Entertainment

રિલીઝ પહેલા ‘પઠાણ’ની ટિકિટ 2400 રૂપિયામાં વેચાઈ, શો થયા હાઉસફુલ

નવી દિલ્હી: શાહરૂખ ખાનના (Shahrukh Khan) ચાહકો ઘણા ઉત્સાહ સાથે ફિલ્મ પઠાણની (Pathaan) રાહ જોઈ રહ્યા છે. ચાહકો ફિલ્મ જોવા માટે એટલા આતુર છે કે ફિલ્મનું એડવાન્સ બુકિંગ (Advance Booking) કરાવી રહ્યા છે, તે પણ ચાર ગુણ પૈસા આપીને. તમને નવાઈ લાગશે પણ ફિલ્મના રિલીઝ પહેલા જ ચાર ગણાથી વધારે કિંમતમાં ટિકિટ વેચાઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોતા લાગી રહ્યું છે કે ફિલ્મ રિલીઝ થયા બાદ ઘણા રેકોર્ડ્સ તોડી શકે છે. શાહરૂખ પઠાણથી 4 ચાલ બાદ સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. એસઆરકેના ચાહકો તેને પડદા પર જોવા માટે ઉત્સુક છે.

પઠાણ ટિકિટો આટલી મોંઘી વેચાઈ રહી છે
શાહરૂખના ચાહકોના ક્રેઝનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે કિંગ ખાનના ફેન્સ પઠાણને જોવા માટે ટિકિટ ખરીદવા માટે હજારો રૂપિયા ખર્ચી રહ્યા છે. 20 જાન્યુઆરીએ પઠાણનું એડવાન્સ બુકિંગ શરૂ થયું ત્યારથી જ ફિલ્મની ટિકિટના દર આસમાને પહોંચી ગયા છે. પરંતુ કિંગ ખાનના ચાહકો તેને સ્ક્રીન પર જોવા માટે સૌથી મોંઘી ટિકિટો પણ ખરીદી રહ્યા છે.

ગુરુગ્રામના એમ્બિયન્સ મોલમાં પઠાણની ટિકિટ 2400, 2200 અને 2000 રૂપિયામાં વેચાઈ રહી છે. ટિકિટ આટલી મોંઘી હોવા છતાં તમામ શો ફુલ થઈ ગયા છે. બાય ધ વે, આપણે એ વાત સાથે સહમત થવું પડશે કે ચાહકો શાહરૂખને ઘણો પ્રેમ કરે છે. એટલા માટે પઠાણને લઈને ચાલી રહેલા વિવાદની પણ ચાહકો પર કોઈ અસર થઈ નથી.

દિલ્હીમાં પણ ટિકિટના ઊંચા ભાવ!
રિપોર્ટ્સનું માનીએ તો દિલ્હીના કેટલાક મલ્ટીપ્લેક્સમાં પઠાણની ટિકિટ 2100 રૂપિયા સુધી વેચાઈ રહી છે. આ સિવાય કેટલાક થિયેટરોમાં સવારના શોની ટિકિટ 1000 રૂપિયા સુધી વેચાઈ રહી છે. પરંતુ મોંઘી ટિકિટો હોવા છતાં શાહરૂખની પઠાણની એડવાન્સ બુકિંગ તમામ રેકોર્ડ તોડી રહી છે. ‘પઠાણ’ના હિન્દી અને તેલુગુ વર્ઝનની ટિકિટ સૌથી વધુ વેચાઈ રહી છે.

રિપોર્ટ અનુસાર, ફિલ્મે 14.66 કરોડ રૂપિયાનું કલેક્શન કરી લીધું છે. પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં શાહરૂખ ખાનનો સૌથી અલગ અવતાર જોવા મળશે. શાહરુખે પઠાણ માટે પોતાના શરીર માટે ઘણી મહેનત કરી છે. શાહરૂખ પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણ સાથે રોમાન્સ કરતો જોવા મળશે. જોન અબ્રાહમ પણ લીડ રોલમાં જોવા મળશે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે રિલીઝ બાદ પઠાણ કેટલા રેકોર્ડ તોડે છે.

Most Popular

To Top