Gujarat

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27% OBC અનામતની ગુજરાત સરકારની જાહેરાત

ગુજરાત: સ્થાનિક ચૂંટણીને (local elections) લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે સરકારે સ્થાનિક ચૂંટણીઓમાં 27% OBC અનામતની જાહેરાત કરી છે. એવા પણ સમાચાર છે કે સરકારે SC/ST બેઠકમાં કોઇ ફેરફરા કર્યા નથી. લોકસભાની ચૂંટણી (Loksabha election) પહેલા રાજ્યની ગ્રામ પંચાયતો અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં અનામતની (Reservation) જાહેરાત 2024ની લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો (Gujarat goverment) આ મોટો નિર્ણય છે. અગાઉ સરકાર દ્વારા ઓબીસી (OBC) અનામત 10 ટકા હતી, જે હવે વધારીને 27 ટકા કરવામાં આવી છે. જો કે SC-ST બેઠકોમાં 10 ટકા આરક્ષણ પહેલાની જેમ જ યથાવત રાખવામાં આવ્યું છે.

આજે અનામતની જાહેરાત બાદ ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. જુલાઈ 2022માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સ્વતંત્ર કમિશન ઝવેરી કમિશનની રચના કરવાનો નિર્ણય લીધો હતો. જેનો રિપોર્ટ 90 દિવસમાં આવવાનો હતો પરંતુ તેની સમય મર્યાદા બે વખત લંબાવવામાં આવી હતી. આ પંચે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં પછાત વર્ગોની બેઠકો નક્કી કરતાં પહેલાં સંસ્થાઓમાં પછાત વર્ગોની વર્તમાન રાજકીય પરિસ્થિતિનો અભ્યાસ અને વિશ્લેષણ કરવાનું હતું.

ગુજરાત પંચાયતમાં OBC અનામત અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. આજરોજ જાહેરાત કરવામાં આવી હતી કે ઓબીસીને 27 ટકા અનામતની ભલામણ કરવામાં આવી હતી. ST અને SC અનામત યથાવત્ત રાખવાની પણ ભલામણ કરવામાં આવી હતી. જેનો રાજ્ય સરકારે સ્વિકાર કરી લીધો છે. આ નિર્ણય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી જ લાગુ પડી જશે. કુલ બેઠકોના 50 ટકાથી વધે નહી તેવી સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે. 2022 માં ઝવેરી કમિશનની રચના કરવામાં આવી હતી. 2023 માં અહેવાલ મળ્યા બાદ 3 મહિનાથી તેનો અભ્યાસ ચાલી રહ્યો હતો. આજે સરકાર દ્વારા આ પંચની ભલામણોને લાગુ કરવાનો નિર્ણય સરકારે લીધો છે. જેને વડોદરા શહેર ભાજપાએ વધાવ્યો હતો અને ઉજવણી કરી હતી.

રાજ્ય સરકારે ઓબીસી અનામત અંગે નિર્ણય કરી આજે જાહેરાત કરી હતી અને જેમાં પ્રવક્તા દ્વારા જણાવાયું હતું કે પંચ દ્વારા એસસી, એસટીની સીટોને કોઇ પણ રીતે સ્પર્શ્યા વગર 27 ટકા અનામત OBC ને આપવાની જાહેરાત કરવામાં આવે તેવી ભલામણ કરી હતી. જેને સરકારે મંજૂરી આપી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, 9 જિલ્લામાં અને 61 તાલુકામાં આદિવાસીઓની વસ્તી 50 ટકા કરતા વધારે છે. આ વસ્તી પ્રમાણે બેઠક ફાળવવામાં આવશે. 10 બેઠકો ઓબીસીને આપીએ છીએ તે ચાલુ રહેશે. જો 25 થી 50 ટકા વસ્તી હશે તે નિયમ પ્રમાણે બેઠક આપવી હોય તો ઓબીસી બેઠકો ઘટી જાય તેમ છે.

આવા કિસ્સામાં સરકાર 10 ટકા અનામત્ત યથાવત્ત રાખી છે. યુનિટનો અભ્યાસ કર્યા બાદ 27 ટકાએ 50 ટકા કરતા વધે નહી તે જોવાશે. 50 ટકાની ગાઇડ લાઇનને ધ્યાને રાખીને જે ગેપ ભરીએ તો તે 27 ટકા થાય છે. આજરોજ વડોદરા શહેર ભાજપા દ્વારા આ અંગેની ઉજવણી કરવામાં આવી હતી. ભાજપા કાર્યાલય ખાતે અધ્યક્ષ ડો. વિજય શાહ, સાંસદ રંજનબહેન ભટ્ટ, મેયર નિલેશ રાઠોડ, ધારાસભ્ય કેયુર રોકડીયા, ડે. મેયર નંદાબહેન જોશી સહિતના આગેવાનોએ આ જાહેરાતને વધાવી લીધી હતી અને ફાંકડા ફોડી મીઠાઈ વહેંચી નિર્ણયને વધાવ્યો હતો.

Most Popular

To Top