પુર આવ્યા બાદથી સરદારબાગ સ્વિમિંગપુલ બંધ રહ્યો :
અગાઉ 5 વર્ષ બંધ રહેતા અનેક રજૂઆત બાદ થોડા સમય માટે શરૂ કરાયો હતો :



( પ્રતિનિધિ )વડોદરા, તા.12
વડોદરા શહેરનો સરદારબાગ સ્વિમિંગપુલ કોઈના કોઈ કારણસર છેલ્લા ઘણા લાંબા સમયથી બંધ હાલતમાં જોવા મળ્યો છે જેના કારણે આજીવન સભ્યોમાં રોષ ફેલાયો છે. ઘણી વખત રજૂઆત કરવા છતાં પણ આ સ્વિમિંગ પૂલ શરૂ કરવામાં નહીં આવતા આજે ફરી એક વખત સભ્યોએ એકત્ર થઈ કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત કરી જલ્દીથી આ સ્વિમિંગ પૂલ શરૂ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરદારબાગ સ્વિમિંગ પૂલ છેલ્લા છ મહિનાથી મેન્ટેનન્સની કામગીરીને પગલે બંધ રહ્યો છે જેના કારણે સભ્યોમાં નારાજગી ફેલાય છે અગાઉ કોઈ ખામીને કારણે પાંચ વર્ષ માટે આ સ્વિમિંગ પૂલ બંધ રહ્યો હતો. ત્યારબાદ પૂરના કારણે છેલ્લા છ મહિનાથી આ સ્વિમિંગ પૂલ આજે પણ બંધ હાલતમાં છે. ઉનાળાની શરૂઆત થશે ત્યારે સરદાર બાગ સ્વિમિંગ પૂલના સભ્યોએ કોર્પોરેશનની વડી કચેરી ખાતે પહોંચી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સ્વિમિંગ પૂલ વહેલી તકે શરૂ કરવા માંગણી કરી હતી. સ્વિમિંગપુલના સભ્ય મુકેશભાઈએ જણાવ્યું હતું કે, સરદાર બાગ સ્વિમિંગપુલ છેલ્લા 6 મહિનાથી બંધ છે. પુર આવ્યા બાદથી તે બંધ છે. આ અગાઉ થોડા સમય માટે ચાલુ થયો હતો. એ પહેલાં પાંચ વર્ષથી બંધ હતો. આ અંગે કેટલીક વખત રજૂઆત કરવા છતાં પણ સ્વિમિંગપુલનું મેન્ટેનન્સ બરાબર થતું નથી. રીપેરીંગ થતું નથી. અને જ્યારે પણ રેલ આવે છે. વધુ વરસાદને કારણે પાણી આવે ત્યારે પાણી ભરાઈ જવાથી સ્વિમિંગપુલ બંધ થઈ જાય છે. દરેક જગ્યાએ અમે રજુઆત કરી છે આવેદનપત્રો પણ આપ્યા છે. આજે પણ આપ્યું છે. ત્યારે એમણે આશ્વાસન એવું આપ્યું છે કે, એક દોઢ મહિનાની અંદર અમે ચાલુ કરી દઈશું અમે. ટેમ્પરરી ચાલુ કરશે. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે, ચાલુ કરશે.
