Surat Main

વાવાઝોડાની સંભવિત સ્થિતિને પહોચી વળવા નવી સિવિલમાં ત્રણ વોર્ડ તૈયાર

surat : તૌકેત ( tauktae) વાવાઝોડા ( cyclone) ની સંભવિત પરિસ્થિતિ સામે પહોંચી વળવા નવી સિવિલ હોસ્પિટલ ( civil hospital) નું તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. નવી સિવિલમાં ટ્રોમા સેન્ટર ( truma center) ના બીજા માળે 50 બેડ સાથેનો એક વોર્ડ અને જૂન બિલ્ડિંગમાં 90 બેડ સાથેના બે વોર્ડ તૈયાર કરાયા છે. શહેરમાં આજે રાતથી તૌકેત વાવાઝોડાની અસર શરૂ થવાની આગાહી કરવામાં આવી છે. જેને પગલે શહેરમાં સંભવિત વાવાઝોડાને લીધે ભારે નુકસાન થઈ શકે છે. જો કોઈ મોટી જાનહાનિ સર્જાય તો નવી સિવિલ હોસ્પિટલનું તંત્ર પહોંચી વળે તે માટેની તૈયારી કરવામાં આવી છે.

નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના બીજા માળે 50 બેડનો વોર્ડ તૈયાર કરાયો છે. ત્યારબાદ જુની બિલ્ડીંગમાં 45-45 બેડના બે વોર્ડ તૈયાર કરાયા છે. આ સિવાય વાવાઝોડાની અસરને કારણે હોસ્પિટલમાં વીજળીનો પુરવઠો મળી રહે, દર્દીઓને ઓક્સિજન નો સપ્લાય મળતો રહે તે માટે જનરેટર સેટ, ફાયર એસેસમેન્ટ કરી દેવાયું છે. પાણીની ટાંકીઓ ભરી દેવાઈ છે. વાવાઝોડાની અસરને પગલે જો દર્દીઓને નવી સિવિલમાં ખસેડવા પડે તો યોગ્ય સારવાર સમયસર મળવી જરૂરી છે. જેના માટે સર્જરી વિભાગ, ઓર્થોપેડિક વિભાગ, નર્સિંગનો સ્ટાફ તૈનાત કરાયો છે.


કોરોનાના દર્દીઓને ઓક્સિજન અને પાવર માટે 8 ડીજી સેટ તૈયાર
નવી સિવિલ હોસ્પિટલમાં હાલ કોરોનાના દર્દી દાખલ છે. વાવાઝોડાને કારણે નવી સિવિલમાં પાવર કટ થાય તો તેની સંભવિત પરિસ્થિતિની સામે પહોંચી વળવા દર્દીઓને ઓક્સિજન સપ્લાય મળે અને પાવર કટ ન થાય તે માટે 8 ડિજી સેટ સર્વિસ કરી તૈયાર કરાયા છે.

તૌકતે વાવાઝોડુ  ( Cyclone Tauktae) ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે જેને લઈ રાજ્યમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે.  હવામાન વિભાગે કરી છે, 17 તારીખે તૌકતે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે ટકરાશે. જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી  1.5 લાખ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. અને 54 NDRF ટીમ અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. 

કચ્છના દરિયાકાંઠાના ગામોના અંદાજે 25 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છમાં NDRFની 2 અને SDRFની 1 ટીમ તહેનાત કરાઈ છે.. ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠાના 24 ગામોના 12 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFની 2 ટીમ ફાળવાઈ છે.. જેમાની એક દ્વારકામાં અને બીજી ઓખામાં તહેનાત કરાઈ છે.

Most Popular

To Top