મુંબઈથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6E 17 સંબંધિત પરિસ્થિતિથી વાકેફ છીએ. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી સાવચેતીઓ લઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે સોમવારથી અત્યાર સુધીમાં ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 70 ફ્લાઈટ્સને બોમ્બની ધમકીઓ મળી હતી, જોકે બાદમાં આ બધી ખોટી સાબિત થઈ હતી. જેના કારણે ફ્લાઈટ્સના રૂટ બદલવા પડ્યા અને તેમના સમયમાં ફેરફાર કરવો પડ્યો.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરલાઇન્સ દ્વારા બોમ્બની ખોટી ધમકીઓની ઘટનાઓને રોકવા માટે ગુનેગારોને ‘નો-ફ્લાય’ લિસ્ટમાં મૂકવા સહિતના કડક નિયમો લાગુ કરવાની યોજના બનાવી રહ્યું છે. આ યાદીનો હેતુ બેકાબૂ મુસાફરોને ઓળખવાનો અને તેમને પ્લેનમાં ચઢવા પર પ્રતિબંધ મૂકવાનો છે.

Most Popular

To Top