Entertainment

દુબઇમાં બુર્જ ખલીફા પર થશે ‘જવાન’નું ટ્રેલર લોન્ચ! સાથે ફિલ્મના સ્ક્રિનીંગનો એક નવો ઇતિહાસ રચાશે

મુંબઇ: બોલિવૂડના (Bollywood) બાદશાહ અને ચાહકોના દિલો પર રાજ કરનાર શાહરૂખ ખાન (Shah rukh khan) આ વર્ષની ‘પઠાણ’ પછી તેની બીજી મોસ્ટ અવેટેડ રિલીઝ ફિલ્મ ‘જવાન’ (Jawam)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 7 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આવી સ્થિતિમાં ચાહકો ફિલ્મ પહેલા જવાનના ટ્રેલર (Trailer) રિલીઝની (Release) રાહ જોઈ રહ્યા છે. આવી સ્થિતિમાં SRK પોતાના ફેન્સ માટે સારા સમાચાર લઈને આવ્યા છે. હાલમાં જ કિંગ ખાને પોતાના ટ્વીટ હેન્ડલ પર એક પોસ્ટ રિલીઝ કરી છે, જેની સાથે તેમણે એક ફોટો પણ શેર કર્યો છે.

ફિલ્મનું ટ્રેલર 31 ઓગસ્ટે દુબઇમાં લોન્ચ કરવામાં આવશે, જે બુર્જ ખલીફા પર બતાવવામાં આવશે. આ પોસ્ટને શેર કરતા શાહરૂખે લખ્યું છે કે, ‘હું તમારી સાથે જવાનની ઉજવણી ન કરું, એવું ન થઈ શકે. આવી રહ્યો છું હું બુર્જ ખલીફા 31મી ઓગસ્ટે રાત્રે 9 વાગે. મારી સાથે જવાનની ઉજવણી કરો, કારણ કે પ્રેમ એ વિશ્વની સૌથી સુંદર લાગણી છે, ચાલો પ્રેમના રંગ સાથે જઈએ અને લાલ રંગ પહેરીએ. તમે શું કહો છો? તૈયાર!’.

એટલું જ નહિ શાહરૂખ ખાનના ફેન ક્લબ એસઆરકે યુનિવર્સ બોલીવુડમાં એક નવો ઇતિહાસ રચવા જઇ રહ્યો છે. મુંબઇમાં સિંગલ સ્ક્રીન થિયેટર Gaiety Galaxyમાં 51 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઇ ફિલ્મનું સ્ક્રિનીંગ વહેલી સવારે થવા જઇ રહ્યું છે. જો કે અગાઉ આ જ ક્લબ દ્વારા આ જ થિયેટરમાં સવારે વાગ્યે શાહરૂખની જ ફિલ્મ ‘પઠાન’નો શો પણ યોજવામાં આવ્યો હતો.

આ અંગે માહિતી આપતા આ ક્લબે એક ટ્વિટ કરીને લખ્યું કે અમે છેલ્લી વખત આઇકોનિક Gaiety Galaxy માં સવારે 9 વાગ્યે ‘પઠાન’ના શોનું આયોજન કરીને અમે ઇતિહાસ રચ્યો હતો. તેથી હવે અમે સવારે 6 વાગ્યે ‘જવાન’ ફિલ્મ માટે શોનું આયોજન કરીને ફરી એકવાર ઈતિહાસનું પુનરાવર્તન કરવા માંગીએ છીએ.

Most Popular

To Top