Home Articles posted by Online Desk 10 (Page 2)
મોદી અને તેમની સરકારના ગેરવાજબી અને ખોટા પગલાનો વિરોધ અવશ્ય થઇ શકે, પણ વિરોધ કરતી વેળાએ દિમાગ તો ચલાવવું જ પડે ને. ખાસ કરીને પાકિસ્તાન અને બાંગ્લા દેશમાંથી શરણાર્થીઓ તરીકે આવતાં શીખો, હિન્દુઓ, ખ્રિસ્તીઓ, બૌધ્ધો જેવી ત્યાંની લઘુમતી પ્રજાને નાગરિકત્વ આપવાની જોગવાઇ કરતા નાગરિકતા સુધારા ધારાનો હજી પણ વિરોધ ચાલુ છે અને કહે છે કે, […]
સુરત મોઢ વણિક સમાજનો બાપદાદાના જમાનાથી ‘ગુજરાતમિત્ર’ અખબાર સાથે બહુ પુરાણો નાતો રહ્યો છે. એ પરંપરા હજુ આજે પણ નવી પેઢીમાં બરોબર જળવાઈ રહી છે. દુ:ખદ અવસાનની સુરત મોઢ વણિક સમાજના વડીલની ઘરમાં પહેલાં એક જ વાત હોય છે. ‘ગુજરાતમિત્ર’ અખબારમાં બધાં કામ પડતાં મૂકીને અવસાનની જાહેરખબર પહોંચાડો. એની પાછળનું મુખ્ય કારણ દરેક ઘરમાં ‘ગુજરાતમિત્ર’ […]
મૌનનો અર્થ છે પરમ શાંતિ. જૂઠા, ખોટા, અર્થહીન અને ખડખડાટ કરતા શબ્દોના શોરબકોરમાં પરમ શાંતિનો અનુભવ મૌન જ કરાવે છે. મૌન દ્વારા આપણે સામેની વ્યકિતને સાચી રીતે સાંભળી શકીએ છીએ. ખરેખર તે શું કહેવા માંગે છે તે સમજી શકીએ છીએ. આપણા બધાની ભીતર પ્રગાઢ શાંતિ મળે તેવી પવિત્ર જગ્યા જેનું નામ મૌન. મનોવૈજ્ઞાનિક અને કેરિયર […]
જ્યારે બહારગામ જવાનું થાય ત્યારે હાઇ વે પર જતી ટ્રકની પાછળ કેટલાંક લખાણ જોવા મળે છે. મારા એક મિત્રને અવારનવાર બહારગામ જવાનું થાય છે. તેણે કોરોના મહામારી પછી ટ્રક પરના લખાણ પર પરિસ્થિતિને અનુલક્ષીને જે ફેરફાર થયા છે તેની નોંધ કરી અને પોતાના ગ્રુપમાં મૂક્યા. હાલના સંજોગોને ધ્યાનમાં લેતાં જે ફેરફાર થયા છે તે રસપ્રદ […]
દૈનિક વર્તમાનપત્રોમાં તાજેતરમાં જ બનેલ બે અતિ ગંભીર પ્રશ્નોએ વાચકોની લાગણીને ઠેસ પહોંચાડી છે. મૃતદેહનું પોષ્ટમોર્ટમ કરવાના ઝગડામાં સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલ તેમજ સુરત જિલ્લાના મેડિકલ ઓફિસર વચ્ચે જબરદસ્ત બબાલ થઈ હતી. એક જ અઠવાડિયામાં ઇચ્છાપોર ઓ.એન.જી.સી. રોડ પર અજાણ્યા વાહન હડફટે મોત ઉપજેલા અજાણ્યા યુવકનો મૃતદેહ તેમ જ ઉમરા ગામમાં કરિયાણાની દુકાન ચલાવતાં […]
કોરોના રોગની મહામારીની બીજી લહેરમાં કોરોના રોગની સંક્રમિતોની સંખ્યા ખુબ જ તીવ્ર ગતિએ વધી ગયેલ છે. એટલે હોસ્પીટલમાં દાખલ થતાં દર્દીઓની સાથે-સાથે કવોરનટાઇન થયેલા લોકોની પણ સંખ્યામાં વધી રહી છે .આવી કપરી પરિસ્થિતિમાં જયાં અમુક લોકો દવાઓ ઇન્જેકશનો અને ઓક્સિજનની કાળાબજારી કરી પૈસા ભેગા કરે છે તો બીજી બાજુ અમુક લોકો જે પોતે નિરાધાર છે […]
ધો.12 ની સીબીએસસી બોર્ડની પરીક્ષા રદ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના શિક્ષણ જગતના ઇતિહાસમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. કોરોના મહામારીની બીજી લહેરે કેન્દ્રની મોદી સરકારને હચમચાવી હતી. વિપક્ષો અને હાઇકોર્ટો તથા સુપ્રીમ કોર્ટ પણ કેન્દ્ર સરકાર પર ટીકાઓની ઝડી વરસાવતી હતી. છતાં શાંત મનના મોદીએ કોઈની પણ ટીકાનો જવાબ આપ્યા વિના પ્રજાની સુરક્ષા માટે […]
ગુજરાતમિત્ર ફકત સમાચારની જ પૂર્તિ નથી. 31મી મે એટલે ગુ.મિત્રના પ્રિય લેખક ભગવતીકુમાર શમરાની જન્મ તારીખ. કાકા ખૂબ લખતા, દરેક વિષયો પર એમની કથોટી એમના ‘અક્ષાંશ રેખાંશ’, ‘એ તમે જાણો’, ‘ક્રિકેટના રંગરાગ, ફિલ્મી જુના નવા લેખના ધની. કોઇકવાર ગઝલયાનમાંથી કોઇ ગઝલ આવી જાય. ઉર્ધ્વમૂલની નવલકથામાંથી પંદરમા અધ્યાયની શ્રીકૃષ્ણને યાદ કરીને લખાતી ગુ.મિત્રમાં નાનકડી રચના. આવા […]
આજની પેઢી માટે મોબાઇલ એક અનિવાર્ય અંગ બની ગયો છે. મોબાઇલથી બધા જ સમાચાર મળી રહે છે. વિશ્વના કોઇપણ ખૂણામાં બનતા બનાવોની જાણકારી તુરત જ મળી રહે છે. કયારેક તે આશિર્વાદ બની જાય છે તો કયારે તે શ્રાપ પણ બની રહે છે જે તેના ઉપયોગકર્તા પર આધારીત છે. સોશિયલ મીડિયામાં કોઇના અંગત જીવનમાન દખલગીરી કરી […]
થોડા દિવસો પહેલાંના ‘ગુજરાતમિત્ર’માં સુરત શહેરના કોટ વિસ્તારના વોર્ડ નંબર 13 ના નગરસેવકોની કામગીરી વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતાં પોસ્ટરો સાથેનો સચિત્ર અહેવાલ વાંચ્યો હતો! મસમોટા તફાવતોથી ચૂંટાયેલા શાસક પક્ષના નગરસેવકો જેમની શૈક્ષણિક લાયકાત જોતાં અને તદ્દન નવા નિશાળિયા હોવા છતાં મોદી-પ્રવાહમાં તણાઇને સુરતના મતદારોએ મોટી આશાઓ સાથે મતો આપ્યા હતા. પરંતુ તેમની આશા ઠગારી નીવડી!