Business

પદમડુંગરીના જંગલમાં યુવાનની ગોળી મારીને હત્યા મામલે સામે આવ્યું આ રહસ્ય

વ્યારા: (Vyara) ડોલવણના પદમડુંગરી ગામે વખાર ફળિયાની સીમમાં આવેલા જંગલમાં ગત તા.૧૦/૦૯/૨૦૨૩ના રોજ યુવકને બોલાવી ગંભીર ઇજા કરી સ્થળ પર જાનથી મારી નાંખી હત્યારાઓ નાસી ગયા હતા. જે અંગે ડોલવણ પો.સ્ટે.માં ગુનો નોંધાતાં એલ.સી.બી.ને હત્યાનો (Murder) આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે. એલ.સી.બી. બાતમીદાર અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણ હત્યારાઓમાં સંદીપ કોંકણી, કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા કિરણ બાગુલને વાનમાં ડોલવણના ડુંગરડા ગામથી રાયગઢ તરફ જતા કોતરડાના માઇનોર બ્રિજ (Bridge) પરથી ઝડપી પાડ્યા છે. ડોલવણ પો.સ્ટે.માં ઇ.પી.કો કલમ-૩૦૨,૨૦૧ તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો નોંધાયો હોય અને આર્મ્સ એક્ટ મુજબનો પણ બનતો હોય વધુ કાર્યવાહી માટે ડોલવણ પોલીસને આ ત્રણેય આરોપીને સોંપવામાં આવ્યા છે.

  • પદમડુંગરીના જંગલમાં યુવાનની હત્યા તેના જ સાવકા ભાઈએ ગોળી મારીને કરી હતી
  • પિતાના પૈસાની તકરારમાં યુવકની હત્યા કર્યાની કબૂલાત, એલસીબીએ ત્રણને દબોચ્યા
  • રૂ.૩,૨૨,૭૦૦નો મુદ્દામાલ કબજે, એક કિશોરની પણ સંડોવણી

પકડાયેલી ગાડીમાં તપાસ કરતાં ડ્રાઇવર સીટના પાછળના ભાગે સીટ પરથી એક રેક્ઝિનની બેગ મળીમાં એક લોખંડના ડબલ બેરેલ તથા તેની નીચે લાકડાની પકડ સહિતનું નાળચું, લાકડાં, લોખંડની ટ્રીગર, ફાયરિંગ પિન સહિતના હાથાવાળી રાયફલ છૂટી હાલતમાં તેમજ અલગ અલગ પ્રકારના ફાયરિંગ રાઉન્ડ તેમજ છૂટા સીસાના છરા મળી આવ્યા હતા. હથિયારનો પરવાનો ન હોવાનું જણાઇ આવ્યું હતું. પકડાયેલા ઇસમો તથા બાળ કિશોરને જિલ્લા બાળ સુરક્ષાના અધિકારી સમક્ષ પૂછપરછ કરતા તેઓ પૈકી કિરણ બાગુલે કબૂલાત કરી કે આ રાયફલ વડે સંદીપ કોંકણી તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે મળી ગઇકાલે સંદીપના સાવકા ભાઇ સંપતને પદમડુંગરી પાસેના જંગલમાં મારી નાંખ્યો હતો. આ બનાવમાં પોલીસે રૂ.૩,૨૨,૭૦૦નો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પકડાયેલા આરોપી
સંદીપ કિરણભાઇ કોંકણી (ઉં.વ.૩પ) (રહે.,આખર ફળિયું, કરંજખેડ ગામ, તા.ડોલવણ, જિ.તાપી), કિરણ સુરજીયાભાઇ બાગુલ (ઉં.વ.૨૮) (રહે.,નીચલું ફળિયું, નડગખાદી ગામ, તા.આહવા) અને કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર

હત્યા કરવામાં કોની કેટલી અને કઈ ભૂમિકા
વ્યારા: મરણ જનારનો સંદીપ કોંકણી સાવકો ભાઇ તેમજ તેના પિતા સરકારી કર્મચારી હતા. જેઓ કોરોના કાળ દરમિયાન મૃત્યુ પામતાં વળતર પેટે રૂ.૫૦ લાખ રૂપિયા મળ્યા હતા. જેમાંથી મરણ જનારને રૂ.૧૦ લાખ આપી બાકીના પૈસા સંદીપ કોંકણીએ વાપરી કાઢ્યા હતા. તેના પિતાના પી.એફ.ના રૂ.૧૫ લાખ તેમજ પેન્શન બાબતે તકરાર હોય સંદીપ કોંકણી મુખ્ય આરોપી તેમજ ખૂનની સોપારી લેનાર કિરણને પિકઅપ લેવા માટે પૈસાની જરૂર હતી. જેને ખૂન કર્યા પછી રૂ.૩ લાખમાં સોપારી આપી મરણ જનારનો સાવકો ભાઇ, વિધિ કરવાના બહાને બનાવવાળી જગ્યાએ લઇ આવવા તેમજ કિશોરનું ઘર બનતું હોવાથી તેને ઘર બનાવવામાં પૈસા આપી જરૂરી મદદ કિરણ બાગુલે હથિયારની વ્યવસ્થા કરી હતી. આ બનાવવાળી જગ્યાએ પોતે વિધિ કરાવશે, તેવો મરણ જનારને વિશ્વાસ અપાવી ફાયરિંગ કરી ખૂન કર્યુ હતું.

Most Popular

To Top