Vadodara

બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી શહેરને ધમરોળ્યું : ઠેરઠેર પાણી ભરાયાં

વડોદરા: વડોદરા શહેરમાં સવારથી વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદ સરવરિયા કરતું હતું પરંતુ બપોર બાદ શહેરમાં વરસાદ વરસ્યો હતો. વડોદરા શહેરમાં ગઈકાલ રાતથી જ મેઘ મહેર થઇ રહી છે. મોડી રાતથી વરસી રહેલા વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાય જવાના બનાવો સામે આવ્યા હતા. જેથી પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી ખુલ્લી પડી ગઈ છે. જ્યાં જુવો ત્યાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી પોકળ સાબિત જોવા મળી રહી છે. તમે શહેરમાં જ્યાં જુવો ત્યાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સોમવાર રાતથી વરસી રહેલો વરસાદ મંગળવારે પણ અવિરત રીતે ચાલુ રહ્યો હતો. બપોર બાદ તો વરસાદે શહેરને નર્કાગાર સ્થતિ જોવા મળી હતી.

જેના પગલે શહેરમાં ઠેર ઠેર ભરાયેલા પાણીના પરિણામે શેરીજ્નનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરના રાવપુરા, જ્યુબેલીબાગ, માંડવી રોડ, ચાંપાનેર દરવાજા, સુભાનપુરા, ગાજરવાડી, દાંડીયાબજાર, અલકાપુરી, બહુચરાજી રોડ, સયાજીગંજ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાય જવાના બનાવો સામે આવ્યા હતા. પરિણામે ઓફિસેથી ઘરે આવવા પણ શહેરીજનોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં ભરાયેલા પાણીથી પાલિકાની પ્રિ મોન્સુનની કામગીરી ઉઘાડી પડી હતી. શહેરીજનોએ પાલિકા તંત્ર પર રોષ ઠાલવ્યો હતો.

Most Popular

To Top