Dakshin Gujarat

બીલીમોરા: ટ્રેન સામે પડતું મુકનાર શ્રમજીવીને બચાવવા જનાર અન્ય શ્રમજીવીનું પણ કરુણ મોત

બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના ભેંસલા ખાડીની ડાઉન લાઇન પરથી પસાર થતી એક્સપ્રેસ ટ્રેન (Train) સામે પડતું મૂકનાર શ્રમજીવીને બચાવવા ગયેલા બીજા શ્રમજીવીનું (Worker) પણ ટ્રેનથી કપાઈ જતા મોત નીપજ્યું છે.

  • ટ્રેન સામે પડતું મુકનાર શ્રમજીવીને બચાવવા જનાર અન્ય શ્રમજીવીનું પણ કરુણ મોત
  • આહવાના બંને શ્રમજીવી સરીબુજરંગમાં મંડપવાળાને ત્યાં મજૂરી કામ કરતા હતા

દાદરથી બિકાનેર જતી એક્સપ્રેસ ટ્રેન જ્યારે અમલસાડ નજીકના ભેસલા ખાડીની ડાઉન લાઈન પરથી પસાર થઈ રહી હતી તે સમયે એક શ્રમજીવીએ ટ્રેન સામે પડતું મૂકવા સામે ઉભો રહી ગયો હતો, જેને બચાવવા તેની સાથેનો બીજો શ્રમજીવી વચ્ચે પડતા બંને ટ્રેન નીચે આવી જતા બંનેના અરેરાટી ભર્યા મોત નિપજ્યા હતા. મળતી માહીતી મુજબ બંને શ્રમજીવીઓ અમલસાડ પાસેના સરીબુજરંગના શૈલેષભાઈ મંડપવાળાને ત્યાં મજૂરી કામ કરતા હતા અને બંનેની ઓળખ ચેતન લક્ષીયાભાઈ ગાવીત (ઉં18 રહે આહવા ધોળા ગામ) તથા પરિમલ ગાંગુડાભાઈ ભોયા (ઉ19 રહે આહવા કોટમાળ) હોવાનું શૈલેષભાઈએ જણાવ્યું હતું. ટ્રેનના ડ્રાઇવરે બનાવની જાણ અમલસાડ સ્ટેશન માસ્ટરને કરતા બીલીમોરા રેલ્વે પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. પણ હદ બીલીમોરા પોલીસની હોવાથી બીલીમોરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top