Charchapatra

ભારત પ્રથમની ભાવના જરૂરી

દેશ આજે ધર્મના નામે ખંડિત થઈ ગયો છે. મંદિર – મસ્જીદ વિવાદ અદાલત સુધી પહોંચે શું કામ? નાગરિક અદાલત અને સત્ય આધારીત વિકલ્પને આપણે માન્યતા આપવી રહી. કોઈ પણ ધાર્મિક સ્થળ એક લક્ષ્મણ રેખા ખેચવી પડશે. નહીંતર હવેની પેઢી પણ આ ધાર્મિક વિખંડનમાંથી બહાર નીકળશે નહી. મોગલની પરંપરા બધા જાણે છે. એણે કરેલા મંદિર પર વાર જગ જાહેર છે પણ હવે ધર્મગુરુઓએ (પછી એ હિન્દુ હોય કે મુસ્લિમ) સમાન સહમતી આપવી જોઈએ. ‘મજહબ નહીં શીખાતા આપશ મે વેર કરના.’ આજે ઘણા સમયથી આખા દેશમાં રમખાણો બંધ થઈ ગયા છે. લોકો શીખી ગયા છે કે રમખાણોથી આપણે જ રોજગારને નુકસાન થાય છે. ધાર્મિક રેલી, પોલિટીકલ રેલી, જુલુસ આ બધુ પ્રતિબંધિત કરો. આનાથી જ ખરાબ સ્થિતિ ઊભી થાય છે.
સુરત     – તૃષાર શાહ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top