SURAT

બાગેશ્વર સરકારના દિવ્ય દરબાર માટે સુરતમાં તડામાર તૈયારી, બે લાખ ભક્ત ઉમટે તેવી શક્યતા

સુરત: છેલ્લાં કેટલાંય સમયથી ચમત્કાર કરવાના લીધે વિવાદોમાં રહેલા બાગેશ્વર ધામના (Bageshwar Dham) ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) આગામી દિવસોમાં સુરતમાં (Surat) પધારી રહ્યાં છે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર (Divya Darbar) માટે સુરતમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. સુરતના લિંબાયત વિસ્તારના નીલગીરી સર્કલ પાસે બાબાના દિવ્ય દરબાર માટે વિશાળ સ્ટેજ તૈયાર કરી દેવાયો છે. અહીં સાઉન્ડ સિસ્ટમ લગાડી દેવાઈ છે.

ભકતોમાં બાગેશ્વર સરકારથી (BageshwarSarkar) ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીએ સનાતન ધર્મની પુનઃ સ્થાપના માટે સ્પષ્ટતાપૂર્વક જાહેરમંચો પરથી બોલી રહ્યાં છે તેથી યુવા પેઢીમાં પણ પકકડ બનાવી રહ્યાં હોય ત્યારે સુરતમાં આવી રહેલા બાબાના કાર્યક્રમ માટે બાગેશ્વર ધામ આયોજન સમિતિ તડામાર તૈયારીઓ કરી દેવાઈછે.

દિવ્ય દરબારની તૈયારીઓ વિશે માહિતી આપવા માટે ભાજપના નેતાઓ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. પત્રકાર પરિષદને સંબોધતા ભાજપના નેતાઓ ધારાસભ્ય સંગીતા પાટીલ, સંદીપ પટેલ તેમજ કોર્પોરેટર દિનેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારના કાર્યક્રમ માટે એક પણ રૂપિયો લેતા નથી. તેઓના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરી લેવાઈ છે.

સંગીતા પાટીલે કહ્યું કે, દિવ્ય દરબારના આયોજન માટે વિવિધ 11 સમિતિઓની રચના કરવામાં આવી છે. જેમાં ફાયર, પાણી, સિક્યુરિટી, સ્વાગત જેવી સમિતિઓનો સમાવેશ થાય છે. ધીરેન્દ્ર શાસ્ત્રીએ આ કાર્યક્રમ માટે એકેય રૂપિયો નહીં લીધો હોવાનું સંગીતા પાટીલે મંચ પરથી જાહેર કર્યું હતું. આ કાર્યક્રમમાં બે લાખ જેટલા લોકો ઉમટે તેવી શક્યતા છે. તે જોતા લોકો માટે છ અલગ અલગ પાર્કિંગ સ્લોટ તૈયાર કરાયા છે.

તમને જણાવી દઈએકે  લિંબાયત ઝોનના નીલગિરી મેદાનમાં આગામી 26-27 મી મેના રોજ ભગવાન બાલાજી હનુમાનની આસ્થાના કેન્દ્ર એવા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આવી રહ્યાં છે.

Most Popular

To Top