SURAT

સુરતમાં રહેતા યુપીવાસીઓ માટે રેલવેની મોટી જાહેરાત, ઉધના-કાનપુર વચ્ચે ટ્રેન દોડાવાશે, જાણી લો શિડ્યુલ

સુરત: પશ્ચિમ રેલવેએ દિવાળીના સિઝનને ધ્યાનમાં રાખીને ઉધના-કાનપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે. રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર ટ્રેન નં. 09060 ઉધના-કાનપુર એક્સપ્રેસ પ્રત્યેક સોમવારે સવારે 5.30 વાગે ઉધનાથી રવાના થઈને બીજા દિવસે સવારે 6.30 વાગે કાનપુર પહોંચશે.

તેમજ ટ્રેન નંબર 09070 કાનપુર-ઉધના એક્સપ્રેસ પ્રત્યેક મંગળવારે સવારે 9.30 વાગે કાનપુરથી રવાના થઈને બીજા દિવસે સવારે 10 વાગે ઉધના પહોંચશે. આ ટ્રેન 21 ઓક્ટોબરથી 22 નવેમ્બર વચ્ચે દોડશે. આ ટ્રેનના કુલ 8 ફેરા હશે. આ ટ્રેન બંને દિશામાં સુરત, ભરૂચ, વડોદરા, રતલામ, નાગદા, ઉજ્જૈન, મક્સી, ગુના, શિવપુરી, ગ્વાલિયર ઇટાવા સહિતના સ્ટેશનો પર થોભશે. આ ટ્રેનમાં એસી ટુ ટાયર, એસી થ્રી ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

સુરત રેલવે સ્ટેશનનું પ્લેટફોર્મ નં. 4 માર્ચ સુધી બંધ
સુરત: સુરત રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે પ્લેટફોર્મ નંબર 4 હવે માર્ચ 2025 સુધી બંધ રહેશે. તેના કારણે સુરતથી ઉપડતી અને સુરત ખાતે યાત્રા પૂર્ણ કરતી 16 ટ્રેનો ઉધનાથી ઉપડશે અને ઉધના ખાતે યાત્રા પૂર્ણ કરશે.

સુરત રેલવે સ્ટેશનને વિશ્વ કક્ષાનું બનાવવા માટે રેલવે આગળ વધી રહ્યું છે. પહેલા ફેસમાં પૂર્વ તરફ કોનકોર્સને બનાવવા માટે છેલ્લા 6 મહિનાથી કામ ચાલી રહ્યું છે. તે માટે 6 મહિનાથી પ્લેટ ફોર્મ નંબર 4 ટ્રેનોના ઓપરેશન માટે બંધ કરવામાં આવ્યું હતું. છેલ્લે 30 સપ્ટેમ્બરથી પ્લેટફોર્મ નંબર 4 ટ્રેનોના અવર-જવર માટે શરૂ કરવાનું પ્લાનિંગ હતું. પરંતુ હજી સુધી પ્લેટફોર્મ નંબર 4 પાસેનો કોનકોર્સનું કામ પૂર્ણ થયું નથી. તેને હજી 6 મહિના લાગી શકે એમ છે.

તેથી હવે પ્લેટફોર્મ નંબર 4 હવે માર્ચ 2025 સુધી બંધ રહેશે. તેના કારણે 16 ટ્રેનો સુરતના સ્થાને ઉધનાથી ઓરિજનેટ-ટર્મિનેટ થશે. તેમાં ટ્રેન સુરત-વિરાર-સુરત,સુરત- બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી-સુરત સુરત-ભુસાવલ-સુરત પેસેન્જર, સુરત-ભુસાવલ-સુરત એક્સપ્રેસ, સુરત-છપરા-સુરત ક્લોન સ્પેશિયલ, સુરત-છપરા-સુરત તાપ્તીગંગા એક્સપ્રેસ, સુરત-ભાગલપુર-સુરત એક્સપ્રેસ,સુરત-અમરાવતી-સુરત સુપર ફાસ્ટ એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

Most Popular

To Top