Trending

સોના-ચાંદીમાં મોટો ધડાકો

ભાવમાં ભારે ઘટાડો, ખરીદી માટે સારો મોકો? જાણો આજના લેટેસ્ટ રેટ

દેશમાં સોના-ચાંદીના ભાવમાં આજે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. વૈશ્વિક બજારમાં ઘટાડાની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળી છે, જેના કારણે રોકાણકારો અને ખરીદદારો માટે આ સારો મોકો માનવામાં આવી રહ્યો છે.
આજના ટ્રેડિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં Goldના ભાવમાં લગભગ 1.5%નો ઘટાડો નોંધાયો હતો અને તે $4,370 પ્રતિ ઔંસ આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે Silverના ભાવમાં 3.3%નો ઘટાડો નોંધાયો અને તે $67 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયું.

દેશના કોમોડિટી માર્કેટ Multi Commodity Exchangeમાં પણ ઘટાડો જોવા મળ્યો. MCX ગોલ્ડ એપ્રિલ ફ્યુચર્સમાં 1.06%ની ઘટાડા સાથે ભાવ ₹1,37,790 પ્રતિ 10 ગ્રામ રહ્યો, જ્યારે સિલ્વર મે કોન્ટ્રાક્ટ 3.26% ઘટીને ₹2,17,817 પ્રતિ કિલો પર પહોંચી ગયો.

વેબસાઇટ મુજબ, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹294 ઘટીને ₹14,035 થયો છે. બીજી તરફ ચાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો છે અને 1 કિલો ચાંદી ₹2,29,900 સુધી પહોંચી ગઈ છે. શહેર વાઈઝ વાત કરીએ તો અમદાવાદમાં ચાંદીના ભાવ 10 ગ્રામ માટે ₹2,350, 100 ગ્રામ માટે ₹23,500 અને 1 કિલો માટે ₹2,35,000 નોંધાયા છે. જ્યારે ચેન્નઈમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹14,182 પ્રતિ ગ્રામ, 22 કેરેટ ₹13,000 અને 18 કેરેટ ₹10,820 પ્રતિ ગ્રામ રહ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિ અને ડોલરની સ્થિતિના કારણે સોના-ચાંદીમાં આવું ઉતાર-ચઢાવ ચાલુ રહી શકે છે. જોકે, હાલનો ઘટાડો લાંબા ગાળાના રોકાણકારો માટે સારો મોકો સાબિત થઈ શકે છે.હાલમાં બજારમાં અસ્થિરતા હોવા છતાં, ખરીદદારો માટે આ સમય સાવચેતી સાથે રોકાણ કરવાનો યોગ્ય સમય માનવામાં આવી રહ્યો છે.

Most Popular

To Top