Vadodara

શહેરમાં ભુવા રાજ : ખાડામાં ભ્રષ્ટાચાર કે ભ્રષ્ટાચારનો ખાડો?

વડોદરા: સ્માર્ટ સીટી વડોદરા શહેરમાં વરસાદી માહોલ ટાણે માર્ગ પર પડેલા ખાડા અકસ્માતોને આમંત્રણ આપી રહ્યા છે.વડોદરાના વિવિધ વિસ્તારોમાં રસ્તા પર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો પણ અકસ્માતની દહેશત વચ્ચે વાહન હંકારવા મજબુર બન્યા છે. વડોદરામાં દર વર્ષે વરસાદી માહોલ ટાણે પાલિકા તંત્રની બેદરકારી સપાટી પર આવતી હોય છે.પરંતુ વર્ષો વીતી ગયા છતાં આજદિન સુધી પાણી આવતા પહેલા પાળ બાંધવાની કહેવત સાર્થક થઈ નથી.હાલ વરસાદી માહોલ જામ્યો છે.ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં રાજમાર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે.

શહેરના કારેલીબાગ જીવનભારતી સ્કૂલ ચાર રસ્તા ,ગાજરાવાડી , ઉમા ચાર રસ્તા , વારસિયા, કિશનવાડી સહિતના વિવિધ વિસ્તારોમાં મોટા મોટા ગાબડાં પડ્યા છે.મહત્વની બાબત છે કે માર્ગ પર પડેલા આ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ રહેતા હોવાથી વાહન ચાલક ખાડા જોઈ ન શકતા વાહન સ્લીપ ખાઈ જવું તેમજ અકસ્માતનું જોખમ ઉભું થયું છે.તેમ છતાં તંત્ર ભર નિંદ્રા માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.મોટા ભાગે આજ માર્ગ પરથી શાસકો પસાર થતા હોય છે તેમને પણ આ ખાડામાંથી પસાર થવાની અનુભૂતિ થતી હોય તેમ છતાં આ ખાડા પુરવાની તસ્દી લેવાતી નથી.ત્યારે હજી પણ તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોતું હોઈ તેમ લાગી રહ્યું છે.

સ્માર્ટસિટી વડોદરાના વિકાસના કામો રામ ભરોસે
વડોદરા શહેર મા ચોમાસુ જામતા રોજગારી મેળવવા આવેલા મજૂરો ને રોજગારી ન મળતા શ્રમજીવીઓ એ વતન ની વાટ પકડતા પાલિકાના કોન્ટ્રાકટર ના કામ ઘંધા પડી ભાગ્યા છે. હવે જે મજૂરો બચ્યા છે અને જે પાલિકાના કામ ચાલુ છે. તેવા કોન્ટ્રાકટરોએ ઉંચા રોજથી મજૂરોને બોલાવવા પડે તેવી નોબત આવી છે.
દર વર્ષે મજૂરો ચોમાસામા પોતાના વતન જઈ ને પોતાની જમીનમા વાવણી કરી નાનામોટા ખેતી કામ કરતા હોય છે. ત્યાર બાદ ફરી ભાદરવા અને આસો માસમા પરત ફરતા હોય છે. આમ મજૂરો વતન ભેગા થતા પાલિકાના વિકાસના કામો જૈસૈ થૈની સ્થિતિમાં મુકાઈ ગયા છે. અધિકારીઓ કોન્ટ્રાકરના મજુરો નથી તેમ કહીને ટોપલે તેની પર નાખી દે છે. જવાબદારીથી છુટી જાય છે.

Most Popular

To Top