અંકલેશ્વર: ગુજરાતમાં પ્રદૂષણ મામલે અમદાવાદ શહેર પ્રથમ નંબરે કેન્દ્રીય વન વિભાગે દેશનાં પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી કક્ષાનું રહ્યું છે. ગુજરાતમાં વાયુ પ્રદૂષણની સમસ્યાએ ગંભીર સ્થિતિ સર્જી છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રદૂષણ ઓછું કરવા લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે, છતાં પરિસ્થિતિમાં કોઇ ઝાઝો સુધારો આવ્યો નથી. કેન્દ્રીય વન વિભાગે દેશનાં પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાત રાજ્યનું અમદાવાદ શહેર પ્રથમ નંબરે આવ્યું છે. ગુજરાતમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ નબળી કક્ષાનું રહ્યું છે. કારખાનાં અને ફેક્ટરીઓના ધુમાડા પણ હવાને વધુ ને વધુ ઝેરી બનાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં વાયુ પ્રદૂષણની માત્રા જાણવા માટે મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરાઇ છે. એટલું જ નહીં, અમુક ઠેકાણે સ્ક્રીન પણ મુકાઈ છે, જેના માધ્યમથી જે તે વિસ્તારમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ જાણી કેન્દ્ર અને રાજ્ય સરકારે વાયુ પ્રદૂષણ ઘટાડવા માટે કરોડોનો ખર્ચ કર્યો છે, પણ હજુ સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો નથી. હવામાં પાર્ટીક્યુલેટ મેટર એટલે પીએમ-૧૦ની માત્રા વધતી જાય છે.
કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગે લોકસભામાં દેશના પ્રદુષિત શહેરોની યાદી જાહેર કરી છે, જેમાં ગુજરાતમાં અમદાવાદ શહેર મોખરે છે. તેમાં પણ વટવા વિસ્તાર તો ટોપ મોસ્ટ રહ્યો છે. વટવામાં પીએમ-10ની વાર્ષિક સરેરાશ માત્રા 160 સુધીની રહી છે. જ્યારે અમદાવાદ શહે૨માં પીએમ-10ની માત્રા 121 નોંધાઇ છે. રાજ્યમાં અંકલેશ્વરમાં 120, રાજકોટમાં 118, જામનગરમાં 116, વાપીમાં 114, વડોદરામાં 111, સુરતમાં 100 પીએમ-10ની વાર્ષિક માત્રા નોંધાઇ છે. જો કે, રાજ્યના મુખ્ય શહેરોમાં પાટનગર ગાંધીનગરમાં વાયુ પ્રદૂષણ ઘણું ઓછું છે. અહીં પીએમ-10ની માત્રા 78 નોઁધાઈ છે.
ગુજરાતમાં ઉદ્યોગો જ નહીં, ડાઈંગ, પ્રિન્ટિંગ સહિત ટેક્સટાઈલ્સ મિલો, વિવિધ જીઆઈડીસી ઉપરાંત સુગર ફેક્ટરી નદીઓમાં કેમિકલયુક્ત પાણી ઠાલવે છે. કેમિકલયુક્ત પાણીને કારણે ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત બન્યા છે. કેન્દ્રીય વન પર્યાવરણને એવી ફરિયાદો મળી છે કે, જીઆઈડીસી નંદેસરી અને પાંડેસરા દ્વારા નદી અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરાય છે. આવી જ ફરિયાદો જીએસીએલ દહેજ પ્લાન્ટ, ભરૂચ ઉપરાંત ન્યારા એનર્જી-જામનગર સામે પણ થઈ છે. મોટેરોમાં રાસ્કા પાઈપલાઈનથી પણ પ્રદૂષણ થઈ રહ્યું છે. એટલુ જ નહિ અમદાવાદમાં નરોડા વિસ્તારમાં આવેલી ડેનિમ-કોટનની ફેક્ટરીઓ નદી અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહી છે. આ ઉપરાંત ખારીકટ કેનાલ પણ પ્રદૂષણ માટે જવાબદાર પરિબળ છે.
મોટા ભાગે સુરતની વિવિધ ટેક્સટાઈલ્સ મિલો વિરુદ્વ કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગને ફરિયાદો મળી છે. સુરત ઉપરાંત વાપી, કડોદરા-સુરત, દક્ષિણ ગુજરાતમાં સુગર ફેક્ટરી સહિતનાં સ્થળોએ પણ નદી અને ભૂગર્ભજળને પ્રદૂષિત કરવાના મામલે ફરિયાદો મળી છે. જેથી કેન્દ્રીય વન પર્યાવરણ વિભાગ આ મામલે સંબંધિત ઉદ્યોગોને કારણદર્શક નોટિસો ફટકારી ખુલાસો માંગ્યો છે.
ઉદ્યોગોના કારણે ગુજરાતમાં નદીઓ અને ભૂગર્ભ જળ પ્રદૂષિત
કેન્દ્રીય વન પર્યાવરણને એ ફરિયાદો મળી છે કે, જીઆઈડીસી નાંદેસરી અને પાંડેસરા દ્વારા નદી અને ભૂગર્ભ જળ પ્રદૂષિત કરાય છે. આવી જ ફરિયાદો જીએસીએલ દહેજ પ્લાન્ટ, ભરૂચ ઉપરાંત ન્યારા એનર્જી-જામનગર સામે પણ થઈ છે. મોટેરોમાં રાસ્કા પાઈપલાઈનથી પણ પ્રદૂષણ થઈ રહ્યું છે. એટલું જ નહીં અમદાવાદમાં નરોડા વિસ્તારમાં આવેલી ડેનિમ-કોટનની ફેક્ટરીઓ નદી અને ભૂગર્ભ જળને પ્રદૂષિત કરી રહી છે. આ ઉપરાંત ખારીકટ કેનાલ પણ પ્રદૂષણ માટે જવાબદાર પરિબળ છે.