National

આગરા એક્સપ્રેસ વે પર દોડતી બસ બની આગનો ગોળો, જીવ બચાવવા યાત્રીઓ…

ઈટાવા: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઈટાવામાં (Itava) ભરતિયા કોઠી પાસે આગરા-લખનૌ (Agra-Lucknow) એક્સપ્રેસ વે (Express way) પર દોડતી બસ (bus) એકાએક આગનો ગોળો (caught fire) બની ગઈ હતી. સદ્દનસીબે બસમાં સવાર 17 મુસાફરોએ (passengers) સમયસુચકતા વાપરી ધુમાડો વધતા જ બસમાંથી ઉતરી (abandoned) ગયા હતા, જેના કારણે તેમનો જીવ બચી(saved life) ગયો હતો. આ તમામ યાત્રીઓ નેપાળના (Nepal) રહેવાસી છે અને ભારતમાં મજૂરી કામ કરે છે. બસ જયારે જયપુરથી (Jaipur) નેપાળ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં આ ઘટના બની.

મજૂરોનો થયો આબાદ બચાવ
ઉત્તર પ્રદેશના ઈટાવામાં રવિવારે મોડી રાત્રે એક ચાલતી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં 17 મજૂરોનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના ઉસરાહર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આગરા-લખનૌ એક્સપ્રેસ વેની છે. મળતી માહિતી મુજબ, બસ જયપુરથી નેપાળ જઈ રહી હતી, ત્યારે રસ્તામાં આ ઘટના બની. બસમાંથી ધુમાડો નીકળવા લાગતાં જ તમામ મજૂરો સમયસર બસમાંથી કૂદી પડ્યા હતા અને થોડી જ વારમાં બસ આગનો ગોળો બની ગઈ હતી.

ફાયર બ્રિગેડ આગ ઓલવે ત્યાં સુધી તો બસ બળીને રાખ
ઘટના બન્યા પછી તરત જ પોલીસ અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને રાખ થઈ ગઈ હતી.ઉસરહરના પોલીસ સ્ટેશનના વડાએ જણાવ્યું કે રાજસ્થાનની બસ નંબર RJ 14 PE 0128 જયપુરથી મજૂરો સાથે નેપાળ જઈ રહી હતી. રસ્તામાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ભરતિયા કોઠી પાસે એક ચાલતી બસમાં આગ લાગી હતી. તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. હાલ સાચા કારણોની તપાસ કરવામાં આવી રહી છે.

આંખની સામે મૌત જોનારા મજૂરોએ વર્ણવી સમગ્ર ઘટના
આગની ઘટનામાં બચી ગયેલા નેપાળના મજૂરોએ જણાવ્યું કે બસમાંથી ધુમાડો નીકળવા લાગ્યો કે તરત જ તેઓ જીવ બચાવવા માટે બસમાંથી કૂદી પડ્યા. થોડી જ વારમાં આગ આખી બસમાં ફેલાઈ ગઈ હતી. પોલીસ અને ફાયર વિભાગને માહિતી આપવામાં આવી હતી. તેઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધીમાં બસ બળીને ખાખ થઈ ગઈ હતી.

Most Popular

To Top