Charchapatra

વ્યથા

મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. વિવિધ સમાજવ્યવસ્થા સાથે સંકળાયેલી છે. સારા નરસા સામાજિક પ્રસંગોમાં અનેક માનવીઓ ભાગ લેતા રહે છે. અગાઉના સમયમાં અને આજના સમયમાં ઘણાં જ ફેરફારઇ થઇ ગયા છે. લગ્ન-મરણ પ્રસંગમાં ઘણો જ બદલાવ આવીગયો છે. સાથે ભોજન લેવાની વ્યવસ્થાપણ બદલાઇ ગઇ છે. જેને બુફે ભોજન લેવાનું કહેવામાં આવે છે. કાર્યક્રમ પૂરો થતાં જ ભોજન, પ્રસાદ વગેરે લેવાના નામથી જાહેરાત કરવામાં આવે છે. બપોર કે સાંજનો ભોજન લેવાનો સમય થઇ ગયો હોવાથી પ્રસંગમાં ઉપસ્થિત તમામ મહેમાનોને જમવાની તથા ઘેર પરત થવાની ઉતાવળમાં હોવાથી જયાં બુફે ભોજનની વ્યવસ્થા હોય છે ત્યાં મુકવામાં આવેલ ટેબલ પાસે ધક્કામુક્કી કરીને પહોંચી જાય છે. પ્રથમ તો જમવા માટેની થાળી, વાડકી, ચમચી લેવા માટે પડાપડી થાય છે.

એક જ ટેબલ હોય તો ઘણી જ અવ્યવસ્થા થઇ જાય છે. પછી ભોજન માટેની વાનગી લેવા માટે લાંબી લાઇન લાગે છે. ઓછા કાઉન્ટર હોય તો લાઇનમાં પણ ધક્કામુક્કી થવા માંડે છે. પહેલી વખત જ થાળીમાં વધારે રસોઇની વાનગી લઇ લેવી જેથી બીજીવાર ફરીથી લાઇનમાં ઉભા રહેવુ ન પડે એવી ખોટી માન્યતાને કારણે વધુ પડતી વાનગી લઇ લે છે. જેથી બગાડ પણ થતો જોવા મળે છે. દરેક મહેમાન કંઇ સમજદાર નથી હોતા. રસોઇ લેવામાં ધક્કામુક્કી વખતે તો વરિષ્ઠ નાગરિકની દશા જ દયનીય હાલતમાં જોવા મળે છે. બીજીવાર જરૂર પુરતી વાનગી લેવા માટે વ્યથા બોલતા જોવા મળે છે. તો એમની પીડા દૂર કરવા માટે ડાઇનીંગ ટેબલની સગવડ હોવી જરૂરી છે. વિતેલા સમયમાં પંગતમાં બેસીને જમાડવાની વ્યવસ્થા યોગ્ય હતી. પંગતમાં સમૂહમાં બેસીને ભોજન લેવાનો આનંદ કંઇ જુદો જ હતો. પીરસનારા પણ હેતથી પીરસતા. તો બીનજરૂરી ખર્ચ ઓછો કરીને અન્ય પીરસનારાને પણ પૈસા આપીને પંગતમાંબેસીને ભોજન લેવાની વ્યવસ્થા જ યોગ્ય છે. એવુ મારૂ અંગત મંતવ્ય છે. વરિષ્ઠ નાગરિકની વ્યવસ્થા કરવાથી એમની વ્યથા પણ દૂર થશે.
કોબા     – મગનલાલ એલ. પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top