Dakshin Gujarat

બીલીમોરામાં મિત્રની જૂની અદાવતમાં મિત્ર વચ્ચે પડ્યો અને માર ખાવાનો વારો આવ્યો

બીલીમોરા: (Bilimora) બીલીમોરા નજીકના દેવસર ખાતે મિત્ર (Friend) સાથે ફરવા નીકળેલા એક યુવકને મિત્રની જૂની અદાવતમાં વચ્ચે પડતાં માર મારતા પગે ફ્રેકચર થતાં યુવકના ભાઈએ બીલીમોરા પોલીસમાં (Police) ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • બીલીમોરામાં મિત્રની જૂની અદાવતમાં વચ્ચે પડેલા મિત્રને માર ખાવાનો વારો આવ્યો
  • ચેતન તેના મિત્ર હિમાંશુ સાથે ફરવા ગયો હતો ત્યારે બની આ ઘટના

પ્રાપ્ત વિગતો અનુસાર ધર્મેશભાઇ જગદીશભાઇ ચૌધરી (૨૯, રહે.તલોધ ગણદેવી રોડ)એ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેનો ભાઈ ચેતન તેના મિત્ર હિમાંશુ સાથે ફરવા ગયો હતો. તે વખતે દેવસર અંબાજી મહોલ્લા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ચેતનના મિત્ર હિમાંશુ સાથે જુની અદાવત રાખી નિતિનભાઇ કાંતિભાઇ રાઠોડ (રહે- નાની દેવસર, તા.ગણદેવી)એ હિમાંશુ સાથે ઝઘડો કરતા ચેતનભાઈ ગાડી ઉપરથી નીચે ઉતર્યો હતો તે વખતે નીતિન રાઠોડે ચેતન ચૌધરીને ડાબા પગમાં લાકડી વડે ફટકો મારતા ડાબા પગમાં ફ્રેકચર થતા તેને બીલીમોરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ અંગે ઈજાગ્રસ્ત ચેતનભાઈના ભાઈ ધર્મેશભાઈએ બીલીમોરા પોલીસમાં નિતિન કાંતિભાઇ સામે માર મારવાની અને જાનથી મારી નાંખવાની ધમકીની ફરિયાદ નોંધવી હતી.

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બાદ તંત્રએ પગલા ભરતા પારસી પંચાયતને મિલકતનો કબજો મળી ગયો
બીલીમોરા : બીલીમોરા પારસી અંજુમનની મિલકત પચાવી પાડનારાઓ સામે અંજુમને લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કર્યા પછી તંત્રએ તાકીદના પગલા લેતા અંજુમનને મિલકત પરત મળી છે.
બીલીમોરા રેલવે સ્ટેશન સામે દેસરા રોડ ઉપર આવેલી પારસી અંજુમનની માલિકીની ચાલીના ગાળા નંબર ૮ મિલકતના મૂળ ભાડુઆત અરૂણભાઇ દેસાઈ અને તેમના પત્ની પન્નાબેનના અવસાન બાદ તેમની અંતિમ વિધિ કરવા આવેલા તેઓના કુટુંબીજનો કિરણકુમાર બાબુભાઈ દેસાઈ (રહે ડિંડોલી સુરત), ઉર્મિલાબેન અવિનાશભાઈ દેસાઈ (રહે અંકલેશ્વર) અને વર્ષાબેન જયેશભાઈ દેસાઈ (રહે બીલીમોરા)એ મિલકત ઉપર ગેરકાયદેસર કબજો જમાવી દીધો હતો. જોકે મૂળ ભાડુઆત અરુણભાઈને કોઈ સંતાન નહીં હોવાથી તેમના અને તેમની પત્નીના અવસાન બાદ કાયદેસર રીતે મિલકતના કોઈ ભાડુંઆતો નહીં રહેતા પારસી અંજુમન તે મિલકતનો કબજો લેવા પહોંચ્યા હતા, પણ તેમના કુટંબીજનોએ મિલકતનો કબજો પરત કરવા નન્નો ભણી દેતા મેનેજિંગ ટ્રસ્ટી મરઝબાન બારીઆએ ત્રણે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી. તમામ દસ્તાવેજી પુરાવાઓ જિલ્લા કલેકટર સમક્ષ રજૂ કરતા તપાસના અંતે જિલ્લા કલેક્ટરે પોલીસ વડાને ગેરકાયદેસર કરાયેલો કબજો ખાલી કરાવવા આદેશ કર્યો હતો. જોકે કબજો જમાવનાર ત્રણે ઘુષણખોરોએ કબજો પરત આપવો ન પડે તે માટે એડી ચોટીનું જોર લગાડ્યું હતું, પણ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના આદેશ બાદ નાયબ જિલ્લા પોલીસ વડાએ લીધેલા પગલાંને પગલે પારસી પંચાયતને તેની મિલકતનો કબજો પરત મેળવવામાં સફળતા મળી છે.

મિલકતમાં હજુ પણ ગેરકાયદે દબાણ કરનારા સામે પગલા ભરાશે
આ અંગે મેનેજિંગ ટ્રસ્ટીના જણાવ્યા મુજબ દંપતિના અવસાન બાદ તેમના સગાઓએ મિલકત ઉપર તેઓનો કોઈ હક્ક હિસ્સો કે દાવો નથી એવું લખાણ અંજુમનને આપ્યા બાદ પણ દાનત બગડતા મિલકત ઉપર કબજો કર્યો હતો. જોકે જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સાથે નાયબ પોલીસ વડાએ લીધેલા પગલાની મરઝબાનભાઈએ પ્રશંસા કરી જણાવ્યું હતું કે તંત્રએ લીધેલા ત્વરિત પગલાંને કારણે તેમની મિલકતનો કબજો પરત મળી શક્યો છે. તેમણે ઉમેર્યું હતું કે હજી અમારી મિલકતમાં દક્ષાબેન જગદીશભાઈ પટેલ, મધુર મિલન સ્વીટ્સ, સાહિલ કોર્નર અને તાજ કોર્નરે પણ ગેરકાયદેસર રીતે મિલકતમાં વધારાનું દબાણ કર્યું છે. તેઓ સામે પણ અંજુમન ટૂંક સમયમાં કાયદાકીય પગલા ભરનાર હોવાનું તેમણે જણાવ્યું હતું.

Most Popular

To Top